Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : દાંતામાં ST બસને નડ્યો અકસ્માત, અચાનક ગરમ થઈ, ઝાડી ઝાંખરામાં પલટી મારી!

બસમાં સવાર 40-45 મુસાફરો પૈકીનાં 10-12 મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
banaskantha   દાંતામાં st બસને નડ્યો અકસ્માત  અચાનક ગરમ થઈ  ઝાડી ઝાંખરામાં પલટી મારી
Advertisement
  1. Banaskantha નાં દાંતા તાલુકામાં ST બસને અકસ્માત નડ્યો
  2. કુંવારસી નજીક ઘાટીમાં બસ ગરમ થઈને બંધ થઈ રોડ નીચે ઉતરી
  3. 10-12 મુસાફરો ઇજાગ્રસ્ત થયા, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
  4. હડાદ પોલીસ, અંબાજી ડેપો મેનેજર અને દાંતા મામલતદાર તા. વિકાસ અધિકારી પહોંચ્યા

Banaskantha : બનાસકાંઠાનાં દાંતા તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કુંવારસી નજીક આવેલ ઘાટીમાં એસટી બસ અચાનક ગરમ થઈને બંધ થઈ હતી અને રોડની નીચે ઉતરી ગઈ હતી. એસટી બસ ઝાડી ઝાંખરામાં પલટી મારી હતી. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, બસમાં સવાર 40-45 મુસાફરો પૈકીનાં 10-12 મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે હડાદ પોલીસ (Hadad Police) વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat ATS : ગુજરાત ATS ને મોટી સફળતા, AQIS મોડ્યુલ સાથે જોડાયેલા 4 આરોપી ઝડપાયા

Advertisement

Advertisement

કુંવારસી નજીક ઘાટીમાં બસ ગરમ થઈને બંધ થઈ રોડ નીચે ઉતરી

બનાસકાંઠા જિલ્લાના (Banaskantha) દાંતા તાલુકામાં કુંવારસી ગામ નજીક આવેલ ઘાટીમાં ST બસને ગોઝારો અકસ્માત નડ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, 40-45 મુસાફરોથી ભરેલી એસટી બસ ખેડબ્રહ્માથી ધાનેરા (Khedbrahma to Dhanera) જતી હતી. દરમિયાન, કુંવારસી ઘાટીમાં ઢાળ ચડતી વખતે બસ ખૂબ જ ગરમ થઈ ગઈ હતી અને રોડની નીચે ઉતરી હતી. બસનાં ડ્રાઇવરનાં જણાવ્યા મુજબ, બસ બંધ થયા બાદ અમે નીચે ઉતરીને પથ્થર મુકવા જતા બસ રોડની નીચે ઉતરી ગઈ હતી અને ઝાડી ઝાંખરામાં પલટી મારી હતી.

આ પણ વાંચો - Aravalli : કેજરીવાલના પ્રહાર! કહ્યું- ગુજરાતમાં BJP-કોંગ્રેસ ગઠબંધનની સરકાર ચાલે છે..!

10 થી 12 લોકો ઘવાયા, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતું, 10 થી 12 લોકો ઘવાયા છે. ઇજાગ્રસ્તોને ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ મારફતે અંબાજી, દાંતાની (Danta) સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં હડાદ પોલીસ, અંબાજી ડેપો મેનેજર અને દાંતા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - "હમણાં કરપ્શન ન કરશો" – Fix Pay ના આંદોલનકારીઓના ગ્રુપનો મેસેજ વાયરલ

Tags :
Advertisement

.

×