Kutch : હવે સહન નથી થતું, સાથે મળીને પાઠ ભણાવવાનો છે : ચારણ ઋષિબાપુ
- સ્વામિનારાયણ સાધુનાં બફાટ સામે કબરાઉનાં બાપુ મેદાને આવ્યા (Kutch)
- કબરાઉ મોગલધામનાં ચારણ ઋષિબાપુ અનશન પર ઉતર્યા
- ભરઉનાળે બે દિવસ માતાજી સામે જ તડકામાં કરશે અનશન
- બફાટ સામે એકત્ર થવા ચારણ ઋષિબાપુએ આહવાન કર્યું
Kutch : સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક સાધુઓ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ અંગે કરવામાં આવેલા બફાટ સામે કબરાઉનાં બાપુ મેદાને આવ્યા છે. કબરાઉ મોગલધામનાં ચારણ ઋષિબાપુ (Charan Rushi Bapu) અનશન પર ઉતર્યા છે. ભરઉનાળે તડકામાં બે દિવસ સુધી માતાજી સામે જ અનશન કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan sect) સાધુઓનાં બફાટ સામે એકત્ર થવા ચારણ ઋષિબાપુએ આહવાન કર્યું છે. આથી, રાજ્યભરમાંથી અનેક સાધુ-સંતો કબરાઉ મોગલધામ (Kabrau Mogaldham) પહોંચી રહ્યા છે.
આ પણ વાંચો - Jamnagar : સુવરડા ગામ નજીક એરફોર્સનું લડાકુ વિમાન ક્રેશ, કલેક્ટર-પોલીસ ટીમ ઘટના સ્થળે
કબરાઉ મોગલધામનાં ચારણ ઋષિબાપુ અનશન પર ઉતર્યા
સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan sect) સાધુઓનાં બફાટ સામે કબરાઉ મોગલધામનાં ચારણ ઋષિબાપુએ ઊગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને આજથી મોગલધામ ખાતે ચારણ ઋષિબાપુએ (Charan Rushi Bapu) અનશન શરૂ કર્યું છે. સાથે જ મોગલધામનાં ચારણ ઋષિ બાપુએ દેશભરનાં સાધુ-સંતોને ભેગા થવા આહવાન કર્યું છે. આજથી શરૂ કરેલા અનશનમાં સાધુ-સંતો સાથે અનેક લોકો જોડાશે એવી માહિતી છે. બે દિવસ મોગલ માતાજી સામે અનશન પર બેસીને પછી તડકામાં બેસીને ચારણ ઋષિબાપુ અનશન કરશે.
આ પણ વાંચો - Deesa Blast : FIRમાં ગેરકાયદે ફેક્ટરીના માલિકોની પોલ ખુલી, શ્રમિકો MPના બ્લાસ્ટ બાદ રોજગાર માટે ગુજરાત આવ્યા
અનશન બાદ ભૂજ સ્વામીનારાયણ મંદિરમાં કરશે હલ્લાબોલ!
માહિતી અનુસાર, આવનારા સમયમાં ભૂજ (Bhuj) ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે હલ્લાબોલ કરવામાં આવશે. ચારણ ઋષિબાપુની માગ છે કે બફાટ કરનારાઓને સાધુઓને જેલભેગા કરવામાં આવે. સનાતન વિરૂદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરવામાં આવે. ઋષિબાપુએ કહ્યું કે, હવે સહન નથી થતું, સાથે મળીને પાઠ ભણાવવાનો છે. ધમકીથી ફરક પડતો નથી, 2 દિવસ મોગલધામમાં બેસીશ. 2 દિવસ બાદ સ્વામિનારાયણનાં ગુરુકુળમાં હલ્લાબોલ થશે. માહિતી મુજબ, આ વિરોધ પ્રદર્શનમાં લાખો ભક્તો જોડાશે આથી, કાયદા-વ્યવસ્થા જાળવવા સરકારને પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં ભક્તો અને સંતો ભેગા થશે તો કાયદો-વ્યવસ્થા જાળવી તમારી જવાબદારી છે.
આ પણ વાંચો - Deesa Blast : શક્તિસિંહ ગોહિલનાં ગંભીર આરોપ, ઋષિકેશ પટેલ અને હિતેન્દ્ર પટેલની પ્રતિક્રિયા