ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha: ભારતમાલા પ્રોજેક્ટને લઈને બનાસકાંઠાના ખેડૂતો લડી લેવાના મૂડમાં, જાણો વિરોધનું કારણ

Banaskantha Farmer: બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતો ઠેર ઠેર જગ્યાએ વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે.
08:19 PM Dec 12, 2024 IST | VIMAL PRAJAPATI
Banaskantha Farmer: બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતો ઠેર ઠેર જગ્યાએ વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે.
Banaskantha
  1. બનાસાકાંઠામાંથી પસાર થઈ રહ્યો છે ભારતમાલા પ્રોજેક્ટ
  2. મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી
  3. નવા જંત્રીના ભાવ મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે

Banaskantha Farmer: બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતો ઠેર ઠેર જગ્યાએ વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે. કારણ કે, જે પ્રમાણે સરકારે ખેડૂતોની જમીન પરથી ભારત માલા પ્રોજેક્ટ પસાર કર્યો છે. તેનું વળતર ખેડૂતોને જૂની જંત્રી પ્રમાણે મંજૂર કર્યું છે, પરંતુ ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા નવા જંત્રી પ્રમાણે ખેડૂતોને જે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન કપાય છે. તે પ્રમાણે વળતર આપવામાં આવે જેને લઇ આજે ડીસા નાયબ કલેક્ટરને અને દિયોદર પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન કપાય છે

નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાંથી કેન્દ્ર સરકારની યોજના થકી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ પસાર થઈ રહ્યો જેમાં છે. ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન કપાઈ રહી છે, ખેડૂતોની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં સરકારએ સંપાદન કરી હોવા છતાં સરકારે યોગ્ય વળતર ન આપતા હવે ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો પસાર થયો છે અને આ રસ્તાના કારણે અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન કપાય છે.

આ પણ વાંચો: Aapagiga Controversy: ‘મારી સામે આ એક ષડયંત્ર રચાયું છે’ મહંત વિજયબાપુએ તોડ્યું મૌન

નવા જંત્રીના ભાવ જાહેર કરાયા તે પ્રમાણે વળતર મળે તેવી માંગ

ખેડૂતોને અત્યારે જે સરકારે જમીનના જંત્રીના ભાવ નક્કી કર્યા છે તેમાં યોગ્ય વળતર ન મળતું હોવાના કારણે ખેડૂતો હવે સરકારનો વિરોધ દર્શાવી રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે, સરકાર 2025 માં જે નવા જંત્રીના ભાવ જાહેર કરવાના છે એ મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે જેને લઈને આજે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોએ વળતરને લઈ આવેદનપત્રો આપ્યા હતા. જેમાં દિયોદર અને કાંકરેજ વિસ્તારના અનેક ગામના ખેડૂતો ભેગા થઈ ડીસા નાયબ કલેકટરને અને દિયોદર પ્રાંત અધિકારીનેને આવેદનપત્ર આપ્યું હતું.

આ પણ વાંચો: Dediapada: ‘અમારું પણ પુષ્પા-3 આવવાનું જ છે’ ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા તેવર

માંગણી સ્વીકારમાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, સરકાર અત્યારે અમારા વિસ્તારની મોંઘા ભાવની જમીન ભારતમાળા પ્રોજેક્ટમાં ઉપયોગ કરી જૂના જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની વાત કરે છે, પરંતુ અમારા ખેડૂતો મોટાભાગે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે. સરકાર ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી હતી. જો આગામી સમયમાં ખેડૂતોની માંગ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: Gir Somnath: ઇકો ઝોનનો મામલો ગરમાયો, વિરોધ માટે ગીર પંથકમાં યોજાઈ રહી છે ખાટલા બેઠક

Tags :
BanaskanthaBanaskantha farmersBharatmala projectBharatmala project BanaskanthaBharatmala project protestGujarat Firstland priceLatest Gujarati Newsnew jantriNew Jantri rates
Next Article