ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan: 'બનાસ ડેરી' લખેલા ટેન્કરમાં મળ્યો લાખોનો દારૂ, રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ

Patan: પાટણમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ટેન્કર પર ‘બનાસ ડેરી’ લખેલું હોવાનો વીડિયો વાયરલ થયો છે.
04:04 PM Jan 10, 2025 IST | VIMAL PRAJAPATI
Patan: પાટણમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ટેન્કર પર ‘બનાસ ડેરી’ લખેલું હોવાનો વીડિયો વાયરલ થયો છે.
Patan
  1. પાટણ LCBએ દારૂ ભરેલું દૂધનું ટેન્કર પકડતા હડકંપ
  2. 20 લાખની કિંમતનો 350 પેટી દારૂ જપ્ત કરાયો
  3. નગેન્દ્ર ખરાડી, ચતુર રબારી નામના આરોપીને પકડ્યા
  4. ટેન્કર માલિક સહિત ત્રણ બુટલેગર હજુ પણ ફરાર

Patan: ગુજરાતમાં દારૂનો સિલિસલો હજી પણ યથાવત હોવાનું જણાવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પાટણમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ટેન્કર પર ‘બનાસ ડેરી’ લખેલું હોવાનો વીડિયો વાયરલ થયો છે. પાટણ LCBએ દારૂ ભરેલું ‘બનાસ ડેરી’ દૂધનું ટેન્કર પકડતા હડકંપ મચી જવા પામ્યો છે. જેને લઈને અત્યારે પંથકમાં પણ ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Breaking : Uttarayan ને લઈ મોટા સમાચાર, High Court એ સરકારને કર્યો આ આદેશ

રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પોલીસે કર્યો પર્દાફાશ

મળતી વિગતો પ્રમાણે પાટણ LCBએ કુલ 20 લાખની કિંમતનો 350 પેટી દારૂ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પાટણ એલસીબી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે અત્યારે નગેન્દ્ર ખરાડી અને ચતુર રબારી નામના આરોપીને પકડ્યા છે. જો કે, ટેન્કર માલિક સહિત ત્રણ બુટલેગર હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 36 મામલતદારની બદલી, પંચાયત વિભાગ દ્વારા TDOની બદલી

હકીકતમાં દારૂ વિહોણું ગુજરાત ક્યારે બનશે?

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું જણાય છે, કારણ કે છાસવારે ગુજરાતના કોઈને કોઈ જિલ્લામાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. આ ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર છે કે કેમ દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં દારૂ આવી રહ્યો છે. આખરે ક્યારે આ લોકો પર કાર્યવાહી થશે અને ગુજરાત માત્ર કાગળ પર જ નહીં પરંતુ હકીકતમાં પણ દારૂ વિહોણું ગુજરાત બનશે? જો કે, અત્યારે તો પાટણ એલસીબી દ્વારા રૂપિયા 20 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Rajkot : વિજયભગત અને ગીતાબહેન ગરબામાં એકબીજાને ઇશારો કરતા હતા : નરેન્દ્ર સોલંકી

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Banas Dairy TankerGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLakhs Liquor ExposedLatest Gujarati NewsLiquor ExposedPatan LCBPatan LCB PolicePatan PolicePatan Police ActionTop Gujarati News
Next Article