Nepal Protests : '200 પ્રવાસીઓને બહાર કાઢી પ્રદર્શનકારીઓએ ગૌશાળાને આગચંપી'!
- નેપાળમાં ફસાયેલા સુરેન્દ્રનગરનાં દંપતીએ જણાવી વેદના (Nepal Protests)
- વીડિયો થકી કહ્યું- 4 તારીખે ફરવા ગયા અને 9 તારીખે કાઠમંડુ પહોંચ્યા હતા
- દંપતી સહિત 200 થી વધુ પ્રવાસી ગૌશાળામાં રોકાયા હતા
- પ્રદર્શનકારીઓએ તેમને બહાર કાઢી ગૌશાળાને આગચંપી કરી
Nepal Protests : પાડોશી દેશ નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ સામે ઝેન-ઝેડ (GEN-Z) દ્વારા શરૂ થયેલ વિરોધ પ્રદર્શન હિંસક બન્યા બાદ દેશમાં રાજકીય કટોકટી સર્જાઈ છે. નેપાળમાં હિંસક પ્રદર્શન અને રાજકીય કટોકટી વચ્ચે ત્યાં ફરવા ગયેલા કેટલાક ગુજરાતનાં નાગરિકો ફસાયા છે. તેઓ ભારતીય સરકાર પાસે મદદની માગ કરી રહ્યા છે. દરમિયાન, નેપાળમાં ફસાયેલ સુરેન્દ્રનગરનાં (Surendranagar) દંપતીએ વીડિયો થકી પોતાની આપવીતી અને વેદના જણાવી છે.
આ પણ વાંચો - Vadodara : ક્રિકેટર યુસુફ પઠાણના જમીન વિવાદમાં હાઇકોર્ટનો પાલિકાની તરફેણમાં નિર્ણય
"અમે અમારો જીવ બચાવવા રૂમમાં પુરાઈને બેઠા છીએ : Nepal માં ફસાયેલ ગુજરાતી | Gujarat First
નેપાળમાં ફસાયેલા સુરેન્દ્રનગરના દંપતીએ જણાવી વેદના
4 તારીખે ફરવા ગયા હતા અને 9 તારીખે કાઠમંડુ પહોંચ્યા હતા
દંપતી સહિત 200થી વધુ પ્રવાસી ગૌશાળામાં રોકાયા હતા
પ્રદર્શનકારીઓએ તેમને બહાર કાઢી… pic.twitter.com/VEbkhxMwlT— Gujarat First (@GujaratFirst) September 10, 2025
પ્રવાસીઓ બહાર કાઢી પ્રદર્શનકારીઓએ ગૌશાળાને આગ ચાંપી
સુરેન્દ્રનગરનાં (Surendranagar) રતનપરનાં દંપતી નેપાળનાં કાઠમંડુમાં (Kathmandu) સર્જાયેલ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ફસાતા વીડિયો દ્વારા પોતાની વેદના જણાવી છે. રતનપરમાં રહેતા વિરમભાઈ ડાભી અને તેમના પત્ની ગૌરીબેન ડાભી ગત તારીખ 04 સપ્ટેમ્બરનાં રોજ નેપાળ ખાતે ફરવા ગયા હતા અને 09 સપ્ટેમ્બરે કાઠમંડુ પહોંચ્યા હતા. 09 સપ્ટેમ્બરના રોજ દંપતી સહિત અલગ-અલગ રાજ્યનાં 200 થી વધુ પ્રવાસીઓ કાઠમંડુ ગૌશાળામાં રોકાયા હતા. આ દરમિયાન, 5000 થી વધુ લોકોનાં ટોળાએ ગૌશાળામાંથી તમામ પ્રવાસીઓને બહાર કાઢી ગૌશાળાને આગ ચાંપી દીધી હોવાનું વિરમભાઈએ જણાવ્યું હતું.
આ પણ વાંચો - નેપાળમાં તખ્તાપલટ પર ચીનનું પ્રથમ નિવેદન : 'મિત્ર' ઓલીના રાજીનામા પર મૌન
ભારતીય પ્રવાસીઓને પરત લાવવામાં આવે તેવી માંગ
ગઈકાલે 09 સપ્ટેમ્બરનાં રોજ તેઓએ જોયેલ પરિસ્થિતિ અંગે વાત કરતા વિરમભાઈએ હાલ કાઠમંડુમાં શાંતિ હોવાનું અને પોતે હોટેલ રામાનમ હોટેલમાં સલામત હોવાનું પણ વીડિયોમાં જણાવ્યું છે. આર્મી જવાનોએ સુરક્ષા સંભાળતા કાઠમંડુમાં હાલ પરિસ્થિતિ સલામત અને શાંતિપૂર્ણ માહોલ હોવાનું જણાવ્યું છે. હોટેલની બહાર નીકળી નહીં શકાતું હોવાનું જણાવી ભારત સરકાર દ્વારા તમામ ભારતીય પ્રવાસીઓને પરત લાવવામાં આવે તેવી પણ માંગ કરી છે.
આ પણ વાંચો - Nepal માં હિંસા બાદ કાઠમંડુ એરપોર્ટ ફરી ખોલવામાં આવ્યું, પ્રવાસીઓ માટે રાહત


