Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ, 1 હજાર પોલીસ જવાન ખડેપગે
- Bet Dwarka માં સતત બીજા દિવસે મેગા ડિમોલિશન
- મેગા ડિમોલિશનનાં બીજા દિવસે ગેરકાયદે 15 જેટલા બાંધકામ તોડી પડાયા
- બે દિવસમાં અત્યાર સુધી 80 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા
- અંદાજે રૂ. 9.50 કરોડની કિંમતની સરકારી જમીન પર દબાણ હતા
યાત્રાધામ બેટ દ્વારકામાં (Bet Dwarka) સરકારી જમીન પરનાં ગેરકાયદેસરનાં બાંધકામ સામે મેગા ડિમોલિશનની (Mega Demolition Operation) કામગીરી ચાલી રહી છે. આજે આ કાર્યવાહીનો બીજો દિવસ છે. મહિતી અનુસાર, બેટ દ્વારકામાં બીજા દિવસે 15 જેટલા ગેરકાયદેસરનાં બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. બે દિવસમાં અત્યાર સુધી 80 જેટલા દબાણ દૂર કરાયા છે. અંદાજે રૂ. 9.50 કરોડની સરકારી જમીન પરનું દબાણ દૂર કરી 16,500 સ્કેવર મીટર જમીન ખાલી કરવામાં આવી છે. હાલ પણ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને 1 હજાર પોલીસ જવાન ખડેપગે છે.
આ પણ વાંચો - Bet Dwarka : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, DYSP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે, ગૃહ રાજ્યમંત્રીએ કહી આ વાત
બે દિવસમાં કુલ 80 જેટલા ગેરકાયદેસરનાં બાંધકામ ધ્વસ્ત
બેટ દ્વારકામાં (Bet Dwarka) સરકારી જમીન પર ગેરકાયદેસરનાં બાંધકામ સામે તંત્રે લાલ આંખ કરી છે. ગઈકાલે બાલાપરમાં (Balapar) ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હાલ પણ ચાલી રહી છે. માહિતી અનુસાર, આજે વધુ 15 જેટલા ગેરકાયદેસરનાં બાંધકામ તોડી પડાયા છે. જ્યારે બે દિવસમાં અત્યાર સુધી બેટ દ્વારકામાં કુલ 80 જેટલા ગેરકાયદેસરનાં બાંધકામ ધ્વસ્ત કરાયા છે. આમ, કુલ 16,500 સ્કેવર મીટર સરકારી જગ્યા પરનું દબાણ દૂર કરાયું છે. જેની કિંમત અંદાજે રૂ. 9.50 કરોડ જેટલી થાય છે. મેગા ડિમોલિશનની કામગીરીને લઈ 1 હજાર જેટલા પોલીસ જવાનો ખડેપગે છે.
આ પણ વાંચો - Aravalli પોલીસ પર લાંછન લગાવતી વધુ એક ઘટના! 2 TRB, 1 GRD જવાનની કરતૂત જાણી ચોંકી જશો!
અગાઉ દ્વારકામાં ત્રણ જગ્યાએ દબાણો દૂર કરાયા હતા
માહિતી અનુસાર, એક ધાર્મિક જગ્યાનાં બાંધકામ અંગે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. જ્યારે સરકારી અને ગૌચરની જમીન પરનાં દબાણો દૂર કરાશે. અગાઉ 27 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન યાત્રાધામ દ્વારકામાં (Dwarka) 3 જગ્યાઓ પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ 3 જગ્યાઓ પર અને બેટ દ્વારકામાં કુલ 19,400 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી, જેની અંદાજિત કિંમત રૂ.15.53 કરોડ થાય છે. આગમી દિવસોમાં વધુ કેટલાક સ્થળોએ બુલડોઝર ફેરવવાની તંત્રની તૈયારી છે.
આ પણ વાંચો - Surat : માંગરોળ ખાતે ત્રિપલ અકસ્માત, આઇશર ટેમ્પોનો કચ્ચરઘાણ, ચાલકનું મોત


