Bharuch: ખેડૂતોના પેટ ઉપર પાટુ મારી રહ્યો છે આ પ્રોજેક્ટ! જાણો શું કહે છે ભરૂચના આ ખેડૂતો
- પાવર ગ્રીડ પ્રોજેક્ટની 2 લાઈનથી ખેડૂતોની ચિંતા વધી
- આ પાવર ગ્રીડ પ્રોજેક્ટથી 1000થી વધુ ખેડૂતો ચિંતામાં
- હાઈટેસન લાઈન પસાર થતાં ખેડૂતો ખેતી છોડી મજૂરી કરવા મજબૂર
Bharuch: સરકારના વિવિધ પ્રોજેક્ટમાં ખેડૂતો જમીન ગુમાવી રહ્યા છે સરકારી અર્ધસરકારી લાઈનો પસાર કરવા માટે ખેડૂતો તંત્ર અને સરકાર સામે લાચાર બની ખેતીના હથિયારો મૂકી દીધા છે. જેના પગલે જે ભારત દેશ સૌથી વધુ ખેતીપ્રધાન દેશમાં ભરૂચ જિલ્લો આવતો હતો. તે ભરૂચ જિલ્લો હવે ખેતીપ્રધાન દેશમાંથી નીકળી ઉદ્યોગપતિઓનો દેશ બનવા જઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતો હવે ખેતીથી વંચિત રહી મજૂરી કામ કરવા માટે મજબૂર બન્યા હોવાના અહેવાલો વચ્ચે સરકારના વિવિધ પ્રોજેક્ટ ખેડૂતો માટે પેટ ઉપર પાટુ મારવા સમાન સાબિત થઈ રહ્યો છે.
ખેડૂતોએ પોતાની મહામૂલી ખેતીલાયક જમીન ગુમાવવાનો વારો
ભારત દેશને અન્નદાતાનો દેશ માનવામાં આવતો હતો. એટલે કે ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખાતો હતો, પરંતુ વિકાસના ઓથા હેઠળ ખેડૂતોની ખેતી ફળદ્રુપ જમીનમાંથી સરકારી અને અર્ધસરકારીના વિવિધ પ્રોજેક્ટ ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતાં ખેડૂતોએ પોતાની મહામૂલી ખેતીલાયક જમીન ગુમાવવાનો વારો આવી ગયો છે. એટલા માટે ખેડૂતો પણ સરકારના પ્રોજેક્ટ સામે લાચાર બની પોતાની પરસેવાની જમીન ગુમાવી રહ્યા છે. ખેડૂતો ખેતીથી દૂર થાય મજૂરી કામ તરફ વળી રહ્યા છે. તેનું કારણ છે કે, હવે ભારત દેશ ખેતીપ્રધાન દેશ તરીકે નકશામાંથી નીકળી રહ્યો છે. સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ બુલેટ ટ્રેન એક્સપ્રેસવે ફ્રેથ કોરિડોર તથા પાવર ગ્રીડના હાઈ ટેન્શન લાઇન તો ગામમાંથી પસાર થાય જ છે છતાં પણ વધુ 765 કેવીની 2 પાવર ગ્રીડ પ્રોજેક્ટની લાઈન પસાર કરવા માટે ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાંથી ખેડૂતોની જમીનમાંથી લાઈનો પસાર કરવા માટે ખેડૂતોની મહામૂલી જમીનનું સત્યનાશ વાળવામાં આવી રહ્યું છે.
અહીં 765 કેવીની 2 લાઈનો નાખવામાં આવી
વડોદરા સાઉથ ઓલપાડ તથા અમદાવાદ સાઉથ ઓલપાડની 765 કેવીની 2 લાઈનો પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવી રહી છે. જેની કામગીરી ઘણા ગામોમાં શરૂ પણ થઈ ગઈ છે અને એટલા માટે જ ઘણા ખેડૂતો તંત્ર અને સરકારી અર્ધસરકારી પ્રોજેક્ટના કામકાજ માટે પોતાની જમીન લાચાર બનીને ગુમાવી રહ્યા છે. ભરૂચના પાલેજ તરફથી પ્રવેશેલી 765 કેવીની 2 લાઈનની કામગીરી પસાર કરવા કામગીરી ચાલી રહી છે. જે પાલેજ કંબોલી વરેડીયા ગોડી ઘોડી કિસનાડ સીમાલીયા ટંકારીયા ઍડોલ કહાન જંગાર કરગટ સીતપણ સહિતના વિવિધ ગામોમાંથી પસાર થઈ ભરૂચમાં કુકરવાડા નજીક થી નર્મદા નદીમાંથી પસાર કરી અંકલેશ્વર તરફ દક્ષિણ ગુજરાત તરફ પસાર કરવામાં આવનાર છે. આ લાઈન ના કારણે ભરૂચ જિલ્લાના 1,000થી વધુ ખેડૂતોની જમીનોને નુકસાન થઈ રહ્યું છે જેના કારણે આવનાર સમયમાં ખેડૂતો પોતાની ખેતી છોડીને મજૂરી કામ તરફ મળી રહ્યા છે, સરકારી અર્થ સરકારી પ્રોજેક્ટ સામે ખેડૂતો પોતાની પરસેવાની જમીન ગુમાવી રહ્યા હોવાના અનુભવ વચ્ચે આવનાર સમયમાં ભારત દેશમાં ખેતીપ્રધાન દેશના નકશામાંથી ભરૂચ જિલ્લો નાબૂદ થાય તેઓ અનુભવ ખેડૂતો કરી રહ્યા છે.
