Banaskantha : પાલનપુરમાં યુવતીએ જીવનલીલા સંકેલી, વીડિયો વાયરલ કરી કોની માંગી માફી?
- મૃતકના મોબાઈલમાંથી કોલ અને વીડિયો રેકોર્ડિંગ મળ્યા
- યુવક સાથેના કોલ અને વીડિયો રેકોર્ડિગ મળતા ફરિયાદ
- પરિવારજનોએ અજાણ્યા યુવક વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
Banaskantha : લોકોમાં અત્યારે સહનશક્તિનો અભાવ હોવા મળી રહ્યો છે. નાની-નાની વાતોમાં પણ ખોટું લગાડીને પોતાની જિંદગી સાથે રમી લેતા હોય છે. બનાસકાંઠામાં પણ આવી જ એક ઘટના બની છે. બનાસકાંઠાના પાલનપુરમાં એક યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આપઘાત પહેલા એક વીડિયો વાયરલ કરીને યુવતીએ માફી માંગી હતી. જેથી અત્યારે પોલીસ પણ દોડતી થઈ છે.
આ પણ વાંચો: Weather Alert: કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી, અમદાવાદમાં નોધાંયુ 13.5 ડિગ્રી તાપમાન
યુવક સાથેના કોલ અને વીડિયો રેકોર્ડિગ મળતા ફરિયાદ નોંધાઈ
નોંધનીય છે કે, મૃતક યુવતીના મોબાઈલમાંથી કોલ અને વીડિયો રેકોર્ડિંગ મળ્યાં છે.જેના આધારે અત્યારે તપાસ ચાલી રહીં છે. યુવતીના ફોનમાંથી કોઈ યુવક સાથેના કોલ અને વીડિયો રેકોર્ડિગ મળતા ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો પ્રમાણે પરિવારજનોએ કોઈ અજાણ્યા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલાને ગંભીરતાથી લેતા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધીને તપાસ હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: Porbandar: ‘હે રામ’ના નામ સાથે નીકળી પાણીની અંતિમયાત્રા, કારણ જાણી તમે પણ ચોંકી જશો
આખરે શા માટે યુવતીને આત્મહત્યા કરવી પડી?
જો કે, હજુ સુધી એ સામે નથી આવ્યું કે, આ યુવતીએ કોને ફોન કર્યો હતો? સામે વાત કરતો યુવક કોણ છે? આખરે શા માટે યુવતીને આત્મહત્યા કરવી પડી? આમ પોલીસે તમામ દિશાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવાની રહેશે. નાની ઉંમરમાં આવું આત્મધાતી પડલું ભરવું જરા પણ યોગ્ય નથી. દરેક વાતનો અને દરેક સમસ્યાનો ઉકેલ હોય છે પરંતુ તેના માટે તમારી સમસ્ય કોઈને કહેવી પડે. જેના માટે અનેક સંસ્થાઓ કામ પણ કરી રહીં છે. જો કે, અત્યારે તો યુવતીએ આત્મહત્યા કરી લીધી છે તો પરિવારે કોઈ અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલના આરોપી રાજશ્રી કોઠારીના 10 દિવસ સુધી રિમાન્ડ મંજૂર કર્યા