Banaskantha: ત્રિશુલિયા ઘાટ પર થયેલા અકસ્માતમાં નવો વળાંક, ‘ડ્રાઈવર રીલ બનાવતો હતો’ - ઘાયલ મુસાફરો
- અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર અકસ્માતમાં નવું કારણ સામે આવ્યું
- વીડિઓના ચક્કરમાં ડ્રાઈવરે ઘાટી પર 4 બમ્પ કુદાવ્યાઃ મુસાફર
- અમે ના પાડી હતી કે વીડિયો મત બનાવો પણ ડ્રાઈવર ના માન્યો
Banaskantha: બનાસકાંઠાના અંબાજી જવાના રસ્તા પર એક મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર મુસાફરોનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે વધારે વિગતે વાત કરવામાં આવે તો, અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર અકસ્માત થયો છે. આ ટ્રાવેલમાં કુલ 52 મુસાફરો હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી ચાર મુસાફરોનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. જો કે, અત્યારે આ ઘટનામાં મોટી વિગત એ સામે આવી છે કે, આ અકસ્માત ડ્રાઈવરની બેદરકારીને લીઘે થયો છે.
બનાસકાંઠામાં લક્ઝરી બસના અકસ્માતને લઇ મોટો ખુલાસો
ડ્રાઇવર રીલ બનાવતો હતો અને અકસ્માત થયો હોવાનો ખુલાસો
ઇજાગ્રસ્ત મુસાફરોએ અકસ્માતને લઇ કર્યો ઘટસ્ફોટ
ડ્રાઇવર ચાલુ બસમાં રીલ બનાવતો હોવાનો ખુલાસો#Gujarat #Banaskantha #Reel #LuxuryBus #Accident #GujaratFirst pic.twitter.com/wgqSnELNbC— Gujarat First (@GujaratFirst) October 7, 2024
અકસ્માતમાં ઘાયલ મુસાફરો સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યાં તે લોકોએ જણાવ્યું કે, ડ્રાઇવર બસ ચલાવતી વખતે રીલ બનાવતો હતો. વારંવાર કહેવા જવા છતાં પણ ડ્રાઈવરે કોઈની વાતને સાંભળી નહીં અને આખરે બસનો અકસ્માત થયો, જેમાં ચાર નિર્દોષ મુસાફરોનું મોત થયું છે. નોંધનીય છે કે, લક્ઝરી બસના ડ્રાઇવરનું થયું મોત અન્ય એક ડ્રાઇવર સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ એસપી અને કલેક્ટરે ત્રિશુળીયા ઘાટ દાતાર રેફરલ અને પાલનપુર સિવિલમાં દર્દીઓની સંભાળ લેવા માટે પહોંચ્યા હતા.
આ પણ વાંચો: ત્રિશુલિયા ઘાટી પર શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગોઝારો અકસ્માત, 4 નાં સ્થળ પર મોત
મહત્વની વાત છે કે, આખરે અકસ્માત થવાનું કારણ શું હતું? તે મામલે અત્યારે એફએસએલ, પોલીસ અને ટેકનિકલની ટીમ કામ કરી રહી છે. જોકે, મુસાફરોનું કહેવું છે કે, ડ્રાઈવર રીલ બનાવતો હતો તેના કારણે આ અકસ્માત સર્જાયો છે. મળતી જાણકારી પ્રમાણે કઠલાલના ભક્તો મા અંબાની દર્શન કરીને પોતાના ઘરે જતા હતા ત્યારે અક્સ્માતનો ભોગ બન્યા હતાં.
આ પણ વાંચો: 200 વર્ષથી રાજસ્થાનમાં યોજાતી એક અનોખી Ramlila
પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન કરીને ખેડા (Kheda) જિલ્લાનાં કઠલાલનાં માઈભક્તો લક્ઝરી બસમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે અંબાજીથી દાંતા (Danta) વચ્ચે આવેલ ત્રિશુલિયા ઘાટી પર હનુમાનજી મંદિર પાસે માઈભક્તોની બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર 4 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે 25 થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી.
આ પણ વાંચો: Surat : ઓનલાઇન ગેમે વધુ એકનો ભોગ લીધો! 17 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલનાં ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ


