Bharuch: સામાન્ય દાઢના ઓપરેશનમાં મહિલાનું મોત થતાં પરિવારે કર્યા આક્ષેપો, નોંધાઈ પોલીસ ફરિયાદ
- ઓપરેશન કર્યા બાદ મહિલાનું મોતથી થતા પરિવાર આકરા પાણીએ
- હોસ્પિટલમાં ડૉક્ટરની લાપરવાહીના કારણે મોત થયું હોવાના પરિવારો આક્ષેપ
- પોલીસ ફરિયાદ થતા મૃતકને પેનલ પીએમ અર્થે સુરત લઈ જવાયો
Bharuch: ભરૂચમાં દાઢના સામાન્ય ઓપરેશનમાં મહિલા દર્દીનું ઓપરેશન બાદ તબિયત લથડી જતા ઓપરેશન કરનાર ડોક્ટર વિહાન સુખડિયા રઘવાયા બની દર્દીને આજુબાજુના હોસ્પિટલમાં લઈ જવાના બદલે 1 કિલો મીટર દૂર હાર્ટના હોસ્પિટલમાં લઈ જતા મહિલાનું મોત થઈ ગયું હતુંય મહિલાનું મોત થઈ જતા સમગ્ર મામલો પેચિંદો બન્યો છે. જેને લઇ હાલ તો મૃતદેહને પેનલ પીએમ માટે સુરત લઈ જવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
દાઢમાં સામાન્ય દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
ભરૂચના આર.કે કાસ્ટા તેમજ ફલશ્રુતિ નગર હોસ્પિટલનું હબ માનવામાં આવે છે. સુકૃતિ હોસ્પિટલ કે જેના ડોક્ટર વિહાગ સુખડિયાને ત્યાં ભરૂચના બળેલી ખો વિસ્તારના 40 વર્ષીય દર્દી નસીમબેન ઈરફાન પટેલ કે જેને દાઢમાં સામાન્ય દુખાવો ઉપાડતા તેને હોસ્પિટલમાં તપાસ સાથે લાવવામાં આવ્યા હતા. પૈસાનો અભાવ હોય બીજા દિવસે લઈને આવીશું તેમ કહી દર્દીને બીજા દિવસે હોસ્પિટલમાં લાવતા તેના જરૂરી રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ હોસ્પિટલના ડૉક્ટર વિહાન સુખડિયાએ મહિલા દર્દીનું દાઢનું ઓપરેશન કરી નાખ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.
મહિલા દર્દીએ જીવ ગુમાવી દેતા મહિલા દર્દીના પરિવારોને રોષે ભરાયા
નોંધનીય છે કે, મહિલા દર્દીની અચાનક તબિયત લથડી જતા ઓપરેશન કરનાર ડૉક્ટર વિહંગ સુખડિયા બેબાકળા બની આજુબાજુના હોસ્પિટલમાં સમયસર સારવાર અપાવવાના બદલે 1 km મીટર દૂર એમજી રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ જ્યાં હાર્ટનું હોસ્પિટલ હોય ત્યાં લઈ જઈ દાખલ કર્યા હતા. હોસ્પિટલમાં દર્દીને સારવાર મળે તે પહેલા જ વેન્ટિલેટર ઉપર મૂક્યા બાદ ગણતરીની મિનિટોમાં જ મહિલા દર્દીએ જીવ ગુમાવી દેતા મહિલા દર્દીના પરિવારો લાલઘૂમ બન્યા હતા. તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને પહોંચી પોલીસ ફરિયાદ નોંધાવાની કવાયત કરી હતી. પોલીસે મૃતકના પરિવારની સામાન્ય અરજી લઈ મૃતદેહને પેનલ પીએમ અર્થે સુરત લઈ જવા માટેની કવાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Kutch: આમ આદમી પાર્ટીના નેતા નીકળ્યાં ED ના નકલી અધિકારી! શું લોકો પાર્ટી પર ભરોસો કરશે?
આક્ષેપ મામલે હોસ્પિટલ ઉપર મીડિયા પહોંચ્યું
સમગ્ર પ્રકરણમાં ડૉક્ટર વિહાગ સુખડિયાની લાપરવાહીના કારણે મહિલા દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ મામલે હોસ્પિટલ ઉપર મીડિયા પહોંચ્યું હતું તો હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી હતી. ડૉક્ટરે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું બહાર છું અને મારે આ બાબતે કંઈ જ કહેવું નથી. પેનલ પીએમ રિપોર્ટ બાદ પોલીસ જે કાર્યવાહી કરશે તે મંજૂર છે.’ તેમ કહી ડૉક્ટરે પણ મીડિયાથી દૂર રહેવાના પ્રયાસો કર્યા હતા.
આ પણ વાંચો: પ્રજાના પ્રશ્નો માટે પૈસા નથી! તો પછી પ્રવાસના પૈસા ક્યાંથી આવ્યા? સ્થાનિકોએ ઠાલવ્યો રોષ
દર્દીને હાર્ટમાં દાઢનું ઇન્ફેક્શન થઈ ગયું હતું: હાર્ટના તબીબ
હાર્ટના હોસ્પિટલમાં જ દર્દીને કેમ લઈ જવામાં આવ્યા તે બાબતે હોસ્પિટલના ડૉક્ટરેએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, દર્દીને મોઢામાં રહેલું ઇન્ફેક્શન હાર્ટ સુધી પહોંચી ગયું હોય અને એટલા માટે જ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. સામાન્ય દાઢમાં દુઃખાવામાં મહિલાએ જીવ ગુમાવી દીધો? આ વાત અહીંયા ગંભીર બની ગઈ છે.
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો: Kheda: એવી તો શું ઉતાવળ હતી? વિદ્યાર્થિનીઓ વર્ગખંડમાં હતી અને શિક્ષકો તાળું મારી જતા રહ્યાં


