ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : એવી ગ્રામ પંચાયત જે આપે છે 'કોમી એકતા' નો સંદેશ, આ રીતે થાય છે સરપંચની વરણી

જણાવી દઈએ કે, જૂન મહિનામાં રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Elections) યોજાશે.
07:59 PM Jun 04, 2025 IST | Vipul Sen
જણાવી દઈએ કે, જૂન મહિનામાં રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Elections) યોજાશે.
Banaskantha_Gujarat_First
  1. Banaskantha ના પાલનપુરની ગઠામણ ગ્રામ પંચાયત સમરસ થઈ
  2. કોમી એકતાનાં સંદેશ સાથે ગઠામણ પંચાયત સમરસ થઇ
  3. ગઠામણ ગામમાં આઝાદીથી આજદિન સુધી ચૂંટણી યોજાઈ નથી
  4. એક ટર્મમાં હિન્દૂ તો બીજા ટર્મમાં મુસ્લિમ સરપંચની બિનહરીફ વરણી થાય
  5. ચાલુ વર્ષે મુસ્લિમ મહિલા સરપંચ તો હિન્દુ મહિલાની ડે. સરપંચ તરીકે નિમણૂક કરાઈ

Banaskantha : પાલનપુરની (Palanpur) ગઠામણ ગ્રામપંચાયત કોમી એકતાનાં સંદેશ સાથે સમરસ થઈ છે. ગઠામણ ગામમાં આઝાદીથી આજદિન સુધી ચૂંટણી જ નથી થઈ. આ ગામમાં એક ટર્મમાં હિન્દૂ તો બીજી ટર્મમાં મુસ્લિમ સરપંચની બિનહરીફ વરણી કરાઈ છે. ચાલુ વર્ષે મુસ્લિમ મહિલા સરપંચ તો હિન્દુ મહિલાની ડે. સરપંચ તરીકે નિમણૂક કરાઈ છે.

આ પણ વાંચો -Gandhinagar : કડી-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત

કોમી એકતાનાં સંદેશ સાથે ગઠામણ પંચાયત સમરસ થઇ

બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) પાલનપુર તાલુકામાં આવેલ ગઠામણ ગ્રામપંચાયત (Gathman Gram Panchayat) કોમી એકતા માટે જાણીતી છે. અહીં, દેશની આઝાદીથી આજદિન સુધી કોઈ ચૂંટણી યોજાઈ હતી. અહીં, એક ટર્મમાં હિન્દૂ તો બીજી ટર્મમાં મુસ્લિમ સરપંચની બિનહરીફ વરણી થાય છે. ત્યારે હવે ફરી વાર કોમી એકતાનાં સંદેશ સાથે ગઠામણ પંચાયત સમરસ થઇ છે. જણાવી દઈએ કે, ચાલુ વર્ષે સરપંચ તરીકે મુસ્લિમ મહિલાની વરણી કરાઈ છે ત્યારે ડે. સરપંચ તરીકે હિન્દુ મહિલાની નિમણૂક કરાઈ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે દર વખતે ગઠામણ ગ્રામ પંચાયતમાં કોમી એકતાનાં (Communal Unity) દર્શન થાય છે.

આ પણ વાંચો -Gram Panchayat Election : 8326 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટે 22 જૂનના રોજ મતદાન યોજાશે, પરિણામ 25મી જૂને

રાજ્યમાં 22 જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, 25 જૂને પરિણામ

જણાવી દઈએ કે, જૂન મહિનામાં રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Elections) યોજાશે. થોડા દિવસ પહેલા ચૂંટણી આયોગે ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી હતી. આ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂનનાં રોજ મતદાન થશે. જ્યારે 25 જૂને ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું જાહેરનામું 2 જૂનનાં રોજ બહાર પાડવામાં આવ્યું હતું. 9 જૂન સુધી ફોર્મ ભરી શકાશે અને 10 મીએ ચકાસણી થશે. 11 જૂનનાં રોજ ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે. અગાઉ આ ગ્રામ પંચાયતોની ચૂંટણી OBC અનામત મુદ્દે અટકી પડી હતી. 1 એપ્રિલ, 2022 થી 30 જૂન 2025 સુધી મુદ્દત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.

આ પણ વાંચો - Visavadar by-Election : ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાઈ, જાણો કેટલા રહ્યા માન્ય?

Tags :
BanaskanthaCommunal UnityGathman Gram PanchayatGram Panchayat electionsGUJARAT FIRST NEWSPalanpurSarpanch ElectionTopGujaratiNews
Next Article