Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji માં ભાદરવી મહાકુંભની પૂર્ણાહુતિ, 7 દિવસમાં 40.41 લાખ ભક્તોએ કર્યા દર્શન, 2.71 કરોડની આવક

Ambaji માં ભાદરવી મહામેળો પૂર્ણ, 40.41 લાખ ભક્તોએ મા અંબેના કર્યા દર્શન
ambaji માં ભાદરવી મહાકુંભની પૂર્ણાહુતિ  7 દિવસમાં 40 41 લાખ ભક્તોએ કર્યા દર્શન  2 71 કરોડની આવક
Advertisement
  • Ambaji માં ભાદરવી મહામેળો પૂર્ણ, 40.41 લાખ ભક્તોએ મા અંબેના દર્શન કર્યા
  • બનાસકાંઠામાં ભાદરવી પૂનમનો ઉત્સવ, 58,118 ભક્તોએ ઉડન ખટોલાની મજા લીધી
  • Ambaji મહાકુંભ: 7 દિવસમાં 4.69 લાખ ભોજન પ્રસાદ, 232.610 ગ્રામ સોનું દાન
  • ચંદ્રગ્રહણને કારણે અંબાજી મંદિર બંધ, 2.71 કરોડની આવક સાથે મેળો પૂર્ણ
  • અંબાજીમાં 5.92 લાખથી વધુ બસ યાત્રીઓ, 3.47 લાખ ભક્તોને તબીબી સારવાર

અંબાજી : બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી ( Ambaji ) ખાતે યોજાયેલા ભાદરવી પૂનમ મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ. 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ચાલેલા આ સાત દિવસના મહામેળામાં 40 લાખ 41 હજાર 306 ભક્તોએ મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વર્ષે મેળામાં 58,118 ભક્તોએ ઉડન ખટોલા (રોપ-વે)ની મુસાફરી કરી જ્યારે 5 લાખ 92 હજારથી વધુ યાત્રિકોએ બસમાં મુસાફરી કરી હતી. 4 લાખ 69 હજાર 411 ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો અને 23 લાખ 20 હજાર 802 પ્રસાદ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. મેળા દરમિયાન 2 કરોડ 71 લાખ 30 હજાર રૂપિયાની આવક નોંધાઈ જેમાં 232.610 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદીનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા 3 લાખ 47 હજાર 672 ભક્તોને સારવાર આપવામાં આવી હતી. ચંદ્રગ્રહણને કારણે આજે બપોર બાદ અંબાજી મંદિર બંધ રાખવામાં આવ્યું હતુ.

ગુજરાત સહિત રાજસ્થાન-મધ્યમપ્રદેશથી લાખો ભક્તો ઉમટ્યા

શ્રીઆરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટના સંયુક્ત નેજા હેઠળ યોજાયેલા આ મહામેળામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખો ભક્તો ઉમટ્યા હતા. ભાદરવી પૂનમનો મેળો 1 સપ્ટેમ્બરે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા માતાજીના રથને દોરીને શરૂ કરવામાં આવ્યો હતો. સાત દિવસ દરમિયાન પદયાત્રીઓ, બસો, અને ખાનગી વાહનોમાં આવેલા ભક્તોએ ‘જય જય અંબે’ના નાદથી અરવલ્લીની ગિરિમાળા ગુંજી ઉઠી હતી.

Advertisement

આ પણ વાંચો- અરવલ્લીમાં Megharaj ના ધરોલા ઘાટા તળાવમાં લીકેજ : પાળમાંથી પાણી નીકળતાં તંત્ર એલર્ટ, સમારકામ માટે દરખાસ્ત

Advertisement

Ambaji  હજારો યાત્રીઓએ કર્યો ઉડન ખટોલાનો ઉપયોગ

મેળામાં ગબ્બર પર્વત પરના ઉડન ખટોલાની સુવિધાએ 58,118 ભક્તોને આકર્ષ્યા હતા. જ્યારે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા 5.92 લાખથી વધુ યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી. ભોજન ભંડારમાં 4.69 લાખ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો અને 23.20 લાખથી વધુ મોહનથાળ અને ચીકીના પેકેટનું વિતરણ થયું. મંદિરના ભંડાર કેન્દ્રોએ 2.71 કરોડ રૂપિયાની આવક નોંધાવી જેમાં 232.610 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદીનો દાન સ્વરૂપે સમાવેશ થયો. આરોગ્ય વિભાગે મેળા દરમિયાન 3.47 લાખ ભક્તોને તબીબી સારવાર અને સહાય પૂરી પાડી હતી.

ચંદ્રગ્રહણને લઈને આજે બપોરે 12:30 વાગ્યે મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા અને ગ્રહણની સમાપ્તિ બાદ ફરીથી દર્શન શરૂ કરવામાં આવ્યા.

Ambaji માં બનાસકાંઠા જિલ્લા વહીવટની શાનદાર કામગીરી

ધોધમાર વરસાદ વચ્ચે બનાસકાંઠા જિલ્લા વહીવટ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટએ મેળા દરમિયાન ભક્તોની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરી હતી. 1.83 લાખ ચોરસ મીટર વિસ્તારમાં 35 પાર્કિંગ ઝોન ગોઠવવામાં આવ્યા હતા, જેમાં 22,541થી વધુ વાહનો પાર્ક થયા. આરોગ્ય વિભાગે 24 કલાક ચાલતા મેડિકલ કેમ્પમાં 3.47 લાખ ભક્તોને સારવાર આપી હતી. પોલીસ વિભાગ અને ફાયર બ્રિગેડે ભીડ નિયંત્રણ અને સલામતી માટે ચાંપતી નજર રાખી. સ્વચ્છતા અભિયાન હેઠળ મંદિર, ગબ્બર અને જાહેર રસ્તાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. GSRTCએ આ વર્ષે વધારાની બસો ગોઠવી, જેનાથી 5.92 લાખથી વધુ ભક્તોને સેવા મળી હતી.

ચંદ્રગ્રહણને કારણે મંદિર બંધ

ભાદરવી મહાકુંભની સફળ પૂર્ણાહુતિ બાદ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા વહીવટ આવકનો ઉપયોગ મંદિરના વિકાસ અને યાત્રાળુઓની સુવિધાઓ માટે કરશે. ચંદ્રગ્રહણને કારણે મંદિર બંધ રહ્યું, પરંતુ આવતીકાલે ફરીથી નિયમિત દર્શન શરૂ થશે. આ ઘટનાએ અંબાજી શક્તિપીઠની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્તાને વધુ ઉજાગર કરી પરંતુ ટ્રાફિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓ પર સ્થાનિકો અને યાત્રિકોએ સુધારાની માંગ કરી છે.

આ પણ વાંચો- Gandhinagar : હરસોલી ગામે નદી પરનો પુલ પાણીમાં ડૂબ્યો, 23 લોકોનું સ્થળાંતર, ગામો સંપર્ક વિહોણા

Tags :
Advertisement

.

×