Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha Division : દિયોદરમાં આજે 5 તાલુકાનાં લોકોની જનસભા, BJP-કોંગ્રેસનાં આગેવાનો પણ જોડાશે!

કોંગ્રેસ અને ભાજપનાં કેટલાક આગેવાનો, ખેડૂતો અને વેપારીઓ સહિત લોકો ભેગા થશે અને જનસભાનું આયોજન કરશે.
banaskantha division   દિયોદરમાં આજે 5 તાલુકાનાં લોકોની જનસભા  bjp કોંગ્રેસનાં આગેવાનો પણ જોડાશે
Advertisement
  1. Banaskantha Division મુદ્દે વિરોધ ઊગ્ર થયો!
  2. દિયોદરમાં આજે 5 તાલુકાનાં લોકોની સંયુક્ત જનસભા
  3. ઓગડ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે વિશાળ સભા
  4. તમામ રાજકીય, ધાર્મિક, સામાજિક, વેપારી સંગઠન જોડાશે

બનાસકાંઠા જિલ્લાનાં વિભાજનને (Banaskantha Division) લઇને વિરોધ હવે ચરણ સીમાએ પહોંચ્યો છે. આજે દિયોદરમાં કોંગ્રેસ (Congress) અને ભાજપનાં કેટલાક આગેવાનો, ખેડૂતો, વેપારીઓ સહિત લોકો દ્વારા સંયુક્ત જનસભાનું આયોજન કરાયું છે. કાંકરેજ દિયોદર અને ધાનેરાને (Dhanera) બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે એવી માગ સાથે વિશાળ સભા યોજાશે.

આ પણ વાંચો - AMC ઓફિસ બહાર કોંગ્રેસ કર્યો નકલી નોટો વરસાદ, ભરતીમાં થયેલા કોંભાંડ મામલે તપાસ કરવા માંગ

Advertisement

આજે દિયોદરમાં વિશાળ જનસભા

બનાસકાંઠા જિલ્લાનાં વિભાજનનાં (Banaskantha Division) સરકારનાં નિર્ણય સામે જિલ્લામાં ઠેર ઠેર વિરોધનો સૂર રેલાયો છે. જો કે, સતત વધી રહેલો આ વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સરકાર દ્વારા આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કે આશ્વાસન ન મળતા કાંકરેજ (Kankrej), દિયોદર અને ધાનેરામાં લોકોનો રોષ વધ્યો છે. માહિતી અનુસાર, આજે દિયોદરમાં કાંકરેજ, દિયોદર અને ધાનેરાનાં કોંગ્રેસ અને ભાજપનાં (BJP) કેટલાક આગેવાનો, ખેડૂતો અને વેપારીઓ સહિત લોકો ભેગા થશે અને જનસભાનું આયોજન કરશે.

Advertisement

આ પણ વાંચો - Weather Report : એકવાર ફરી ઠંડી મચાવશે કહેર! ચિંતા વધારે એવી હવામાન વિભાગે કરી આગાહી

દિયોદરમાં આઝાદ ચોક ખાતે ભેગા થઈ સભા યોજાશે

દિયોદરમાં આજે 5 તાલુકાના લોકોની સંયુક્ત જનસભા યોજાશે. ઓગડ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે વિશાળ સભા થશે. આ સભામાં કાંકરેજ, દિયોદર અને ધાનેરા તાલુકાનાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. ઉપરાંત, ભાભર અને ભીલડી વિસ્તારનાં લોકો પણ આ સભામાં જોડાશે. દિયોદરમાં આઝાદ ચોક ખાતે ભેગા થઈ અને સભા કરશે. ત્યારબાદ રિવ્યૂ સ્વરૂપે નાયબ કલેકટરને આયોજનપત્ર આપી રજૂઆત કરશે. જણાવી દઈએ કે, અગાઉ કાંકરેજ અને ધાનેરામાં લોકોએ વિરોધ કરીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. ભૌગોલિક દ્રષ્ટિએ વાવ થરાદ (Vav Tharad) કરતા બનાસકાંઠા સરળ પડે તેથી તેમાં સમાવેશ કરવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો - Jamnagar: રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે નોંધાયો ગુનો, એસપીએ કહ્યું - સાંસદની ધરપકડ કરાશે

Tags :
Advertisement

.

×