Bharuch : 6 હાઈ માસ્ટ લાઇટિંગ અને 32 આઇકોનિક પોલમાં ગોબાચારી, 5 નોટિસો બાદ કોન્ટ્રાક્ટરે ભૂલ સ્વીકારી
- ભરૂચમાં 6 હાઈ માસ્ટ લાઇટિંગ, 32 આઇકોનિક પોલમાં ગોબાચારી કરતાં 5 નોટિસ બાદ કોન્ટ્રાક્ટરે ભૂલ સ્વીકારી (Bharuch)
- ત્રણ મહિનામાં કોન્ટ્રાક્ટરને ટેન્ડર મુજબ હાઈ માસ્ટનાં પોલ ન લગાવ્યા હોવાની નોટિસો બાદ 6 પોલ દૂર કરાયા
- નગરપાલિકાનાં કોન્ટ્રાક્ટરે ટેન્ડર મુજબ કામગીરી ન કરતા કારોબારી ચેરમેનની સતર્કતાથી ગોબાચારી બહાર આવી
Bharuch : ભરૂચ જિલ્લામાં વિકાસના કામોમાં ગોબાચારી થતી હોવાની બૂમો ઊઠી રહી છે. તેવામાં ભરૂચ નગરપાલિકાનાં કારોબારી ચેરમેન અને અધિકારીઓની સાવચેતીનાં કારણે ભરૂચ નગરપાલિકાનાં લાઈટ કમિટીનાં કોન્ટ્રાક્ટરે 6 હાઇ માસ્ક લાઇટિંગ પોલ અને 32 આઈકોનિક પોલમાં ગોબાચારી કરી હોવાની માહિતીનાં પગલે 3 મહિનામાં 5 નોટિસ ફટકારતા આખરે કોન્ટ્રાક્ટરે ભૂલ સ્વીકારી છે અને પોલ બદલવાની બાહેધરી આપતા હાલ દશામાનાં વ્રતની (Dashama Vrat) પૂર્ણાહુતિ ટાણે જ હાઇ માસ્ટ દૂર કરવામાં આવતા અંધારપટ છવાયો છે.
ટેન્ડર મુજબ હાઇ માસ્ક લાઇટિંગ પોલ ન હોવાનું સામે આવતા નોટિસ ફટકારી
ભરૂચ નગરપાલિકાની (Bharuch Municipality) હદમાં આવતા વિસ્તારોમાં હાલમાં પોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડમાં જ હાઇ માસ્ક લાઇટિંગ પોલ લગાવવામાં ગોબાચારી કરી હોવાની ઘટનાએ ભારે હાહાકાર મચાવતા તાજેતરમાં જ લાઈટ કમિટીનાં કોન્ટ્રાક્ટરે ભરૂચમાં લગાવેલા હાઇ માસ્ક લાઇટિંગ પોલ ટેન્ડર મુજબ ન હોય અને સસ્તા લગાવી ગોબાચારી કરી હોય તેમ જ ભરૂચ મામલતદાર ભૃગુઋષિ બ્રિજથી કલેક્ટર કચેરીની આજુ-બાજુમાં પણ 32 જેટલા આઇકોનિક પોલ લગાવવામાં પણ ટેન્ડર મુજબ પોલ ન લગાવી ગોબાચારી કરી હોવાની ફરિયાદનાં પગલે કારોબારી ચેરમેનને ફરિયાદ મળતા આ બાબતે તપાસ કરવામાં આવી હતી. હાલમાં અને આઇકોનિક પોલમાં ટેન્ડર મુજબનું કામ ન થયું હોય અને હલકી ગુણવત્તાવાળા પોલ લગાવ્યા હોવાનું સામે આવતા ભરૂચ નગરપાલિકાનાં ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરને ત્રણ મહિનામાં પાંચ જેટલી નોટિસ ફટકારી ખુલાસો માંગતા કોન્ટ્રાક્ટરે પણ પોતાની ભૂલ સ્વીકારી સુધારો કરી આપી પોલ અને હાઇ માસ્ક લાઇટિંગ પોલને દૂર કરી ટેન્ડર મુજબના હાઇ માસ્ક લાઇટિંગ પોલ લગાવી દેવામાં આવશે, તેવી બાહેધરી આપી હોવાની માહિતી સપાટી પર છે.
આ પણ વાંચો - Ahmedabad : આંબાવાડીમાં શ્રેયસ ટેકરા પાસે એક સાથે 26 ગાડીનાં ટાયર ચીરી નાખ્યા!
