Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : ડીસામાં સ્થાનિક સુવિધાઓના અભાવે હાલાકી

ડીસા શહેરના જોખમ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સુવિધાઓનો અભાવ હોવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોખમ નગર વિસ્તારમાં રસ્તા અને ગટરના પાણી મુદ્દે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કામ ન કરવામાં આવ્યું નથી.
banaskantha   ડીસામાં સ્થાનિક સુવિધાઓના અભાવે હાલાકી
Advertisement
  • ડીસા શહેરના જોખમ નગર વિસ્તારની હાલત દયનીય
  • ખરાબ રસ્તાઓ અને ગંદા પાણીથી પરેશાન લોકો
  • ડીસા શહેરમાં તંત્ર નિષ્ક્રીય, મહિલાઓએ દેખાવ કરીને પાઇપલાઇન તોડી
  • ડીસા નગરપાલિકા સામે લોકોનો આક્રોશ, તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ

Banaskantha : ડીસા શહેર (Deesa City) ના જોખમ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સુવિધાઓનો અભાવ હોવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોખમ નગર વિસ્તારમાં રસ્તા અને ગટરના પાણી મુદ્દે ડીસા નગરપાલિકા (Deesa Municipality) માં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કામ ન કરવામાં આવ્યું નથી. આ કારણોસર આજે મહિલાઓ જોખમ નગર વિસ્તારમાં ભેગા થયા અને હંગામો કર્યો હતો. આ હંગામાં બાદ પાલિકા ચીફ ઓફિસર સહિત પાલિકાનો સ્ટાફ જોખમ નગર વિસ્તારમાં પહોંચ્યો હતો. અને નવા રસ્તા અને પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Advertisement

ડીસા શહેરના ઘણા વિસ્તારોની હાલત દયનીય

શહેરની સ્વચ્છતા અને સુખાકારી માટે સરકાર દ્વારા નગરપાલિકાઓમાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આજે પણ ડીસા શહેર (Deesa City) માં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં વર્ષોથી ખરાબ રસ્તાઓ પાણીના નિકાલ માટે ગટરની કોઈ જ વ્યવસ્થા નથી. જેના કારણે વર્ષોથી શહેરી વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ડીસા શહેરના જોખમ નગર વિસ્તારમાં પણ ખરાબ રસ્તા અને પાણીના નિકાલ માટે ગટરની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે આખો વિસ્તાર ગંદા પાણીથી ઉભરાઈ ગયો છે, જેના કારણે મચ્છરોનો ઉદ્દવ થાય છે અને લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. બીજી તરફ ખરાબ રસ્તાઓ હોવાના કારણે આ વિસ્તારના લોકો વારંવાર નાના મોટા અકસ્માતોનો સામનો કરી રહ્યા છે. અહીંથી મહિલાઓની ડિલેવરી તેમજ બાળકોને શાળાએ જવા માટે પણ ખરાબ રસ્તા હોવાના કારણે ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.

Advertisement

ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી

આ બાબતે જોખમ નગર વિસ્તારના લોકોએ સારો રસ્તો અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે તે માટે ડીસા નગરપાલિકા (Deesa Municipality) માં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી ડીસા નગરપાલિકા દ્વારા વિસ્તારના લોકોની કોઈ સુવિધા પૂરી ન પાડવામાં આવતા આજે આ વિસ્તારની મહિલાઓએ જોખમ નગર વિસ્તારમાં હંગામો કર્યો હતો અને બાજુની સોસાયટીમાંથી આવતી પાણીની પાઇપલાઇન તોડી નાખી અને નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારના લોકોને સારા રસ્તાઓ અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.

ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર પહોંચ્યા જોખમ નગર વિસ્તારમાં

ડીસા શહેરના જોખમ નગર વિસ્તારમાં મહિલાઓ દ્વારા હંગામો કરતા ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ નગરપાલિકાની ટીમ સાથે જોખમ નગર વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં જઈ આ વિસ્તારના લોકોને સુવિધાઓ પૂરી પાડવા માટેની બાંહેધરી આપી હતી. અને આ વિસ્તારના લોકોને સારા રસ્તા અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા થાય તે માટે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા ટીમ દ્વારા સોસાયટીમાં સર્વે કરાયો હતો.

આ પણ વાંચો :  Surat : રાજ્યની વધુ એક કોલેજમાં ધુણ્યું રેગિંગનું ભૂત!

Tags :
Advertisement

.

×