Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આસારામને મળ્યા મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન, 3જા જજના મતથી લેવાયો નિર્ણય

આજે આસારામના વચગાળાની જામીન અરજીની સુનાવણીમાં ડબલ જજની બેંચમાં બે જજના અલગ-અલગ મત સામે આવ્યા હતા. હવે હાઈકોર્ટના જસ્ટિસ ઈલેશ વોરાના મતને જસ્ટિસ એ. ઍસ. સુપેહીયાએ સમર્થન આપતા આસારામના 3 મહિના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
આસારામને મળ્યા મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન   3જા જજના મતથી લેવાયો નિર્ણય
Advertisement
  • જસ્ટિસ એ. ઍસ. સુપેહીયાએ હાઈકોર્ટના જસ્ટિસ ઈલેશ વોરાના મતને સમર્થન આપતા મળ્યા જામીન
  • મેડિકલ ગ્રાઉન્ડ પર 6 મહિનાના જામીનની કરી હતી અરજી
  • 2013ના બળાત્કાર કેસમાં આસારામને આજીવન કેદની સજા

Asaram got bail: આજે આસારામની મેડિકલ ગ્રાઉન્ડ પરની અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં ડબલ જજની બેંચમાં બે જજના અલગ અલગ રીવ્યૂ બાદ જસ્ટિસ એ. ઍસ. સુપેહીયાએ હાઈકોર્ટના જસ્ટિસ ઈલેશ વોરાના મતને સમર્થન આપ્યું હતું. તેથી આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન મળી ગયા છે.

Advertisement

2 જજના 2 અલગ અલગ મત

આ સમગ્ર સુનાવણી દરમિયાન આસારામના વકીલે સુપ્રીમ કોર્ટના જાન્યુઆરીના આદેશની જાણ હાઈકોર્ટને કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે તેમની સમક્ષ થયેલી અરજીને ગુણદોષના આધારે મૂલવી નહોતી, પરંતુ તબીબી કારણોસર વચગાળાના જામીન આપવા માટેનો કેસ માન્યો હતો. જેમાં ડબલ જજની બેંચમાં બે જજના અલગ-અલગ રિવ્યુ સામે આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચોઃ  Gujarat પોલીસે જાતીય શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરની ધરપકડ કરી

6 મહિના માટે હંગામી જામીનની કરી હતી અરજી

આસારામે ફરી એક વખત છ મહિના માટે હંગામી જામીનની અરજી કરી હતી. જામીનની દાદ માંગતી અરજી પર હાઈકોર્ટ સમક્ષ દલીલ પ્રતિદલીલ યુક્ત લાંબી સુનાવણી હાથ ધરાઈ હતી. તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઈકોર્ટના જસ્ટિસ ઈલેશ જે. વોરા અને જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની બેન્ચે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો હતો. જો કે 3જા જજ એ. ઍસ. સુપેહીયાએ હાઈકોર્ટના જસ્ટિસ ઈલેશ વોરાના મતને સમર્થન આપ્યું હતું. તેથી આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન મળી ગયા છે.

બળાત્કાર કેસમાં આસારામને આજીવન કેદની સજા

વર્ષ 2013ના બળાત્કાર કેસમાં 2023માં સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈ 2008ના રોજ મોટેરા આશ્રમની પાછળ સાબરમતી નદીના ખુલ્લા તટમાં 10 વર્ષના અભિષેક વાઘેલા અને 11 વર્ષના દીપેશ વાઘેલાના અડધા બળેલા અને વિકૃત થઈ ગયેલા મૃતદેહો મળ્યા હતા. અમદાવાદમાં જ રહેતા વાઘેલા પરિવારના આ પિતરાઈ ભાઈઓને જ આસારામના આશ્રમમાં ચાલતા ગુરુકુળમાં દાખલ કરાયા હતા. આ મામલામાં ભારે ઊહાપોહ પછી ગુજરાત સરકારે બાળકોની હત્યાના મામલાની તપાસ માટે પંચ બેસાડ્યું હતું. દરમિયાન 2012માં ગુજરાત પોલીસે હત્યાના આ કેસમાં આશ્રમના 7 માણસો પર કેસ દાખલ કર્યો હતો. જો કે આ કેસમાં પણ આસારામ અને નારાયણ સાઈને ક્લીનચિટ મળી ગઈ હતી.

આ પણ વાંચોઃ યૌન શોષણ કેસમાં આસારામ બાપુને સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

Tags :
Advertisement

.

×