Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે છઠ્ઠો દિવસ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી કહી આ વાત!
- Bet Dwarka માં ગેરકાયદે દબાણો પર ફર્યું 'દાદાનું બુલડોઝર'
- દબાણો દૂર કરવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટ
- છેલ્લા 5 દિવસ દરમિયાન 314 રહેણાક, 9 કોમર્શિયલ, 12 ધાર્મિક દબાણો દૂર કરાયાં
યાત્રાધામ બેટ દ્વારકામાં (Bet Dwarka) સરકારી જમીનો પરના ગેરકાયેદસરનાં દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી (Mega Demolition Operation) હાથ ધરાઈ છે. આ કાર્યવાહીનો આજે છઠ્ઠો દિવસ છે. બેટ દ્વારકામાં ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવાની આ કામગીરી મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ટ્વીટ કર્યું છે અને માહિતી આપી છે.
આ પણ વાંચો - Surat : 80 વર્ષીય વૃદ્ધ સાસુ પર વહુની ક્રૂરતા, Video જોઈ રૂવાંડા ઊભા થઈ જશે!
રૂ.53 કરોડ કિંમતની 1 લાખ સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરાઈ : હર્ષ સંઘવી
બેટ દ્વારકારમાં (Bet Dwarka) ગેરકાયેદસરનાં દબાણો દૂર કરવા માટે ચાલી રહેલી મેગા ડિમોલિશનની કામગીરી (Mega Demolition Operation) મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ટ્વીટ કર્યું છે. તેમણે ડિમોલિશનની કામગીરીનો ડ્રોન વીડિયો પોસ્ટ કરી લખ્યું કે, બેટ દ્વારકામાં છેલ્લા પાંચ દિવસથી દબાણ દૂર કરવાની ડ્રાઈવ ચાલી રહી છે. જે હેઠળ 314 રહેણાક, 9 કોમર્શિયલ તો 12 ધાર્મિક દબાણો દૂર કરાયા છે. આમ, કુલ 335 દબાણો દૂર કરાયા છે અને રૂ.53 કરોડથી વધુની કિંમતની 1 લાખ સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરાઈ છે.
આ પણ વાંચો - વડનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું, કહ્યું- દુનિયાભરમાં આવું મ્યુઝિયમ..!
બાલાપર, હનુમાન દાંડીરોડ, ઓખા, દામજી જેટીમાં ગેરકાયદે દબાણો દૂર કરાયાં
જણાવી દઈએ કે, બેટ દ્વારકાની સાથે ઓખામાં (Okha) પણ મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. છેલ્લા 5 દિવસ દરમિયાન બેટ દ્વારકાનાં બાલાપર, હનુમાન દાંડીરોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના ગેરકાયદેસરનાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. માહિતી અનુસાર, 5 દિવસના અંતે 'દાદાના બુલડોઝરે' કુલ 26.332. ચો. મી સરકારી જમીન ખુલ્લી પાડી છે, જેમાં 314 ગેરકાયદેસરનાં મકાન, 12 ધાર્મિક દબાણ તેમ જ 9 વાણિજ્ય દબાણ મળી કુલ 335 દબાણો દૂર કરાયા છે. હજું પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણ કરનારાઓને તંત્રે નોટિસ ફટકારી છે.
આ પણ વાંચો - Gujarat-‘પરવાહ’ થીમ સાથે રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’