Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Beat Plastic Pollution : રાજ્યવ્યાપી 'પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ અભિયાન યોજાયું

પર્યાવરણપ્રેમીઓએ ૧૮,૩૫૦ કિલોથી વધુ પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કરીને સુરક્ષિત નિકાલ કર્યો
beat plastic pollution   રાજ્યવ્યાપી  પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ અભિયાન યોજાયું
Advertisement
  • Beat Plastic Pollution : વિશ્વ પર્યાવરણ દિન World Environment Day - ૨૦૨૫
    રાજ્યમાં બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ૧,૬૪૦ નાગરીકોએ ૧૮,૩૫૦ કિ. ગ્રા. કચરો એકત્રીત કરી વિવિધ ૧૨ બીચને સ્વચ્છ કર્યા
  • ગાંધીનગર અને અમદાવાદની ૧૦ રેસિડેન્શિયલ સોસાયટીઓમાં ૪૫૦ થી વધુ રહેવાસીઓએ ૨૫૦ કિલોથી વધુ રિસાયકલ થાય તેવું પ્લાસ્ટિક એકત્ર કર્યું
  • વિવિધ શહેરોમાં ૩૭ જેટલા નુક્ક્ડ નાટકમાં ૪,૧૪૯ નાગરીકોએ ભાગ લીધો
  • ‘માટે GEMI દ્વારા તા. ૨૨ મે થી ૫ જૂન સુધી ‘#BeatPlasticPollution’ થીમ હેઠળ રાજ્યવ્યાપી અભિયાન યોજાયું

Beat Plastic Pollution  : વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે, વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન - GEMI દ્વારા Beat Plastic Pollution” થીમ હેઠળ તા. ૨૨ મે થી તા. ૫ જૂન ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન યોજાયું હતું. આ ઝૂંબેશ હેઠળ ૧૨ જેટલી બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ૧,૬૪૦ નાગરીકોએ સાથે મળીને ૧૮,૩૫૦ કિ. ગ્રા. કચરો એકત્રીત કર્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવાનો અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે જનજાગૃતિ લાવવાનો હતો.

Advertisement

પ્લાસ્ટિક પરની નિર્ભરતા ઘટાડવાના રાષ્ટ્રીય અને વૈશ્વિક લક્ષ્યને અનુરૂપ, ગેમીએ પ્રદૂષણ નાબૂદી અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમોમાં નુક્કડ નાટક, બીચ ક્લીન-અપ ડ્રાઇવ, કચરાનું વર્ગીકરણ, ચિત્ર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

દરિયાકિનારાની સફાઈ

ગેમી દ્વારા Beat Plastic Pollution  અભિયાન અન્વયે ગુજરાતના ૧૨ બીચમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે દ્વારકા, શિવરાજપુર, ઉમરગાંવ, દાંડી, ડુમસ, મહુવા, પોરબંદર અને રવાલપીર વગેરેનો સમાવેશ થાય છે. આ અભિયાનમાં GPCB, વન વિભાગ, સ્થાનિક નગરપાલિકાઓ, પંચાયતો, NGOs અને ઉદ્યોગોના સહયોગથી ૧,૬૪૦ થી વધુ સ્વયંસેવકો અને પર્યાવરણપ્રેમીઓએ મળીને ૧૮,૩૫૦ કિલોથી વધુ પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત કરીને તેનો સુરક્ષિત નિકાલ કર્યો હતો.

નુક્કડ નાટક દ્વારા જનજાગૃતિ

પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે અરવલ્લી, રાજકોટ, ભરૂચ, કચ્છ, દાહોદ, જૂનાગઢ અને ડાંગ સહિત ૧૫ જિલ્લાઓના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કુલ ૩૭ નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટકો દ્વારા ૪,૧૪૯ થી વધુ નાગરીકોને પ્લાસ્ટિક-મુક્ત અને ટકાઉ જીવનશૈલી વિશે સમજણ આપવામાં આવી હતી.

પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ અને ‘ગ્રીન રિવોર્ડ્સ’  (Green Rewards)

ગાંધીનગર અને અમદાવાદની ૧૦ રેસિડેન્શિયલ સોસાયટીઓમાં પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ અભિયાન Beat Plastic Pollution યોજાયું હતું, જેમાં ૪૫૦ થી વધુ રહેવાસીઓએ ૨૫૦ કિલોથી વધુ રિસાયકલ કરી શકાય તેવું પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. નાગરીકોને માટીના કુંડામાં છોડ અને ખાતરનું વિતરણ કરાયું હતું.

આ ઉપરાંત રાજ્યભરમાં પર્યાવરણ સુરક્ષા અંગે ચિત્ર સ્પર્ધા, વર્કશોપ, પોસ્ટર, રીલ અને અપસાયક્લિંગ માટે ઈ-કોન્ટેસ્ટ જેવી વિવિધ પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં નાગરીકો સહભાગી થયા હતા.

પ્લાસ્ટિક-મુક્ત ભવિષ્યનું નિર્માણ

ગેમીના આ સામૂહિક પ્રયાસોએ ગુજરાતના હજારો નાગરિકોને પર્યાવરણ સુરક્ષા માટે એકત્રિત કર્યા. આ અભિયાનથી નોંધપાત્ર પ્રમાણમાં કચરાનું રિસાયકલિંગ અને પર્યાવરણીય રીતે સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :Beat Plastic Pollution : રાજ્યવ્યાપી 'પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ અભિયાન યોજાયુંBeat Plastic Pollution : રાજ્યવ્યાપી 'પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ અભિયાન યોજાયુંBeat Plastic Pollution : રાજ્યવ્યાપી 'પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ અભિયાન યોજાયુંBeat Plastic Pollution : રાજ્યવ્યાપી 'પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ અભિયાન યોજાયુંBeat Plastic Pollution : રાજ્યવ્યાપી 'પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ અભિયાન યોજાયુંBeat Plastic Pollution : રાજ્યવ્યાપી 'પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ અભિયાન યોજાયુંBeat Plastic Pollution : રાજ્યવ્યાપી 'પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ અભિયાન યોજાયુંBeat Plastic Pollution : રાજ્યવ્યાપી 'પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ અભિયાન યોજાયુ

Tags :
Advertisement

.

×