Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાત્રે મિત્રોએ હાલ પૂછ્યા! વહેલી સવારે વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું

વડોદરાના વાઘોડિયા પાસે આવેલી પારૂલ યુનિવર્સિટીની ( PARUL UNIVERSITY ) હોસ્ટેલના પાંચમા માળેથી કૂદીને BBA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ ઘટના સ્થળ દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ...
રાત્રે મિત્રોએ હાલ પૂછ્યા  વહેલી સવારે વિદ્યાર્થીએ મોતને વ્હાલું કર્યું
Advertisement

વડોદરાના વાઘોડિયા પાસે આવેલી પારૂલ યુનિવર્સિટીની ( PARUL UNIVERSITY ) હોસ્ટેલના પાંચમા માળેથી કૂદીને BBA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ ઘટના સ્થળ દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વિદ્યાર્થી અનિલ પટેલ ગત રાત્રે 3 વાગ્યા સુધી જાગતો હતો અને બેચેન જણાતો હતો, જેથી તેના મિત્રોએ શું ટેન્શન છે, તેમ પૂછ્યું હતું, પરંતુ અનિલ પટેલે કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ તેને મિત્રો સુઇ ગયા હતા અને વહેલી સવારે 4.40 વાગ્યે અનિલ હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદી ગયો હતો અને સ્થળ પર તેનું મોત થયું હતું.

Advertisement

મૂળ રાજસ્થાનનો વિદ્યાર્થી અનિલ કેવલરામ પટેલ (ઉ.19) (રહે. ગોગાજી કા થાન, રોહિયન કલા, જી.જોધપુર રાજસ્થાન) પારૂલ યુનિવર્સિટીમાં ( PARUL UNIVERSITY ) BBA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને છેલ્લા 8 મહિનાથી અટલ ભવન બી હોસ્ટેલમાં રહેતો હતો અને છેલ્લા 2 દિવસથી તે ગુમસુમ રહેતો હતો. તેના મિત્રોએ તેને આ અંગે પૂછતા તેને કંઇ પણ કહ્યું નહોતું.

Advertisement

ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પોસેથી વિદ્યાર્થીના ચપ્પલ મળી આવ્યા હતા. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘટનાની જાણ થતાં અમદાવાદમાં રહેતા અનિલના સગા-સંબંધીઓ દોડી આવ્યા હતા. આ ઉપરાંત અનિલનો માસીનો છોકરો પણ પારૂલ યુનિવર્સિટીમાં ( PARUL UNIVERSITY ) જ અભ્યાસ કરે છે. તે પણ દોડી આવ્યો હતો.

વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ. પી.આર. જાડેજાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તેને કયા કારણોસર આપઘાત કર્યો, તે અંગે તપાસ શરૂ કરી છે.

અહેવાલ : પીન્ટુ પટેલ

આ પણ વાંચો : BARDOLI : પ્રદેશ અધ્યક્ષ C R PATIL એ બુથ પ્રમુખોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન

Tags :
Advertisement

.

×