Bharuch : મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની કરાઈ ધરપકડ, 50થી વધુ લોકોના નિવેદન લેવાયા
- ભરુચના મનરેગા કૌભાંડમાં 50થી વધુ લોકોના નિવેદન લેવાયા
- આ કૌંભાડ સંદર્ભે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય હીરા જોટવાની કરાઈ ધરપકડ
- ભરુચના 56 ગામો સુધી મનરેગા કૌભાંડની તપાસનો રેલો પહોંચ્યો છે
Bharuch : આમોદ, જંબુસર, હાંસોટ તાલુકામાં અત્યંત ચકચારી એવું મનરેગા કૌભાંડ (MNREGA Scam) આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં તપાસ તેજ કરી દેવામાં આવી છે. આ કૌભાંડમાં 50થી વધુ લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા (Hira Jotawa) ની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટરની પણ ધરપકડ વિશે પણ સંભળાઈ રહ્યું છે. મનરેગા યોજના હેઠળ સ્થળ ઉપર કામ કરાવ્યા વિના જ બિલો રજૂ કરીને 7 કરોડ 30 લાખની છેતરપિંડી કરાઈ હતી.
અનેક અધિકારીની ધરપકડના એંધાણ
ભરુચ જિલ્લાના આમોદ, જંબુસર, હાંસોટ તાલુકામાં મનરેગા યોજના હેઠળ સ્થળ ઉપર કામ કરાવ્યા વિના જ બિલો રજૂ કરીને 7 કરોડ 30 લાખ કરોડ રુપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કોંભાડમાં અત્યાર સુધી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવાની ધરપકડ કરાઈ છે. હીરા જોટવા (Hira Jotawa) ની ધરપકડ બાદ હવે હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટરની પણ ધરપકડ થઈ શકે છે. આ ઉપરાંત સમગ્ર મનરેગા યોજના કૌભાંડમાં અનેક સરકારી અધિકારીઓની ધરપકડ થઈ શકે તેવા એંધાણ છે. આ કૌભાંડ સંદર્ભે મુરલીધર એન્ટરપ્રાઈઝ અને જલારામ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર સામે ફરિયાદ થઈ હતી. કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. કામ થયું ન હોય તેના પણ રૂપિયા સીધા ચૂકવી દેવામાં આવ્યા હોવાના સમાચાર ફેલાતા જ ચકચાર મચી ગઈ હતી. ભરુચના 56 ગામો સુધી મનરેગા કૌભાંડની તપાસનો રેલો પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ Rain in Gujarat : બનાસકાંઠામાં વરસાદે માઝા મુકી, અંબાજી મંદિરનો ચાચર ચોક પાણીમાં ગરકાવ
35 એજન્સીઓ સામે નામજોગ ગુનો
ભરુચ જિલ્લાના અત્યંત ચકચારી મનરેગા કૌભાંડમાં પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ બાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ પણ વાંચોઃ Rathyatra 2025: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો આરંભ, CM Bhupendra Patel એ કરી પહિંદવિધિ


