Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: સુપર સ્ટાર શાહરૂખના ઘરમાં તસ્કરે ચોરીને આપ્યો અંજામ

ભરૂચમાં સુપર સ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં ચોરી પાડોશીના ઘરમાં ચોરીનો બનાવ્યો હતો પ્લાન સુપર સ્ટાર શાહરૂખના ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો હતો Bharuch: ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નિવૃત આર્મીના ઘરમાં સિમેન્ટનો થાંભલા ઉપર ચડી ચોરે ચોરીને અંજામ આપ્યો હોય જે મામલે...
bharuch  સુપર સ્ટાર શાહરૂખના ઘરમાં તસ્કરે ચોરીને આપ્યો અંજામ
Advertisement
  • ભરૂચમાં સુપર સ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં ચોરી
  • પાડોશીના ઘરમાં ચોરીનો બનાવ્યો હતો પ્લાન
  • સુપર સ્ટાર શાહરૂખના ઘરમાં ચોરી કરવા ઘૂસ્યો હતો

Bharuch: ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નિવૃત આર્મીના ઘરમાં સિમેન્ટનો થાંભલા ઉપર ચડી ચોરે ચોરીને અંજામ આપ્યો હોય જે મામલે સ્થાનિક બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ અને PSIની બે ટીમોએ CCTV footage ના આધારે તસ્કરોનું પગેરું મેળવવાના પ્રયાસ કરતા એક સ્થાનિક પાડોશી સોસાયટીનો રહીશ અને સુપર સ્ટાર શાહરૂખ ખાનના ઘરમાં (Shah Rukh Khan house)ચોરીના ઈરાદે ગુસેલો આમોદનો ચોર કે જે સિમેન્ટના થાંભલા ઉપર ચડી ચોરીને અંજામ આપ્યો હોય તેમ બે લોકોને ઝડપી પાડ્યા છે

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોનાપાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરે ઘર નજીકના સિમેન્ટના થાંભલા ઉપર ચડી ઘરમાં પ્રવેશી આઠ તોલા સોનાના દાગીના ચાંદી તથા રોકડા સવા બે લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં તકમાં નોંધાઈ હતી જેમાં ચોરીને અંજામ આપનાર તસ્કરો સોસાયટીના એટલે કે મકાન માલિકના ઘર ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય તેમની ઓળખ કરવા સાથે તસ્કરોનું પગેળું મેળવવાની કવાયત કરતા મકાનમાં ચોરી કરનાર અને થાંભલા ઉપર ચડી ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુરખાધ કુશવાહા ઉંમર વર્ષ 21 હાલ રહેવાસ ગોલ્ડન શોપિંગ મલ્લા તલાવડી આમોદનો મૂળ રહે વાટા ફળિયુ આમોદ નાઓની પૂછપરછ કરતા અને ફૂટેજના આધારે તે પડી ભાંગ્યો હતો

Advertisement

Image preview

Advertisement

આ પણ વાંચો -Chhota Udepur માં ચૂંટણી પરિણામ બાદ બબાલ, BSP અને ભાજપ કાર્યકરો આવ્યા સામ-સામે

પોલીસે આરોપીની ધરપકડ કરી

અગાઉ સુપરસ્ટાર શાહરૂખ ખાનના ઘરમાં પણ ચોરી કરવા માટે ઘૂસ્યો હોવાની કબુલાત કરી હોય અને ભરૂચની મોના પાર્ક સોસાયટીમાં ચોરી કરવા માટે સોસાયટીના જ મોહમ્મદ સિંધાએ પ્લાન બનાવી ચોરીને અંજામ આપવાનું નક્કી કર્યું હોય તેવી કબુલાત કરતા આખરે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવા તથા પીએસઆઇ એ.યુ દિવાનની ટીમોએ આખરે ડિ સ્ટાફને સાથે રાખી આખરે સ્થાનિક સોસાયટીના રહીશ મિન્હાજ સિંધા અને સુપર સ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં ચોરી કરનાર અને ભરૂચમાં મોનાપાર્ક સોસાયટીમાં ચોરી ની ઘટનાને અંજામ આપનાર રામ સ્વરૂપ કુશવાહની ધરપકડ કરી અન્ય કેટલા સ્થળે ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે સહિતની માહિતી મેળવવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે.

અહેવાલ: દિનેશ મકવાણા, ભરૂચ

Tags :
Advertisement

.

×