ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : હવામાન વિભાગે ખેડૂત સમિતિઓ અને જગતનાં તાતને કરી આ ખાસ અપીલ

બનાસકાંઠા જિલ્લામાં 26 થી 28 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ પડે તેવી આગાહી છે...
05:54 PM Dec 23, 2024 IST | Vipul Sen
બનાસકાંઠા જિલ્લામાં 26 થી 28 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ પડે તેવી આગાહી છે...
  1. Banaskantha જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
  2. હવામાન વિભાગે ખેડૂતોને તકેદારી રાખવા કરી અપીલ
  3. અનાજ બગડે નહીં તે માટે તકેદારીનાં ભાગરૂપે પગલાં લેવા કરી અપીલ

રાજ્યમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં બનાસકાંઠા જિલ્લામાં (Banaskantha) 26 થી 28 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે વિભાગે ખેડૂતોને સાવચેતીની પગલાં લેવા બાબતે સૂચન કર્યું છે.

આ પણ વાંચો - Kutch માં શિક્ષણ અને શિક્ષકની સ્થિતિ ચોંકાવનારી! ગેનીબેન ઠાકોરે લખ્યો પત્ર, CM ભૂપેન્દ્ર પટેલની બેઠક

કમોસમી વરસાદમાં સાવચેતીનાં પગલા લેવા બાબત અપીલ

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લામાં આગામી 26 થી 28 ડિસેમ્બર, 2024 દરમિયાન કમોસમી વરસાદ પડવાની આગાહી છે, જેના અનુસંધાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવતા અનાજ તેમ જ ખુલ્લામાં રાખવામાં આવતી અનાજની બોરીઓ વરસાદી પાણીમાં પલળી ન જાય અને અનાજ બગડી ન જાય તે માટે સાવચેતીનાં ભાગરૂપે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Agricultural Produce Market Committees), સબ સેન્ટર્સમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવા સૂચન કરાયું છે.

આ પણ વાંચો - Surat: ખાનગી શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના વાલીઓ અને સંચાલકો આમને સામને

'ખુલ્લા અનાજને પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું'

આ સાથે જિલ્લાનાં ખેડૂતોને પાકનાં રક્ષણ માટે કેટલાક તકેદારીનાં પગલાં લેવાનું પણ કહેવાયું છે. વિભાગે સલાહ આપતા જણાવ્યું કે, ખુલ્લા અનાજને પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાંની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાંની નીચે જતું અટકાવવું જોઈએ. ઉપરાંત, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવોની પણ અપીલ કરાઈ છે. ખાતર અને બિયારણનાં વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા સહિતની તકેદારીઓની બનાસકાંઠા ડિઝાસ્ટર (Banaskantha Disaster) મામલતદાર દ્વારા પણ અપીલ કરાઈ છે.

આ પણ વાંચો - Gujarat: રેઈનકોટ પહેરવો કે સ્વેટર? વાતાવરણમાં પલટાની સાથે માવઠાની આગાહી થતા લોકો મૂંઝવણમાં

Tags :
Agricultural Produce Market CommitteesBanaskanthaBanaskantha Disaster MamlatdarBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMeteorological DepartmentNews In Gujaratiunseasonal rains
Next Article