Banaskanatha : અંબાજી ભાદરવી મહામેળાની તડામાર તૈયારીઓ, ટ્રસ્ટ દ્વારા 10 કરોડનો વીમો લેવાયો
- Ambaji Bharvi Melo,
- અંબાજી ભાદરવી મહામેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે
- ભકતોની સુરક્ષા માટે ટ્રસ્ટ દ્વારા 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે
- તંત્ર દ્વારા 28 કરતાં વધુ સમિતિઓ બનાવવામાં આવી
- ભક્તોને રહેવા માટે આધુનિક જર્મન ડોમ પણ બનાવાયા
Banaskanatha : અંબાજી ભાદરવી મહામેળા (Ambaji Bharvi Melo) ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભકતોની સુરક્ષા માટે ટ્રસ્ટ દ્વારા 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ભકતોની સુવિધા અને સલામતિ જાળવવા માટે 28 કરતાં વધુ સમિતિઓ બનાવવામાં આવી છે. ભક્તોને રહેવા માટે આધુનિક જર્મન ડોમ પણ બનાવાયા છે. આ વખતે ભાદરવી મેળામાં 3 અને 4 સપ્ટેમ્બરે ડ્રોન શો યોજવામાં આવશે. જેમાં 400 કરતા વધુ ડ્રોન અવનવા કરતબથી ભકતોનું મનોરંજન કરશે.
Ambaji Bharvi Melo સફળ બનાવવા કવાયત
વિશ્વનો સૌથી મોટો પદયાત્રીઓનો મહાકુંભ એટલે અંબાજી ભાદરવી મહામેળો (Ambaji Bharvi Melo). તાલુકા અને જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આ મેળા સંદર્ભે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ મેળાને સફળ અને આકર્ષક બનાવવા માટે શક્તિપીઠ અંબાજીના તમામ માર્ગો રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. મંદિર સંકુલને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક પટેલે જણાવ્યું કે, અંબાજી આવતા માઈ ભક્તોની સુરક્ષા માટે પણ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 10 કરોડ રૂપિયાનો વીમો પણ લેવામાં આવ્યો છે. અગાઉ આ વીમો અંબાજી મંદિરથી 20 કિમી સુધી લેવામાં આવતો હતો જે હવે સમગ્ર ગુજરાતની હદ સુધી લેવામાં આવ્યો છે.
Ambaji Bharvi Melo Gujarat First-30-08-2025-
આધુનિક જર્મન ડોમ બનાવાયા
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ આ વખતે માઈ ભક્તોને રહેવા માટે આધુનિક જર્મન ડોમ પણ બનાવવામાં આવ્યા છે. હડાદ માર્ગ પર અને દાંતા માર્ગ પર આધુનિક જર્મન ડોમ બાંધવામાં આવ્યા છે. આ ડોમ અલગ અલગ સુવિધાઓથી સજ્જ છે. જ્યાં માઈ ભક્તોને ટોકન લીધા બાદ ડબલ લેયરમાં રોકાવામાં ,મોબાઈલ ચાર્જીંગ, પીવાનું પાણી, મેડિકલ સુવિધાઓ સહિતની સુવિધાઓ મળશે.
આ પણ વાંચોઃ Junagadh નાં રાજકારણમાં ખળભળાટ! પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારો AAP માં જોડાયા
ભવ્ય ડ્રોન શોનું આયોજન કરાયું
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ મહામેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા 28 કરતાં વધુ સમિતિઓ બનાવવામાં આવી છે. જ્યારે પોલીસ તંત્ર દ્વારા 5,000 કરતાં વધુ પોલીસ, જીઆરડી, હોમગાર્ડ સાથે સીસીટીવી સાથે માઈ ભક્તોની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીહિર પટેલે જણાવ્યું કે, અંબાજી શક્તિપીઠ ખાતે 3 અને 4 સપ્ટેમ્બરના રોજ 400 કરતાં વધુ ડ્રોન દ્વારા ડ્રોન શો યોજવામાં આવશે. ત્રિશુલિયાઘાટી, રાણપુર ઘાટી ખાતે પણ પહાડ આસપાસ ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે.
Ambaji Bharvi Melo Gujarat First-30-08-2025--
દર્શનના સમયમાં ફેરફાર
મેળાના દિવસો દરમિયાન મંદિરમાં દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. ભાદરવી પૂનમના રોજ ચંદ્રગ્રહણ હોવાથી તે દિવસે મંદિરનો દર્શન સમય પણ ફેરફાર કરાયો છે. ચંદ્રગ્રહણ સિવાયના દિવસોમાં મંદિરનું સમય પત્રક કંઈક આ પ્રમાણેનું રહેશે. સવારે આરતી 06.00 થી 06.30, સવારે દર્શન 06.30 થી 11.30, બપોરે દર્શન 12.30 થી સાંજે 05.00, સાંજે આરતી 07.00 થી 07.30, રાત્રે દર્શન 07.30 થી મોડી રાત્રે 12.00 કલાક સુધી કરી શકાશે. આ વર્ષે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પૂનમના દિવસે બપોરે 12.30 કલાકે માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ મંદિરના પટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. બપોરે 12.30 વાગ્યા પછી મંદિરના શિખર પર ધ્વજા પણ ચઢાવી શકાશે નહીં.
આ પણ વાંચોઃ Gujarat Rain : અમદાવાદ સહિત ગુજરાતના આ જિલ્લામાં થઈ મેઘ મહેર
અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત...


