Aravalli Gram Panchayats Election : રાજ્ય સરકારમાં મંત્રીના પુત્રની 500 થી વધુ મતથી થઈ હાર
- Aravalli Gram Panchayats Election માં મંત્રી પુત્રની હાર
- રાજ્ય સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર ચૂંટણીમાં હાર્યા
- મોડાસાના જીતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર થઈ
- કિરણસિંહ પરમારની 500 થી વધુ મતે હાર થઈ
Aravalli Gram Panchayats Election : આજે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામ જાહેર થયા છે. ત્યારે, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની (Modasa) જીતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. મંત્રી ભીખુસિંહ પરમારના (Minister Bhikhusinhji Parmar) પુત્રનો આ સરપંચ માટેની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરાજય થયો છે. કિરણસિંહ પરમારની (Kiransinh Parmar) 500 થી વધુ મતે હાર થઈ છે.
આ પણ વાંચો - Gram Panchayats Election : જાણો ભાવનગરમાં કયા ગામમાં કોના શિરે 'સરપંચ' નો તાજ ?
ચૂંટણીમાં કિરણસિંહ પરમાર 500 થી વધુ મતે હાર્યા
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની જીતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (Aravalli Gram Panchayats Election) ચોંકાવનારા પરિણામ આવ્યા છે. ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહનો આ ચૂંટણીમાં પરાજય થયો છે. કિરણસિંહ પરમારની 500 થી વધુ મતે હાર થઈ છે. કિરણસિંહ પરમારની સામે ચૂંટણી મેદાને ઉતરેલા મંગલસિંહ પરમારનો (Mangalsinh Parmar) વિજય થયો છે. મંગલસિંહ પરમારની અંદાજિત 527 વોટથી જીત થઈ છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રી પુત્રની હાર
મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર ચૂંટણીમાં હાર્યા
સરપંચની ચૂંટણીમાં હાર્યા મંત્રી ભીખુસિંહના પુત્ર
મોડાસાના જીતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર
કિરણસિંહ પરમારની 500થી વધુ મતે હાર થઈ#gujarat #Aravalli #Modasa #grampanchayatelection… pic.twitter.com/c09pzDHEVc— Gujarat First (@GujaratFirst) June 25, 2025
આ પણ વાંચો - Gram Panchayats Election : ક્યાંક ટાઇ થતાં ચિઠ્ઠી ઉછાળી તો આ ગામને મળ્યા 'યુવા' સરપંચ, જાણો ક્યાં કોનો વિજય?
મંગલસિંહ પરમારની જીત થતાં જ સમર્થકોમાં ભારે ઉત્સાહ
માહિતી અનુસાર, ચૂંટણી ઉમેદવાર મંગલસિંહ પરમારને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અંદાજે 1150 વોટ મળ્યા છે. જ્યારે, મંત્રી પુત્ર કિરણસિંહ પરમારને 623 જેટલા વોટ મળ્યા છે. મંગલસિંહ પરમારની જીત જાહેર થતાં જ તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ગુલાલ ઉડાડીને સમર્થકોએ ઉજવણી કરી. સમર્થકોએ ખભે બેસાડી મંગલસિંહ પરમારની જીતને વધાવી છે. ગામમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Gujarat rain : હવામાન વિભાગની 1 જુલાઈ સુધી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી


