Banaskantha: ઘોર કળયુગ... માતાએ પેટે જણ્યાં 2 બાળકોને તરછોડ્યા, વીડિયો થયો વાયરલ
- Banaskantha માં એક માતાએ પોતાના પેટે જણ્યાં 2 બાળકોને તરછોડી દીધા છે
- પ્રેમમાં અંધ માતાએ પોલીસ સ્ટેશનમાં 2 બાળકોને હડસેલી દીધા
- આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
- સોશિયલ મીડિયામાં આ માતાને સૌ કોઈ ધીક્કારી રહ્યા છે
Banaskantha: જિલ્લામાં મમતાને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. પરિણીત મહિલાએ પ્રેમમાં આંધળી બની પોતાના પેટે જણ્યા બાળકોને તરછોડ્યાં છે. દિયોદરના મકડાલાની પરિણીત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા તેણીએ પોતાના પેટ જણ્યા 2 બાળકોને તરછોડી દીધા છે. નાના બાળકો માતા માટે રડતી આંખે કાકલૂદી કરતા રહ્યા અને મા તરછોડીને પ્રેમી સાથે જતી રહી.
Banaskantha ની ક્રુર માતાનો વીડિયો વાયરલ
દિયોદરના મકડાલાની પરિણીત મહિલાને એક વર્ષ અગાઉ કાંકરેજના નાણોટા ગામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને પ્રેમીઓ 16 મે 2025ના રોજ ભાગી ગયા હતા. ભાગીને મૈત્રી કરાર કરીને સાથે રહેવા લાગ્યા હતા. ભાગેડું મહિલાના પતિએ પોલીસ ફરિયાદ કરતા બંને પ્રેમીઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસ સ્ટેશનમાં મહિલા તેનો પ્રેમી હાજર થયા હતા. આ પોલીસ સ્ટેશનમાં મહિલાનો પતિ બંને બાળકો સાથે હાજર હતો. બંને બાળકો પોતાની માતાને જોઈને રડવા લાગ્યા અને ન જવાની વિનંતી કરવા લાગ્યા. જો કે પ્રેમમાં અંધ માતાએ બંને બાળકોને તરછોડી દીધા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad : સેવન્થ ડે સ્કૂલની સામે જ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન, સ્વર્ગસ્થના પિતાએ કરી આ માગ
સોશિયલ મીડિયામાં ક્રુર માતા પર વરસાવાયો ધીક્કાર-ફિટકાર
પોલીસ સ્ટેશનમાં પ્રેમમાં અંધ બનેલ માતાને જોતા જ બંને બાળકો રડવા લાગ્યા હતા. આ બાળકોએ માતાને ન જવા વિનંતી પણ કરી હતી. જો કે માતા બાળકોને હડસેલી, તરછોડીને જતી રહી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ યુઝર્સ અને નેટિઝન્સ આ ક્રુ્ર માતા પર ધીક્કાર-ફિટકાર વરસાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ ખેડાના Bogus CCC Certi. Scam માં કસૂરવાર શિક્ષકોને બચાવવા ઢાંકપીછોડા


