ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વધુ એક ગુજરાતીઓનું કેનેડામાં રહસ્યમય મોત, DySPના દીકરાની ટોરેન્ટોમાંથી લાશ મળતા ચકચાર

વિદેશમાં રહેતાં ગુજરાતીઓના મોતના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી છે. સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. ગઈ તારીખ 5 મેં...
03:40 PM May 13, 2023 IST | Dhruv Parmar
વિદેશમાં રહેતાં ગુજરાતીઓના મોતના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી છે. સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. ગઈ તારીખ 5 મેં...

વિદેશમાં રહેતાં ગુજરાતીઓના મોતના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી છે. સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. ગઈ તારીખ 5 મેં ના રોજ આ યુવાન ગુમ થયો હતો હવે તેની લાશ મળી આવી છે.

મહત્વનું છે કે, મૃતક વિદ્યાર્થીના પિતા રમેશભાઈ ડાખરા Dysp તરીકેની ફરજ બજાવે છે. મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય દીકરો કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ અમદાવાદના હર્ષ પટેલ નામના યુવકની એન કેનેડામાં ગુમ થવા બાદ લાશ મળી હતી. હર્ષ પટેલ યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો.

આ પણ વાંચો : 13 વર્ષની સગીરાની છેડતીનો પ્રયાસ કરનાર ઇસમને સ્થાનિકોએ પકડીને મુંડન કર્યુ

Tags :
canadaDead BodyDySPGujarattorrents
Next Article