Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aravalli : મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રોની દાદાગીરી! યુવકને માર્યો ઢોર માર

મંત્રી ભીખુસિંહ પરમારનાં પૌત્રને કેટલાક લોકોએ માર માર્યો હતો, જેની અદાવત રાખીને યુવકને શોધીને ઢોર માર માર્યો.
aravalli   મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રોની દાદાગીરી  યુવકને માર્યો ઢોર માર
Advertisement
  1. Aravalli માં રાજ્ય સરકારનાં મંત્રીનાં પૌત્રને માર માર્યાનો આરોપ
  2. મંત્રી ભીખુસિંહ પરમારનાં પૌત્રને માર મારવાનો યુવક પર આરોપ
  3. રોષે ભરાયેલા ભીખુસિંહનાં પુત્રોએ યુવકને શોધીને ઢોર માર માર્યો
  4. મોડાસામાં એક્ટિવાચાલક યુવક પર ભીખુસિંહનાં પુત્રો તૂટી પડ્યા

અરવલ્લી જિલ્લામાં (Aravalli) રાજ્ય સરકારનાં મંત્રી ભીખુસિંહ પરમારનાં પૌત્રને કેટલાક લોકોએ માર માર્યો હતો, જેની અદાવત રાખીને રોષે ભરાયેલા ભીખુસિંહનાં (Bhikhusinh Parmar) પુત્રોએ પૌત્રને માર મારનારા યુવકને મોડાસામાં (Modasa) શોધીને ઢોર માર માર્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાય છે કે એક્ટિવાસવાર યુવક પર ભીખુસિંહ પરમારનાં પુત્રો તૂટી પડ્યા હતા. બીજી તરફ મંત્રી ભીખુસિંહનાં પૌત્રને માર માર્યાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તેનાં પણ સૌની નજર છે.

આ પણ વાંચો - Gandhinagar : વિજિલન્સ વિભાગને કુલ 7,709 ફરિયાદો મળી, સૌથી વધુ આ વિભાગની!

Advertisement

Advertisement

મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને માર મારવાનો યુવક પર આરોપ

અરવલ્લી જિલ્લામાં (Aravalli) રાજ્ય સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારનાં (Bhikhusinh Parmar) પૌત્રને કેટલાક લોકોએ ભેગા મળીને માર માર્યો હતો. આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ વાતની અદાવત રાખીને મંત્રી ભીખુસિંહ પરમારનાં પુત્ર કિરણસિંહ પરમાર અને રણજિતસિંહ પરમારે પૌત્રને માર મારનારા વ્યક્તિને મોડાસામાં (Modasa) શોધી કાઢ્યો હતો અને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં દેખાય છે કે એક્ટિવા પર સવાર યુવકને મંત્રીનાં પુત્ર ઢોર માર મારી રહ્યા છે.

આ પણ વાંચો - Ahmedabad : NIMCJ એ 'મીડિયોત્સવ 2025' સિઝન-2 નું આયોજન કર્યું, વિવિધ સ્પર્ધા યોજાઈ

રોષે ભરાયેલા ભીખુસિંહના પુત્રોએ યુવકને શોધીને માર્યો ઢોર માર

માહિતી અનુસાર, મોડાસામાં થયેલા આ મારામારીનાં વાઇરલ વીડિયોમાં યુવા મોરચાનાં પ્રમુખ અમીષ પટેલ પણ જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારનાં મંત્રીનાં પુત્રોની મારામારીનો વીડિયો સામે આવતા લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આ મારામારીની ઘટના અંગે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેનાં પર પણ સૌની નજર છે.

આ પણ વાંચો - Rajkot : સમૂહલગ્નમાં આયોજકો ફરાર! ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા આ આદેશ

Tags :
Advertisement

.

×