ભ્રષ્ટાચારનું સામે આવતા વિપક્ષ પણ કેમ મૌન રહ્યું ? લોકોનાં સવાલ
છેલ્લા ત્રણ મહિનાથી લાઈટ કમિટીનાં કોન્ટ્રાક્ટરને ચીફ ઓફિસરે નોટિસો આપી ખુલાસો માંગ્યો હોવાની વાત ચર્ચાનું કેન્દ્ર બનતા મોડે મોડે પણ વિપક્ષે મેદાનમાં ઊતરી નગરપાલિકાનાં લાઈટ કમિટીનાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કરી કૌભાંડ કર્યું હોવાનાં આક્ષેપ સાથે મેદાનમાં ઉતરતા અત્યાર સુધી વિપક્ષીઓ કેમ આળસ ખંખેરતા ન હતા. નગરપાલિકામાંથી જ વાત લીક થતા વિપક્ષે તાત્કાલિક મુદ્દાને ઉઠાવી લઈ સત્તા પક્ષની સામે આક્રોશ સાથે રોષ ઠાલવતા હોય તો અત્યાર સુધીમાં વિપક્ષે આ બાબતે નગરપાલિકાને પોલને લઈ રજૂઆત કેમ ન કરી તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચમાં (Bharuch) દશામાના વ્રતની ઉજવણી થઈ રહી છે અને પૂર્ણાહુતિનાં સમયે વહેલી સવારે સૂર્યોદય થતા પહેલા દશામાની વિસર્જન યાત્રાઓ ( Dashama Visarjan Yatras) નીકળતી હોય છે પરંતુ, કોન્ટ્રાક્ટરે ભરૂચનાં વિવિધ વિસ્તારોમાંથી હાઈ માસ્ટ લાઇટિંગ પોલ (High Mast Lighting Pole) ઉતારી લેતા અંધાર પટ છવાયો છે, જેના પગલે દશામાનાં વિસર્જન પહેલા વિસ્તારોમાં નવા હાઇ માસ્ટ લગાવવામાં આવે તે બાબતે કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ પણ કોન્ટ્રાક્ટરને કહ્યું છે.
લાઈટ કમિટીનાં ચેરમેન માત્ર પદ પૂરતા જ!
ભરૂચ લાઈટ કમિટીમાંથી ગોબાચારીની ઘટના સામે આવી છે પરંતુ, ચેરમેન આ બાબતે મૌન સેવી બેઠા છે. લાઈટ કમિટીનાં ચેરમેન અર્પણ જોશી કે જેઓને આ બાબતે કોઈ જ વાતની જાણ ન હોય તે પ્રકારે લાઈટ કમિટીનાં ચેરમેન માત્ર પદ પૂરતા જ રહ્યા હોય તેવું લોકો માની રહ્યા છે. પોતાનાં જ વિભાગમાં શું ચાલે છે અને કેવી રીતે કૌભાંડ થાય છે ? તેનો પણ ખ્યાલ રાખતા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad : નાઇજિરિયાના પૂર્વ વિદેશમંત્રી સાથે પ્રતિનિધિ મંડળ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે
ન.પા.નાં લાઈટ કમિટીનાં અધિકારીઓને નોટીસ આપી ખુલાસો મગાશે : ચીફ ઓફિસર
ભરૂચ નગરપાલિકાની (Bharuch Municipality) લાઇટ કમિટીનાં કોન્ટ્રાક્ટરે હાઈ માસ્ટ અને આઇકોનિક પોલ લગાવવા માટે ટેન્ડર મુજબ પોલ લગાવ્યા નથી અને તે બાબતે કોન્ટ્રાક્ટરને વારંવાર નોટિસો ફટકારી છે અને તેમણે ભૂલ સ્વીકારી છે પરંતુ, લાઈટ કમિટીનાં અધિકારીઓની પણ ગંભીર બેદરકારી હોવાનાં કારણે તેઓને પણ નોટિસ પાઠવવામાં આવશે અને સાત દિવસમાં ખુલાસો માંગવામાં આવશે અને યોગ્ય જવાબ નહીં મળે તો શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તેમ નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું હતું.
5-5 નોટિસ કોન્ટ્રાક્ટરને આપ્યા બાદ કોન્ટ્રાક્ટરનું રુવાડું ફરક્યું:- વિપક્ષ નેતા
ભરૂચ નગરપાલિકાનાં લાઈટ કમિટીનાં કોન્ટ્રાક્ટરે ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું છે. ટેન્ડર મુજબ હાઇ માસ પોલ કે આઇકોનિક રોડ પર લગાવેલા થાંભલાઓમાં ભ્રષ્ટાચાર કર્યો છે. ભરૂચ નગરપાલિકાનાં અધિકારીઓને પદાધિકારીઓની નોટિસો બાદ કોન્ટ્રાક્ટરે તહેવારનાં સમયમાં પોતાની ભૂલ સ્વીકારી હાઇ માસ દૂર કરાતા અંધારપટ છવાયો છે. પ્રથમ નોટિસમાં જ કોન્ટ્રાક્ટરે પોતાની ભૂલ કેમ ન સ્વીકારી ? તેમ કહી વિપક્ષીઓએ પણ સત્તા પક્ષ પર આક્રોશ ઠાલવ્યો છે
લોકાર્પણ કરનારા નેતાઓએ ચકાસણી કેમ ન કરી ? શહેર કોંગ્રેસ પ્રમુખ
વિકાસનાં કામો થાય અને ગુણવત્તા યુક્ત થાય તે ચકાસવાની જવાબદારી કોની..? તેવા પ્રશ્નો વચ્ચે ભરૂચમાં 6 હાય માસ્ટમાં ગોબાચારી સામે આવી છે જ્યારે હાલમાં લાગ્યા ત્યારે લોકાર્પણ કરનારા ધારાસભ્ય સહિતના નગરપાલિકાના અધિકારીઓ પદા અધિકારીઓએ ટેન્ડર મુજબ હાય માસ લાગ્યા છે તેની ચકાસણી કેમ ન કરી તેવા પ્રશ્નો ઊભા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ કર્યા છે
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો - Fake Call Centre : રાજ્ય પોલીસને દોડાવનારી અમદાવાદની ઘટના પાછળ ગેરકાયદેસર કોલ સેન્ટર સહિત મોટી લેણદેણ કારણભૂત