આ પણ વાંચો: Bharuch: જંબુસરમાં નવયુગ વિદ્યાલયમાં થઈ બબાલ, આચાર્ય અને શિક્ષક વચ્ચે છૂટા હાથે મારામારી
આ ખેડૂતોને ખેતીમાંથી મજૂરી કામ કરવાની નોબત આવશે?
ભરૂચના ઉત્તર ગુજરાત એટલે કે પાલેજ નજીકથી લાઈન ભરૂચ જિલ્લામાં પ્રવેશી રહી છે જેમાં પાલેજ, કંબોલી, વરેડીયા, ગોડી ઘોડી, કિસનાડ, સીમલીયા, ટંકારીયા, અડોલ, કહાન, જંગાર, કરગટ, સીતપણ, પારખેત, પાદરીયા, કારેલા, પીપલીયા, પરિયેજ, નબીપુર, હિંગલા, બોરી, અલદર, કુવાદર, ત્રાલસા, કોઠી, ચાવજ, કાસદ, મહુદલા, ઠિકરીયા, ત્રાંલસી, બાકરોલી, દેરોલ, થામ, ઉમરાજ, શેરપુરા, કંથારીયા, મનુબર, વહાલુ, કરમાડ, સરનાર, વિલાયત, નરથલા, ચોલાડ, વાસી, વેસદડા, દેત્રાલ, હિંગલોટ, દહેગામ, વેરવાડા, દશાન, વડવા, ભુવા, આમદડા અને ભાડભૂત સહિતના આમોદ, વાગરા, અંકલેશ્વર અને હાસોટ સહિતના તાલુકાઓમાંથી સંખ્યાબંધ ગામમાંથી પાવર ગ્રીડની બે લાઈનો પસાર થઈ રહી છે. જેના કારણે ખેડૂતોની ખેતીમાં કામ ચાલુ હોવાના કારણે ખેડૂતો નથી કરી શકતા પોતાની મહામૂલી ખેતી જેને લઇ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે
આ પણ વાંચો: APP in Gujarat: દિલ્હીમાં કેજરીવાલની કારમી હાર! હવે ગુજરાતમાં કોના નામે મત માંગશે ‘આપ’ નેતાઓ?
સંખ્યાબંધ ખેડૂતો મજૂરી કામ કરવા માટે મજબુર બન્યા
ભરૂચ જિલ્લાના અનેક તાલુકાના સંખ્યાબંધ ગામના ખેડૂતો કપાસ તુવેર મગ મઠિયા તથા સીઝનના શાકભાજી બાગાયત સહિતની ખેતી કરી ખેતીપ્રધાન દેશને જાળવી રાખ્યો હતો. પરંતુ હાલમાં ખેડૂતો સરકારી અને અર્ધ સરકારીના વિવિધ પ્રોજેક્ટ સામે પોતાની ખેતી લાયક ફળદ્રુપ જમીન ગુમાવી રહ્યા છે અને ખેતીમાંથી નીકળી મજૂરી કામ કરવા માટે મજબુર બન્યા છે. જેના કારણે આવનાર સમયમાં કઠોળ શાકભાજી સહિતનું ઉત્પાદન ઘટવાના કારણે મોંઘવારી વધુ બનશે અને ખેતીપ્રધાન દેશ હવે ઉદ્યોગ પ્રધાન દેશ માનવામાં આવશે અને ખેડૂતો લાચાર બનીને ખેતીમાંથી નીકળી છૂટક મજૂરી કરવા માટે મજબૂત બની ગયા છે.
ભરૂચ જિલ્લાના 9 તાલુકા પૈકી 8 તાલુકામાં ઉદ્યોગો સ્થપાયેલા?
ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા ઉદ્યોગોની જમીન ખેડૂતોની હતી. ખેડૂતોએ નોકરી માટે ઘણી જમીનો જીઆઇડીસીને આપી પણ દીધી પરંતુ 80 ટકા સ્થાનિક ઉદ્યોગોને નોકરી એટલે કે રોજગારી આપવાનો વાયદો આજે પણ વાયદો બની ગયો છે. ઉદ્યોગો સ્થપાયા પરંતુ તેમાં સ્થાનિકોને રોજગારી મળતી નથી અને પરપ્રાંતીય લોકોને જ રોજગારી આપવામાં આવે છે અને હાલ ભરૂચ જિલ્લો ખેડૂતોનો નહીં પરંતુ ઉદ્યોગોનો જિલ્લો બની ગયો છે.


