ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટ બાદ હવે આણંદના પેટલાદમાં સમૂહલગ્નમાં હોબાળો, મામલો પોલીસ મથક પહોંચ્યો

Anand: રાજકોટ જેવી ઘટના આણંદમાં બની હોવાનું સામે આવ્યું છે. રાજકોટ બાદ હવે આણંદના પેટલાદમાં સમૂહલગ્નમાં હોબાળો મચ્યો હોવાની વિગતો મળી છે.
11:23 PM Mar 02, 2025 IST | VIMAL PRAJAPATI
Anand: રાજકોટ જેવી ઘટના આણંદમાં બની હોવાનું સામે આવ્યું છે. રાજકોટ બાદ હવે આણંદના પેટલાદમાં સમૂહલગ્નમાં હોબાળો મચ્યો હોવાની વિગતો મળી છે.
Anand
  1. 21 હજાર જેટલી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યવસ્થાનો આભાવ
  2. જનમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જે.એમ ગ્રુપ દ્વારા આયોજન
  3. નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં 7 જોડાનો હતો લગ્નોત્સવ

Anand: રાજકોટ જેવી ઘટના આણંદમાં બની હોવાનું સામે આવ્યું છે. રાજકોટ બાદ હવે આણંદના પેટલાદમાં સમૂહલગ્નમાં હોબાળો મચ્યો હોવાની વિગતો મળી છે. અહીં સમૂહલગ્નમાં જમવાનું અને કરિયાવર ન મળતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે. એટલું જ નહીં પરંતુ અહીં આવેલા લોકોએ જણાવ્યું કે, ‘21 હજાર જેટલી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યવસ્થાનો આભાવ જોવા મળ્યો’.

આ પણ વાંચો: Farming: દાંતા તાલુકાની પહાડી માટીમાં આદીવાસી ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી સૌને ચોકાવ્યા!

વિવાહ પ્રક્રિયા પૂર્ણ થતાં જમવાની વ્યવસ્થા ન થતાં હોબાળો

વિગતે વાત કરવામાં આવે તો, આણંદમાં જનમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જે.એમ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં 7 જોડાનો લગ્નોત્સવ યોજાયો હતો. પરંતુ વિવાહ પ્રક્રિયા પૂર્ણ થતાં જમવાની વ્યવસ્થા ન થતાં હોબાળો મચ્યો હોવાથી વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં પરંતુ લગ્નોત્સવમાં ભારે હોબાળો થતા સમગ્ર મામલો પેટલાદ પોલીસ મથક પહોંચ્યો છે. પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Dahod જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, ડ્રોનની મદદથી આરોપીને ઝડપી પાડ્યો

હોબાળો થતા સમગ્ર મામલો પેટલાદ પોલીસ મથક પહોંચ્યો

આવું જ પહેલા રાજકોટમાં બન્યું હતું. અહી રાજકોટમાં તો સમૂહલગ્નના આયોજકો કાર્યક્રમ પહેલા ફરાર થઈ ગયાં હતાં. જો કે, રાજકોટ પોલીસ અહીં સત્વરે આવી અને યુગલોના લગ્ન કરાવ્યાં હતાં. ત્યાર બાદ સરકારે પણ આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યાં અને ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, અત્યારે ગુનેગારો પૈસાના લાલચે આવા કામ કરી રહ્યાં છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Anandgroup marriageGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsMass Marriagemass marriage AnandPetlad policePetlad police station
Next Article