Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : મોબાઇલમાં કાર્ટૂન બતાવવાના બહાને સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયાના જમાનામાં બળાત્કાર અને શારીરિક અડપલાઓની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે ત્યાં જ અંકલેશ્વરના એક ગામમાં પાડોશી એ જ પાડોશીની 11 વર્ષની સગીરાને મોબાઇલમાં કાર્ટુન બતાવવાના બહાને લઈ જઈ અંધારામાં કપડા ઉતારી...
bharuch   મોબાઇલમાં કાર્ટૂન બતાવવાના બહાને સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ
Advertisement

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયાના જમાનામાં બળાત્કાર અને શારીરિક અડપલાઓની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે ત્યાં જ અંકલેશ્વરના એક ગામમાં પાડોશી એ જ પાડોશીની 11 વર્ષની સગીરાને મોબાઇલમાં કાર્ટુન બતાવવાના બહાને લઈ જઈ અંધારામાં કપડા ઉતારી બળાત્કાર કરવાનો પ્રયાસ કરવા સાથે ગંભીર પ્રકારના શારીરિક અડપલા કરતા નરાધમ સામે બળાત્કારનો પ્રયાસ પોકસો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે

Advertisement

ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વરમાં સીટી પોલીસ મથકે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે દહેજ ખાતે નોકરીએ ગયો હતો અને પરત આવી ઘરે ઊંઘી ગયો હતો અને સાંજના સમયે ઉંઘીને જાગ્યા હતા તે દરમિયાન ફરિયાદીની પત્નીએ જણાવેલું કે રાત્રિના દસેક વાગ્યે મહેંદી મૂકવા ગઈ હતી તે વખતે દીકરી ઘરની બાજુમાં રહેતા પાડોશી પપ્પુસિંગ કમલાસિંગનાઓની ઈકકો ગાડી જે તેના ઘરની સામે પાર્ક કરી હતી તે ગાડીની પાછળથી આપણી દીકરી મળી હતી અને તેની સાથે તેનો ભાઈ પણ હતો.

Advertisement

કાર્ટૂન બતાવવાના બહાને અડપલા

તેને પૂછતા તેણે કહ્યું હતું કે આપણી બાજુમાં રહેતા પપ્પુ અંકલ તેમની ઇકોગાડીમાં મોબાઈલ ફોનમાં જોતા હોય અને ઈકકો ગાડી પાસે જતા ઈકકો ગાડીમાં બેસાડી તેણીને મોબાઇલમાં કાર્ટુન બતાવેલ અને પપ્પુ અંકલે તેમનો મોબાઇલ સગીરાના ભાઈને આપી સગીરાને ઉઠાવી નજીકમાં અંધારામાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ સગીરાના વસ્ત્ર ઉતારી તેની સાથે અડપલા કરવા સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ તપાસ શરૂ

આ વાત જાણ સગીરાના પિતાને થતા તેઓના પગ તળેની જમીન ખસી ગઈ હોવાનો અનુભવ કરવા સાથે તાત્કાલિક ધોરણે સગીરાને લઇ પિતા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક નરાધમ પપ્પુસિંગ સામે બળાત્કારના પ્રયાસ પોકસો અને એટ્રોસિટી ગુનો દાખલ કરી તેની ધરપકડ ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : BHARUCH : હાંસોટ અને અલવા માર્ગ પર અકસ્માત, એક પરિવારના 4 સભ્યો સહિત પાંચના મોત

Tags :
Advertisement

.

×