Banaskantha : ધાનેરા નગર પાલિકાના જર્જરિત મકાનમાં કર્મચારીઓ અને અરજદારો પર તોળાતો ખતરો
- જનતાને સુરક્ષિત રહેવાની સૂચના આપતું પાલિકા તંત્ર ખુદ અસુરક્ષિત
- ધાનેરા નગર પાલિકાની કચેરી 25 વર્ષ જૂની અને જર્જરિત હાલતમાં
- પાલિકામાં કામ કરતા કર્મચારીઓ અને અરજદારો ભયના ઓથાર હેઠળ
- જો આ ઈમારત ધરાશાયી થાય અને કોઈને જીવ જાય તો જવાબદાર કોણ ???
Banaskantha : ધાનેરા નગર પાલિકા (Dhanera Municipal Corporation) ની ઈમારત જર્જરિત અવસ્થામાં છે. આપાતકાલીન સ્થિતિમાં નાગરિકોને સાવચેત રહેવાની ચેતવણી આપતા નગર પાલિકાના કર્મચારીઓ જ અત્યારે જીવના જોખમે નોકરી કરી રહ્યા છે. અરજદારો પણ જીવ હાથમાં લઈને સરકારી કામકાજ માટે આ કચેરીમાં આવતા હોય છે. હવે જો આ જર્જરિત ઈમારત (Dilapidated Building) તૂટી પડે અને નિર્દોષોનો ભોગ લેવાય તો તેનું જવાબદાર કોણ તેવો સવાલ સમગ્ર બનાસકાંઠામાં ચર્ચાઈ રહ્યો છે.
સુરક્ષિત રહેવાની સૂચના આપતું પાલિકા તંત્ર ખુદ અસુરક્ષિત
સામાન્ય રીતે નાગરિકોને પોતાની જર્જરિત દુકાનો, મકાનો કે ઈમારતોથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નોટિસો મોકલતા હોય છે. જો કે અહીં દીવા નીચે અંધારુ જેવો ઘાટ ઘડાયો છે. Banaskantha ની ધાનેરા નગર પાલિકાની ઈમારત જ અત્યંત જર્જરિત અવસ્થામાં છે. રોજે રોજ પાલિકાના કર્મચારીઓ જીવના જોખમે પોતાની ફરજ બજાવતા હોય છે. કર્મચારીઓ ઉપરાંત સરકારી કામકાજ માટે આવતા અરજદારો અને મુલાકાતીઓના પણ જીવનું જોખમ રહેલું છે. ધાનેરા નગર પાલિકાના 25 વર્ષ જૂના મકાનની છત અત્યંત જર્જરિત અવસ્થામાં છે. આ મકાનમાંથી પોપડા પણ પડી રહ્યા છે.
Banaskantha : ધાનેરા નગર પાલિકાના જર્જરિત મકાનમાં કર્મચારીઓ અને અરજદારો પર તોળાતો ખતરો : Gujarat Firsthttps://t.co/iRZ8ntOGJ5#DhaneraBanaskantha #MunicipalCorporation #buildingsafety #dilapidatedbuilding #Lifethreateningcondition
— Gujarat First (@GujaratFirst) July 11, 2025
આ પણ વાંચોઃ Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલના છોટાઉદેપુરમાં પડઘા, બ્રિજ ભારે વાહન માટે કરાયો બંધ
ગમખ્વાર પુલ દુર્ઘટના
તાજેતરમાં જ વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી જતા કુલ 18 નિર્દોષ મુસાફરોનો ભોગ લેવાયો છે. હજૂ પણ 2 લોકો લાપતા હોવાથી મૃતાંક વધવાની શક્યતા છે. આ સિવાય મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાનો ઘા હજૂ પણ ગુજરાતના હૃદય પર તાજો જ છે. શું હજૂ પણ તંત્રની આળસ, કુંભકર્ણ નિંદ્રા અને લાપરવાહીને લીધે અનેક નિર્દોષોનો ભોગ લેવાશે તેવા સવાલો ધાનેરા સહિત બનાસકાંઠામાં ચર્ચાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Vadodara Bridge Collapse: પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 મૃતદેહો બહાર કાઢ્યા, 2 લોકો હજુ ગુમ


