Bavla: ત્રણ માસની બાળકીને મંદિરના ઓટલે મૂકી માતાએ પોતાની જીવનલીલા સંકેલી
- બાવળાના ચિયાડા ગામે બાળકીને મૂકી માતાએ કર્યો આપઘાત
- આપઘાત કરનાર મહિલા પરપ્રાંતિય હોવાનો ખુલાસો
- બાળકીને સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લવાઇ
Bavla: બાવળામાં આવેલા ચિયાડા ગામે એક મહિલાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, ત્રણ માસની બાળકીને મંદિરના ઓટલે મુકીને જનેતાએ આત્મહત્યા કરી લીધી છે. આખરે શા માટે માતાએ આત્મહત્યા કરી તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. તો કે, આપઘાત કરનારી મહિલા પરપ્રાંતિય હોવાનું સામે આવ્યું છે. મહિલાએ એક ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહીં છે.
આ પણ વાંચો: Panchmahal: પતિને સાસારિયમાં જઈને ધારિયા ના ઘા ઝીંકી પત્નીનું ઢીમ ઢાળી દીધું!
બનાવની જાણ થતા બાવળા 108 ઘટનાસ્થળે પહોંચી
નોંધનીય છે કે, ચિયાડા ગામે બાળકીને મૂકી માતાએ આપઘાત કરી લીધો છે. સમગ્ર બનાવની જાણ થતાની સાથે 108 ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી જાણકારી પ્રમાણે ત્રણ બાળકીને સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લવાઇ છે. અહીં બાળકીને સારવાર પણ આપવામાં આવી છે. પરંતુ મહિલાએ શા માટે આપઘાત કર્યો તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. પરંતુ હા એટલું જાણવા મળ્યું છે. આ પરપ્રાંતિય મહિલાસ અગાઉ સૂર્યા નામની કંપનીમાં મજૂરી કામ કરતી હતી.
આ પણ વાંચો: Banaskantha: રાજ્યમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, દાંતામાંથી ઝડપાયા ત્રણ મુન્નાભાઈ
બાળકીને સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લવાઇ
પરપ્રાંતિય મહિસાએ ગળેફાંસો ખાઈ લેતા અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહીં છે. સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, આખરે એક જનેતા પોતાના ત્રણ માસની બાળકીને રઝળતી મુકીને કેવી રીતે મોતને વ્હાલું કર્યુ? એક માતાને પોતાના બાળકો સૌથી વધારે વ્હાલા હોય છે પરંતુ અહીં તો ત્રણ માસની બાળકીને મુકીને માતાએ આપઘાત કરી લીધો છે. અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, આ બાળકી હવે કોના ભરોસે જીવશે? જો કે, અત્યારે તો આ ત્રણ માસની બાળકીને સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી છે.
આ પણ વાંચો: Morbi: જેલમાંથી ઈન્સ્ટા.માં લાઈવ થયો દુષ્કર્મનો કેદી! આરોપીને મોબાઈલ કોણે આપ્યો?