Gujarat: અંજાર-આદિપુર રોડ પર પોલીસ અને વાહનચાલક વચ્ચે બબાલ, Video સોશિયલ મીડિયામાં Viral
- ટ્રાફિકની કામગીરી દરમિયાન પોલીસ કર્મચારી અને રાહદારી વચ્ચે વિવાદ
- પોલીસ કર્મચારીએ વાહનચાલક પર હાથ ઉપાડ્યાનો આરોપ
- રાહદારીએ સમગ્ર બબાલની ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરી વાયરલ કર્યુ
Gujarat: પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે અનેકવાર ટકરાર થતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અંજાર-આદિપુર રોડ પર પોલીસ અને વાહનચાલક વચ્ચે ભારે બબાલ થઈ હોવાનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વીડિયો દ્વારા જાણવા મળ્યું કે, ટ્રાફિકની કામગીરી દરમિયાન પોલીસ કર્મચારી અને રાહદારી વચ્ચે વિવાદ થયો હતો. જેનો વીડિયો રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો.
આ પણ વાંચો: Sabarkantha: પ્રાંતિજ-તલોદ નગરપાલિકામાં બળવાખોર અપક્ષોને મદદ કરનારની ખેર નહીં
પોલીસે વાહનચાલકને જે થાય તે કરી લેવાની ધમકી આપ્યાનો આક્ષેપ
મહત્વની વાત એ છે કે, વાહનચાલકે એવો આરોપ લગાવ્યો છે કે, ચાલુ બાઈક પર પોલીસ કર્મચારીએ તેના પર હાથ ઉપાડ્યો હતો. આ સમગ્ર બબાલનો વીડિયો રાહદારીએ પોતાના ફોનમાં ઉતારીને વાયરલ કર્યો છે. જેના કારણે પોલીસની કામગીરી પર અનેક પ્રકારના સવાલો થઈ રહ્યો છે. પોલીસે વાહનચાલકને જે થાય તે કરી લેવાની ધમકી આપ્યાનું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. જો કે, આ બબાલનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો: Junagadh: 'ભાજપની ચાપલૂસી ન કરો, પટ્ટા ઉતરતા વાર નહીં લાગે' ચૂંટણીમાં કોંગ્રેસ નેતાનું ધમકીભર્યુ નિવેદન
બબાલનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસના આદેશ આપ્યા
હવે જોવાનું એ છે કે, અત્યારે પોલીસ અધિકારીઓ આ પોલીસ કર્મચારીઓ સામે કેવા પગલા ભરે છે? કારણે કે, આવી રીતે પોલીસ રાહદારીઓને કેવી રીતે પરેશાન કરી શકે? પોલીસે લોકોની સેવા અને સુરક્ષા માટે જ છે, તો પછી લોકો સાથે આવો વ્યવહાર શા માટે? નોંધનીય છે કે, ટ્રાફિકની કામગીરી દરમિયાન પોલીસ કર્મચારી અને રાહદારી વચ્ચે વિવાદ થયો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે તપાસના આદેશ આપ્યાં છે, પરંતુ કાર્યવાહી ક્યારે થશે તે હવે જોવું રહ્યું?


