Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : ઘીનાં ભેળસેળીયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ગત ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યમાં અલગ-અલગ 10 જગ્યાએ રેડ કરી 28 નમૂના લેવામાં આવ્યા હતા.
banaskantha   ઘીનાં ભેળસેળીયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
Advertisement
  1. Banaskantha જિલ્લાના ચંડીસરમાં આવેલી મે. શ્રી સેલ્સ સામે તવાઈ!
  2. દરોડામાં ઘીનાં બે નમૂના લઈ ચકાસણીમાં અર્થે લેબોરેટરીમાં મોકલાયા
  3. આશરે 5.5 ટન જથ્થો કે જેની કિંમત આશરે રૂ. 35 લાખથી વધુ થાય જપ્ત કરાયો
  4. કમિશનર ડો. એચ. જી. કોશિયાએ આ કાર્યવાહી અંગે માહિતી આપી

Banaskantha : રાજ્ય ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. કોશિયાનાં (Dr. H. G. Koshia) જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે. વધુમાં કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ગત ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યમાં અલગ-અલગ 10 જગ્યાએ રેડ કરી 28 નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂના પૈકી અંદાજિત 46 ટન જેટલો શંકાસ્પદ ખાદ્યપદાર્થ કે જેની કિંમત આશરે રૂ. 1.8 કરોડ થાય છે તે જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Pavagadh Ropeway : ગુડ્ઝ રોપવે તૂટ્યો, 6 લોકોએ જિંદગી ગુમાવી, જવાબદાર કોણ?

Advertisement

Advertisement

આશરે 3.5 લાખની કિંમતનો 650 કિલોનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો

વધુમાં ડો. એચ. જી. કોશિયાએ ઉમેર્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા વર્તુળ કચેરી (Banaskantha Circle Office) દ્વારા જૂન- 2025 દરમિયાન ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની પેઢી ખાતેથી ભેળસેળયુક્ત ઘીની રેડ કરી આશરે 3.5 લાખથી વધુની કિંમતનો 650 કિલોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and Drug Regulatory Authority) મુખ્ય મથક દ્વારા ઉક્ત વેપારી પર ચાંપતી નજર રાખવામાં આવતા આજ વેપારી દ્વારા ઘી બનાવી લાઇસન્‍સ વગરનાં મુ. ચંડીસર જી.આઇ.ડી.સી (Chandisar GIDC) એરીયાનાં પ્લોટ નં. 101 માં આવેલ ખાનગી જગ્યાનાં ગોડાઉન પર 5 સપ્ટેમ્બર 2025 ના રોજ વહેલી સવારે આકસ્મિક રેડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં 5 મજૂરોના મોતના મામલામાં Ajanta Energy સામે ગુનો નોંધાયો

Banaskantha માં તંત્રની કાર્યવાહી બાદ ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ!

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પર જવાબદાર ભાવેશ અશોકભાઇ ચોખાવાલાને સંપર્ક કરતાં તેઓ પોતે ઉક્ત સ્થળ પર હાજર થયા હતા. ત્યારબાદ તંત્રનાં અધિકારીઓએ ગોડાઉનની તપાસ કરતાં “ગુમર બ્રાન્ડ” (Gumar Brand) ઘીના 15 કિ.લોનાં 124 ટીન અને લેબલ વગરના ધીનાં 15 કિલો પેક ટીનનો 232 નંગનો શંકાસ્પદ જથ્થો હાજર સ્થિતીમાં જોવા મળ્યો હતો, જેમાં ભેળસેળની પ્રબળ શંકાનાં આધારે ઘીનાં કુલ 2 નમૂના ચકાસણી અર્થે લઈ બાકીનો આશરે 5.5 ટનનો જથ્થો સીઝ કર્યો, જેની અંદાજિત કિમત રૂ. 35 લાખ કરતાં વધારે થાય છે. ત્યારબાદ ઉત્પાદક પેઢી શ્રી સેલ્સની (Banaskantha) તપાસ કરતાં ત્યાં ઘી કે અન્ય કોઈ રો-મટીરિયલ્સનો કોઈ જથ્થો મળ્યો નહોતો. વધુમાં ઉત્પાદક સ્થળે પામ ઓઇલનાં ખાલી બોક્સનો જથ્થો હાજર જોવા મળ્યો હતો. આથી, ઉક્ત ઘીમાં પામ ઓઇલની ભેળસેળકર્યા હોવાની પ્રબળ આશંકાનાં આધારે ઉક્ત નિયમોનુસારની કાર્યવાહી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે તેમ ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં અધિકારીઓનાં દરોડાથી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તેમ કમિશનર ડો. એચ. જી. કોશિયાએ વધુમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચો - Pavagadh : માલ સામાન લઈ જનારી ગુડ્સ રોપ વેનો તાર તૂટ્યો, 6 નાં મોત

Tags :
Advertisement

.

×