ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch : કોમર્શિયલ શોપિંગમાં મોબાઈલ ટાવરોની નીચે ભાડાની ઓફિસોમાં ચાલે છે ધો. 1 થી 8 ની શાળા!

વર્ષ 2019 માં રજિસ્ટ્રેશન કરાવી બે વર્ષથી ફાયર NOC વિના જોખમી રીતે ચાલતી શાળા (Bharuch) ફાયર વિભાગની કાર્યવાહી, 10 દિવસમાં NOC નહિ લે તો શાળા કરાશે સીલ! ભરૂચ જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિની કાર્યવાહી સામે પણ સવાલ ભરૂચનાં (Bharuch)...
11:43 PM Oct 22, 2024 IST | Vipul Sen
વર્ષ 2019 માં રજિસ્ટ્રેશન કરાવી બે વર્ષથી ફાયર NOC વિના જોખમી રીતે ચાલતી શાળા (Bharuch) ફાયર વિભાગની કાર્યવાહી, 10 દિવસમાં NOC નહિ લે તો શાળા કરાશે સીલ! ભરૂચ જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિની કાર્યવાહી સામે પણ સવાલ ભરૂચનાં (Bharuch)...
  1. વર્ષ 2019 માં રજિસ્ટ્રેશન કરાવી બે વર્ષથી ફાયર NOC વિના જોખમી રીતે ચાલતી શાળા (Bharuch)
  2. ફાયર વિભાગની કાર્યવાહી, 10 દિવસમાં NOC નહિ લે તો શાળા કરાશે સીલ!
  3. ભરૂચ જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિની કાર્યવાહી સામે પણ સવાલ

ભરૂચનાં (Bharuch) પશ્ચિમ વિસ્તારમાં શીતલ સ્કવેર શોપિંગ સેન્ટર આવેલું છે અને આ શોપિંગમાં વિવિધ વેપારો અને જીમ સહિત લોકો રહેણાંક માટે ઉપયોગ કરી રહ્યા છે. આ જ શોપિંગમાં ધોરણ 1 થી 8 ની સ્કૂલ ચલાવવામાં આવે છે. ભાડેથી રૂમો રાખી ચલાવવામાં આવતા અને બાળકોની કોઈપણ જાતની સેફટી ન રખાતી હોય, જેના પગલે રાજકોટનાં (Rajkot) અગ્નિકાંડ બાદ ભરૂચ નગરપાલિકાનાં ફાયર વિભાગે ફાયર NOC માટે ખાનગી શાળા ચલાવતા સંચાલકોને નોટિસ ફટકારી હતી.

પરંતુ, આ નોટિસને પણ નજર અંદાજ કરી શિક્ષણનું વેપારીકરણ કરી રહેલા શાળા સંચાલકો સામે આખરે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગે (Fire Departmnet) આજે પુનઃ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. શાળામાં પૂરતી ફાયરની સુવિધા નથી, શાળાની નીચે ગારમેન્ટનાં વેપાર ચાલતા હોય, શાળાનાં રૂમનાં ધાબા પર વિવિધ મોબાઈલનાં ટાવરો આવેલા હોય અને તેમાં ફાઇબરની સામગ્રી હોય અને આગ વહેલી તકે પકડી લે તેવી સંભાવના હોય અને બાળકોની અવરજવર માટે એક જ પગથિયાંનો રસ્તો હોય, જેથી શાળાનાં પ્રવેશદ્વાર નજીક આગ લાગે તો અંદર અન્ય વર્ગખંડનાં બાળકોને બહાર નીકળવું મુશ્કેલ બની શકે. એવું તારણ સામે આવ્યું હતું.

આ પણ વાંચો - Surat : સુરતથી ગોવા જતી ફલાઇટમાં બોમ્બ મૂક્યાની ધમકી મળતા દોડધામ!

ફાયર સેફ્ટીની NOC નહિ લે તો 10 દિવસ બાદ શાળાને સીલ કરવાની કાર્યવાહી!

બાળકોનાં જીવનું જોખમ ઊભું થાય તેવી પૂરેપૂરી સંભાવના હોવાથી 10 દિવસમાં શાળા સંચાલકો ફાયર સેફ્ટીની NOC નહિ લે તો 10 દિવસ બાદ શાળાને સીલ કરવામાં આવશે તેમ ભરૂચ (Bharuch) નગરપાલિકાનાં ફાયર વિભાગે નોટિસમાં દર્શાવી ચીમકી આપી આપી છે. આ સમગ્ર મામલે ભરૂચ જિલ્લા પંચાયતની પ્રાથમિક શિક્ષણ સમિતિ કેટલી જાગૃત છે તે જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જે હેઠળ જાણવા મળ્યું કે આ પ્રકારની કોઈ શાળા ચાલે છે તે વાતથી જ અજાણ હોય અને શાળાનું રજિસ્ટ્રેશન વર્ષ 2019 માં કરાવેલું હોય અને બે વર્ષથી જ શાળા ચાલતી હોય તેવું ફલિત થતા બાળકોનાં હિતમાં શિક્ષણ વિભાગ (Education Department) સ્થળ નિરિક્ષણ કરી ઝીણવટ ભરી તપાસ કરશે. સરકારનાં નિયમો મુજબ રજિસ્ટ્રેશન નહિ હોય તો લાઇસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. સાથે જ શાળા સંચાલકો સામે નક્કર પગલાં ભરવામાં આવશે તેમ શિક્ષણ વિભાગનાં અધિકારીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો - Amreli : ગઈકાલે નરભક્ષી સિંહણે 5 વર્ષનાં બાળકને ફાડી ખાધો! આજે થયા આવા હાલ

બે દિવસ પહેલા શાળા નજીક ઓવરબ્રિજ પર ડીઝલ ભરેલું ટેન્કર સળગ્યું હતું

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે બે દિવસ અગાઉ બાયપાસ ઓવરબ્રિજ (Bharuch) નજીક જ્યાં સ્કૂલ આવેલી છે ત્યાં જ ઓવરબ્રિજ પર ડીઝલ ભરેલું ટેન્કર સળગી ઉઠ્યું હતું અને ફાયર વિભાગે સમયસર દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો ડીઝલ ભરેલું ટેન્કર ફાટ્યું હોત તો તેની તીવ્રતા 400 મીટરમાં થઈ હોત અને તેવા સમયે પણ શાળાનાં બાળકોનાં જીવનું જોખમ ઊભું થઈ શક્યું હોત.

શાળા સંચાલક BJP ના યુવા મોરચાનો હોદ્દેદાર હોવાનું સામે આવ્યું!

હાલમાં કોમર્શિયલ શોપિંગમાં ચાલતી શાળાનો સંચાલક ભાજપ યુવા મોરચાનો હોદ્દેદાર હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ ફાયર NOC ની નોટિસ આપી છતાં પણ ફાયરની સુવિધા નહિં કરતા આખરે ભરૂચ (Bharuch) ફાયર વિભાગે અંતિમ ફાયર તકેદારીની નોટિસ આપી સીલ કરી દેવાની ચીમકી આપી દીધી છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Botad : સામાજિક અગ્રણી ધરમશી મોરડિયાની હત્યાથી હડકંપ! આવતીકાલે નીકળશે અંતિમ યાત્રા

Tags :
BharuchBharuch Zilla PanchayatBJP's Yuva MorchaBMCBreaking News In GujaratiEducation-DepartmentFire DepartmnetFire NOCGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiSchoolSheetal Square Shopping
Next Article