ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha: ડીસા તાલુકાના ખેડૂતોને મળ્યું મા નર્મદાનું પાણી, જગતના તાતને હવે લીલાલહેર

Banaskantha: વર્ષોથી બનાસકાંઠાના ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા તે નર્મદાના પાણી આવી ગયાં છે. નર્મદાનું પાણી આવતા હવે ખેડૂતોને ખુબ જ ફાયદો થવાનો છે.
08:28 PM Dec 08, 2024 IST | VIMAL PRAJAPATI
Banaskantha: વર્ષોથી બનાસકાંઠાના ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા તે નર્મદાના પાણી આવી ગયાં છે. નર્મદાનું પાણી આવતા હવે ખેડૂતોને ખુબ જ ફાયદો થવાનો છે.
Banaskantha
  1. ડીસા તાલુકાના ગામડાઓના ખેડૂતોને મળ્યું નર્મદાનું પાણી
  2. સીપુથી કનેક્ટ કેનાલમાં થરાદથી પાઇપ લાઈન દ્વારા પાણી પહોંચાડાયું
  3. નર્મદાના આ પાણીથી હવે હજારો ખેડૂતો કરી શકશે ખેતી
  4. નર્મદાનું પાણી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી

Banaskantha: બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતો માટે ખુબ જ ખુશીના સમાચાર છે. વર્ષોથી બનાસકાંઠાના ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા તે નર્મદાના પાણી આવી ગયાં છે. નર્મદાનું પાણી આવતા હવે ખેડૂતોને ખુબ જ ફાયદો થવાનો છે. ડીસા તાલુકાના ઘણા ગામડાઓના ખેડૂતો માટે એક ખુશીની ખબર આવી છે, ડીસા તાલુકાના ગામડાંઓના ખેડૂતોને નર્મદાનું પાણી મળ્યું છે. આ પાણી સીપુથી કનેક્ટ કેનાલના થરાદ સુધી પાઇપ લાઇન દ્વારા પહોંચાડવામાં આવ્યું છે, જે હવે ગામના ખેડુતોને ખેતી માટે જરૂરી પાણી પૂરો પાડશે.

આ પણ વાંચો: Gondal ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાંકેસર કેરીનું આગમન; 5 કિલોના 12 બોક્સની આવક, જાણો કેટલો છે ભાવ

નર્મદાના આ પાણીથી હવે હજારો ખેડૂતો કરી શકશે ખેતી

નોંધનીય છે કે, નર્મદા જળ આ પ્રોજેક્ટના અમલ સાથે હવે હજારો ખેડુતો ખેતી માટે પાણી મેળવી શકશે. આથી તેમનો હેતુ પાકને વધુ ઉત્પાદક અને સારી ગુણવત્તાવાળા બનાવવાનો છે. નર્મદાના પાણીના લીધે આ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે વધારો થશે, અને ખેડૂતોને સુધારેલી આર્થિક સ્થિતિની આશા છે. મહત્વનું છે કે, વર્ષોથી ખેડૂતો નર્મદાના પાણીની રાહ જોઈ રહ્યાં હતાં. જેથી આજે તેમનું એ સ્વપ્ન સાકાર થયું અને ડીસાના ખેડૂતોને મા નર્મદાનું પાણી મળ્યું છે.

આ પણ વાંચો: Natural Farming: ખેડૂતો માટે પ્રેરણારૂપ છે આ દંપતી, ડોલરની નોકરી છોડી કરી રહ્યાં છે સરગવાની પ્રાકૃતિક ખેતી

ડીસાના ખેડૂતોને મળ્યું મા નર્મદાનું પાણી

આ યોજના માટે જિલ્લામાંના ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ નર્મદાના નીરના માટે પ્રશંસા વ્યકત કરી છે. ડીસાના સમગ્ર ખેડૂતોમાં પણ અત્યારે આનંદની લહેર છે. હવે તેઓ ખેતીમાં વધુ શ્રમ અને સમય આપીને વધુ ફળદાયી પરિણામો મેળવવા માટે સજ્જ છે.નર્મદાના આ પાણીથી હવે હજારો ખેડૂતો ખેતી કરી શકશે અને સારામાં સારૂ ઉત્પાદન મેળવી શકવાના છે.

આ પણ વાંચો: Surendranagar: સગી જનેતા સહિત 12 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તાંત્રિક નવલસિંહનું પોલીસ કસ્ટડીમાં મોત

Tags :
BanaskanthaBanaskantha FarmerBanaskantha NewsDeesa FarmerDeesa Newsdeesa taluka FarmersFarmetGujarat farmerGujarati NewsLatest Gujarati NewsNarmadanarmada river waterNarmada river water In DeesaNarmada river water NewsNarmada waterNarmada water in BanaskanthaNarmada water in Deesa
Next Article