Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : CM ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે, સાંસદ ગેનીબેન ઠાકોરે કરી આ માગ

આ પહેલા સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી રાહત પેકેજની માંગ કરી હતી.
banaskantha   cm ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે  સાંસદ ગેનીબેન ઠાકોરે કરી આ માગ
Advertisement
  1. Banaskantha ના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ
  2. CM એ થરાદનાં પૂરગ્રસ્ત નાગલા ખાનપુર ગામની મુલાકાત લીધી
  3. સાંસદ ગેનીબેને ઠાકોરે પણ બનાસકાંઠામાં CM સાથે મુલાકાત કરી
  4. રૂ. 1,000 કરોડનું રાહત પેકેજ આપવા ગેનીબેને મુખ્યમંત્રી માંગ કરી

Banaskantha : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે છે. દરમિયાન, તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. સુઈગામ તાલુકાના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારો અને થરાદનું નાગલા ખાનપુર ગામ જે વરસાદી પાણીમાં ગરકાવ થયું છે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અને તમામ સ્થિતિનો તાગ મેળવ્યો. તેમની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Choudhary), કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત (Balvantsinh Rajput) સહિત અન્ય નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પહેલા સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી રાહત પેકેજની માંગ કરી હતી.

આ પણ વાંચો - Devayat Khavad : ડાયરા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો, 7 દિવસના રિમાન્ડ મંજૂર

Advertisement

Advertisement

CM એ Banaskantha નાં પૂરગ્રસ્ત નાગલા ખાનપુર ગામની મુલાકાત લીધી

રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં (Banaskantha) હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોટાભાગનાં તાલુકાઓ પૂરગ્રસ્ત થતાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદથી સુઈગામ તાલુકાના અનેક ગ્રામ વિસ્તારો અને થરાદનું નાગલા ખાનપુર ગામ પૂરથી સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે. આથી, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતાઓ અને અધિકારીઓ સાથે નાગલા ખાનપુર ગામ પહોંચ્યા હતા અને પૂરગ્રસ્ત ગામની સ્થિતિની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ ગ્રામજનોને તમામ જરૂરી મદદની ખાતરી પણ આપી છે. મુખ્યમંત્રીની સાથે શંકર ચૌધરી (Shankar Choudhary), કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત (Balvantsinh Rajput) સહિત અન્ય નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Ahmedbad : બોપલમાં ગટરની સફાઈ કરતા 2 શ્રમિકનાં મોત મામલે મોટી કાર્યવાહી!

સાંસદ ગેનીબેને ઠાકોરે CM સાથે મુલાકાત કરી, 1,000 કરોડનું રાહત પેકેજની માગ કરી

જણાવી દઈએ કે આ પહેલા સાંસદ ગેનીબેને (Geniben Thakor) બનાસકાંઠા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી અને પૂરગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજની માગ કરી હતી. માહિતી અનુસાર, 1,000 કરોડનું રાહત પેકેજ આપવા ગેનીબેને મુખ્યમંત્રીને માગ કરી છે. જે હેઠળ પૂરગ્રસ્ત વિસ્તારોને હેક્ટર દીઠ 50 હજાર સહાય આપવા માગ કરાઈ છે. આ સાથે વિકટ પરિસ્થિતિમાં ટીકા-ટિપ્પણીથી દૂર રહી મદદ કરવા સાંસદે નેતાઓ, અગ્રણીઓ અને લોકોને અપીલ કરી છે. ખેતર માલિકો સાથે ભાગીયાઓને પણ નુકસાનીનું વળતર મળે તેવી વ્યવસ્થા કરવા સાંસદ દ્વારા માગ કરાઈ છે.

આ પણ વાંચો - Surat : નેપાળમાં ફસાયેલા નાગરિકો અને હેલ્મેટ કાયદા અંગે સાંસદ મુકેશ દલાલની પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×