Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BAPS : જોધપુરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞ શરૂ, સેંકડો પરિવારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી

પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજે (Mahant Swami Maharaj) જણાવ્યું કે, ‘આ યજ્ઞ ધાર્મિક લાગણીઓને વધારશે, જેનાથી દરેકને ફાયદો થશે.
baps   જોધપુરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞ શરૂ  સેંકડો પરિવારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી
Advertisement
  1. આજે એટલે કે 23 સપ્ટેમ્બર-2025 ના રોજ જોધપુરમાં ‘ઈતિહાસ ગાથા’ દિનની ઉજવણી
  2. BAPS સ્વામિનારાયણ મંદિરમાં ‘ઈતિહાસ ગાથા’ દિન ભવ્યતાથી ઊજવવામાં આવ્યો.
  3. આવતીકાલે 3 થી 6 વાગ્યા દરમિયાન ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાશે
  4. જોધપુરનાં રાજમાર્ગો પર પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા યોજાશે

Ahmedabad : બીએપીએસ સ્વામિનારાયણ મંદિર (BAPS Swaminarayan Mandir, Jodhpur) જોધપુર મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં આજથી મંદિર પરિસરમાં બે દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞનો (Vishwa Shanti Mahayagya) પ્રારંભ થયો હતો, જેમાં સેંકડો પરિવારોએ અગ્નિહોત્ર વિધિ કરી, વિશ્વ શાંતિ, સમાજ કલ્યાણ અને સૌના કલ્યાણની ભાવના સાથે યજ્ઞવેદીમાં આહુતિઓ અર્પણ કરી. વૈદિક સ્તોત્રો અને મંત્રોચ્ચારે વાતાવરણને શાંતિ, આનંદ અને શુદ્ધતાથી ભરી દીધું. આ પ્રસંગે આશીર્વાદ પાઠવતા, પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજે (Mahant Swami Maharaj) જણાવ્યું કે, ‘આ યજ્ઞ ધાર્મિક લાગણીઓને વધારશે, જેનાથી દરેકને ફાયદો થશે. સૌથી મોટો લાભ ભગવાનનો સાક્ષાત્કાર થશે, જેમને આપણે એક સ્વરૂપે નહીં પરંતુ વ્યક્તિગત રૂપે પ્રાપ્ત કર્યા છે.

આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્ક્લેવ-2025 નું ઉદ્ઘાટન કર્યું

Advertisement

‘રાજસ્થાન રી ગાથા’ થીમ પર એક ભવ્ય સંવાદ પ્રસ્તુતિ રજૂ કરાઈ

‘ઇતિહાસ ગાથા દિવસ’ (Itihas Gatha Divas) તરીકે આયોજિત સાંજના કાર્યક્રમની શરૂઆત સ્તુતિ અને કીર્તન સાથે થઈ. ત્યારબાદ, BAPS સંસ્થાનાં વિદ્વાન સંત, પૂજ્ય આદર્શજીવન સ્વામીજીએ યજ્ઞના સાર વિશે વિગતવાર વાત કરી. યજ્ઞને આત્મશુદ્ધિ અને સમાજ સેવાના દૈવી માધ્યમ તરીકે વર્ણવ્યું. આ સમારોહમાં રાજસ્થાન (Rajasthan) અને ગુજરાતનાં (Gujarat) બાળકો અને યુવાનોએ ‘રાજસ્થાન રી ગાથા’ થીમ પર એક ભવ્ય સંવાદ પ્રસ્તુતિ રજૂ કરી, જેમાં સત્સંગની ભવ્ય પરંપરાની સાથે જોધપુર અને સમગ્ર રાજ્યમાં સત્સંગનાં યોગદાનને ઊજાગર કરવામાં આવ્યું. આ સમારોહનું સમાપન આરતી અને વિશિષ્ટ પ્રસ્તુતિઓ સાથે થયું.

Advertisement

આ પણ વાંચો - નવરાત્રિમાં માં જગદંબાના આશિર્વાદ મેળવવા માટે આટલી ભૂલોથી ખાસ બચો

બપોરે : ભવ્ય શોભાયાત્રા

આવતીકાલે મૂર્તિપ્રતિષ્ઠા ઉપક્રમે પાંચ ભવ્ય અને કલાત્મક રીતે શણગારેલા રથ પર બેસાડવામાં આવેલી દિવ્ય મૂર્તિઓની શોભાયાત્રા (Shobha Yatra) જોધપુર શહેરનાં મુખ્ય માર્ગોમાંથી પસાર થશે, જેના માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ શોભાયાત્રા રહેવાસીઓ માટે એક અનોખો અને અવિસ્મરણીય નજારો બની રહેશે. આ શોભાયાત્રા બપોરે 3 વાગ્યે રાવણ ચબુતરાથી શરૂ થશે અને બરહવી રોડ સ્ક્વેર, જલજોગ સ્ક્વેર, સરદારપુરા સી રોડ, ગાંધી મેદાન રોડ, સરદારપુરા બી રોડ, ગોલ બિલ્ડિંગ, જાલોરી ગેટ, એમજી હોસ્પિટલ રોડ, સોજાતી ગેટ સ્ક્વેર, નઈ સડક સ્ક્વેર થઈને સાંજે ૬ વાગ્યે ઉમ્મેદ ઉદ્યાન ખાતે વિરામ પામશે. આ શોભાયાત્રાનાં મુખ્ય આકર્ષણોમાં બાળકો, મહિલાઓ અને યુવાનો પરંપરાગત પોશાક પહેરીને ભજન અને કીર્તનની પ્રસ્તુતિ તેમ જ વિવિધ સાંસ્કૃતિક નૃત્યોની ઝલક શોભાયાત્રાને વધુ આકર્ષક બનાવશે. આ શોભાયાત્રા ભારતીય અને રાજસ્થાનની સંસ્કૃતિની અનોખી ઝલક રજૂ કરશે.

આ પણ વાંચો - Navratri 2025 Rashifal : આ 5 રાશિઓ પર મા દુર્ગાની વિશેષ કૃપા, મળશે શુભ ફળ

Tags :
Advertisement

.

×