Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : સ્ટેશન રોડ ઉપર બોમ્બે શોપિંગ સેન્ટરની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી

અહેવાલ-દિનેશ મકવાણા ,ભરૂચ   ભરૂચ જિલ્લામાં ક્રાઈમ રેટને નાબૂદ કરવા માટે પોલીસ વિભાગ કોમ્બિંગ કરી રહ્યું છે ત્યાં જ ભરુચના સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તાર એવા સ્ટેશન રોડ ઉપર જ બોમ્બે શોપિંગ સેન્ટરમાં તસ્કરો ખુલ્લા મોઢે ત્રાટક્યા હોય અને...
bharuch   સ્ટેશન રોડ ઉપર બોમ્બે શોપિંગ સેન્ટરની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી
Advertisement

અહેવાલ-દિનેશ મકવાણા ,ભરૂચ

Advertisement

ભરૂચ જિલ્લામાં ક્રાઈમ રેટને નાબૂદ કરવા માટે પોલીસ વિભાગ કોમ્બિંગ કરી રહ્યું છે ત્યાં જ ભરુચના સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તાર એવા સ્ટેશન રોડ ઉપર જ બોમ્બે શોપિંગ સેન્ટરમાં તસ્કરો ખુલ્લા મોઢે ત્રાટક્યા હોય અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેઓ સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે પરંતુ મહત્વનું લોક ન તૂટતા તસ્કરોએ વિલા મોઢે ભાગવું પડ્યું છે

Advertisement

સ્ટેશન રોડ પર  તસ્કરોનો  આતંક

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ભરૂચમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ક્રાઈમ રેટ ઉપર અંકુશ કેવી રીતે મેળવી શકાય તેના તમામ પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યાં જ ભરૂચના સ્ટેશન રોડ ઉપર બોમ્બે શોપિંગ સેન્ટરમાં વહેલી સવારે ખુલ્લા મોઢે તસ્કરોએ તસ્કરીને અંજામ આપવાના પ્રયાસ કર્યા હતા અને તસ્કરોએ ઇલેક્ટ્રીક દુકાનના તાળા તોડી નાખ્યા હતા પરંતુ તસ્કરોથી દુકાનનું મહત્વનું સેન્ટ્રલ લોક ન તૂટતા તસ્કરોને મહેનત માથે પડી હતી

સમગ્ર ઘટના સીસીટીવી કેદ

ત્યારે  તસ્કરો શટરના તાળા તોડવા માટેના સાધનો પણ સાથે લાવ્યા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તાળા તોડવામાં સફળતા મળી પરંતુ પરંતુ એક તાળું ન તૂટતા તસ્કરોને મહેનત માથે પડી હોય અને પરત ફરવાની ફરજ પડી હતી સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે જેમાં ખુલ્લા મોઢે તસ્કરો તસ્કરીને અંજામ આપી રહ્યા છે જોકે સમગ્ર મામલો હાલ તો પોલીસ મથકે પહોંચ્યો છે અને પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પેલું મેળવવાના પ્રયાસો કર્યા છે

આ  પણ  વાંચો -ગીરગઢડા તાલુકાનો દ્રોણેશ્વર ડેમ સીઝનમાં બીજી વાર ઓવરફ્લો થયો

Tags :
Advertisement

.

×