Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana: NOW START પોન્ઝી સ્કીમથી કરોડોની છેતરપિંડી! વધુ એક Ponzi schemeનો પર્દાફાશ

NOW START Ponzi Scheme: ગુજરાતમાં અત્યારે એક બાદ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાથ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મહેસાણામાંથી વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
mehsana  now start પોન્ઝી સ્કીમથી કરોડોની છેતરપિંડી  વધુ એક ponzi schemeનો પર્દાફાશ
Advertisement
  1. પાલનપુર ખાતે આવેલી છે NOW STARTની ઓફિસ
  2. નિરંજન શ્રીમાળી NOW START નામથી સ્કીમ ચલાવતો
  3. રોજના 1 ટકા લેખે રોકાણ ઉપર વળતર આપવાની લાલચ

NOW START Ponzi Scheme: ગુજરાતમાં અત્યારે એક બાદ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાથ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મહેસાણામાંથી વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મહેસાણામાં NOW START પોન્ઝી સ્કીમથી કરોડોની છેતરપિંડી થતી હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ NOW START પોન્ઝી સ્કીમમં અનેક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. અત્યારે આ પોન્ઝી સ્કીમનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: BZ Group Scam : લોકોના રૂપિયા પર તાગડધિન્ના કરતા ઠગ એજન્ટ મયુર દરજીનો Video Viral

Advertisement

છેતરપિંડીનો ભોગ બનનાર વિરમ ઠાકોરની ગુજરાત ફર્સ્ટ પર વ્યથા

નોંધનીય છે કે, પાલનપુર ખાતે NOW STARTની ઓફિસ આવેલી છે. જેમાં નિરંજન શ્રીમાળી NOW START નામથી સ્કીમ ચલાવતો હતો. વિગતો એવી પણ સામે આવી છે કે, નિરંજન શ્રીમાળી રોજના 1 ટકા લેખે રોકાણ ઉપર વળતર આપવાની લાલચ આપતો હતો. ચેનલ સિસ્ટમથી કામ કરી અન્ય લોકોને સ્કીમમાં ફસાવતા હતાં. નોંધનીય છે કે કે, વિરમ ઠાકોર નામનો શખ્સ છેતરપિંડીનો ભોગ બન્યો હતો. છેતરપિંડીનો ભોગ બનનાર વિરમ ઠાકોરને ગુજરાત ફર્સ્ટ પર પોતાના વ્યથા જણાવી છે.

Advertisement

આ પણ વાંચો: BZ ગ્રુપના કૌભાંડ બાદ પ્રથમ રોકાણકાર આવ્યો સામે

5 મહિનાથી રોકાણકારોને પેમેન્ટ ના થતાં ભાંડો ફૂટ્યો

એવું જણાવા મળ્યું છે કે, 1.10 લાખના રોજ 1100 રૂપિયા વ્યાજ આપવાનો વાયદો કર્યો હતો. જો કે, બાદમાં વિરમ ઠાકોરને છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો. પરંતુ છેલ્લા 5 મહિનાથી રોકાણકારોને પેમેન્ટ ના થતાં આ પોન્ઝી સ્કીમનો ભાંડો ફૂટ્યો હતો. આ પોન્ઝી સ્કીમમાં મહેસાણામાં 10થી વધુ લોકો છેતરાયાનો હોવાનો દાવો થયો છે. પીડિતોના 15 લાખથી વધુ નાણા ફસાયાનો દાવો કરાયો છે. નોંધનીય છે કે, આવતીકાલે SP ઓફિસ જઈને પીડિતો ફરિયાદ નોંધાવવાના છે.

આ પણ વાંચો: BZGroupScam: અરવલ્લીના આ શિક્ષકને તો BZ ગ્રૂપે આપી મોંઘીદાટ ગિફ્ટ! ફોટા-વિડિયો થયા વાયરલ

Tags :
Advertisement

.

×