Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: તપોભૂમિ ઓસારામાં આવેલા મહાકાળીના મંદિરમાં નવરાત્રિ નિમિતે ભક્તોનું ઘોડાપુર

નવરાત્રિ નિમિતે મંદિરનું સંપૂર્ણ સંકુલ ભક્તોથી ઉભરાયુ વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોનું માનવ મહેરામણ ઓસારામાં આવેલું વિશ્વશાંતિ મહાકાળી માતાનું પવિત્ર મંદિર Bharuch: શક્તિ ઉપાસનાનો પર્વ એટલે આસો નવરાત્રી હાલમાં નવરાત્રી ચાલી રહી છે. મંગળવારના દિવસે ભરૂચ (Bharuch)...
bharuch  તપોભૂમિ ઓસારામાં આવેલા મહાકાળીના મંદિરમાં નવરાત્રિ નિમિતે ભક્તોનું ઘોડાપુર
Advertisement
  1. નવરાત્રિ નિમિતે મંદિરનું સંપૂર્ણ સંકુલ ભક્તોથી ઉભરાયુ
  2. વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોનું માનવ મહેરામણ
  3. ઓસારામાં આવેલું વિશ્વશાંતિ મહાકાળી માતાનું પવિત્ર મંદિર

Bharuch: શક્તિ ઉપાસનાનો પર્વ એટલે આસો નવરાત્રી હાલમાં નવરાત્રી ચાલી રહી છે. મંગળવારના દિવસે ભરૂચ (Bharuch) તાલુકાના ઓસારા ગામમાં આવેલ વિશ્વશાંતિ મહાકાળી મંદિરે દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ માનવ મહેરામણ ઉમટી માતાજીના દર્શન કરી ભક્તિમાં મગ્ન બન્યા હતા. વિશ્વશાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસારા અનેક ભાવિક ભક્તોનું શ્રદ્ધા,આસ્થા અને વિશ્વાસનું સ્થળ છે.

Advertisement

મોટી સંખ્યમાં ભક્તો આવી કરે મા ના દર્શન

માન્યતા પ્રમાણે વાત કરવામાં આવે તો, આ મંદિરમાં તારીખ 03-10-1976 ને આસો સુદ દશમને રવિવારના રોજ સવારે 07.30 કલાકે પૂજ્ય મહાકાળી માતાજીનું પાવાગઢથી આગમન થયું હતું. આ મંદિરના પાયામાં પૂજ્ય માનસિંગ ભાઈ (માન ગુરુ) તથા તેમના સમગ્ર કુટુંબીજનોની આકરી તપશ્ચર્યા, અડગ શ્રદ્ધા, નિર્મલ ભક્તિ અને આચાર વિચારની એકતારૂપ જોવા મળે છે તેમના હેતુઓ મહાન ઉદ્દેશોને વરેલા છે. જેવા કે માનવ કલ્યાણ તથા વિશ્વશાંતિ વિશ્વમાંથી આસુરી તત્વોનો નાશ થાય એટલા માટે તાપ કરવું એ મુખ્ય હેતુ છે. આ મંદિરમાં પૈસા મુકવા દેવામાં આવતા નથી, આ મંદિરમાં એક અખંડ ‘શાંતિ દીપ’ પ્રગટેલો રાખવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: Jetpur નજીક સિંહના ધામા, કપાસના પાક વચ્ચે આરામ ફરમાવતો હતો જંગલનો રાજા

આ મંદિરની પ્રાણ પ્રતિસ્થા દિન જેઠ સુદ દશમના રોજ સવારના 11.45 કલાકે થયું હતું. આ પર્વ દર વર્ષે જેઠ સુદ દશમના રોજ ઉજવવામાં આવે છે. માતાજીનું મૂળ સ્થાનક જે વર્ષમાં એક જ દિવસ ખુલ્લું મુકવામાં આવે છે તેનો સમય છે સવારે 11.15 થી બપોરે 03.15 સુધી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસરનું સંચાલન અને વ્યવસ્થા પૂજ્ય માન ગુરુના અનુગામી પૂજ્ય કૌશિકભાઈ માનસિંગભાઈ ઈડોદરા કરી રહ્યા છે.

આ પણ વાંચો: Vadodara: ભાયલી સામૂહિક દુષ્કર્મ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા વકીલોએ કર્યો ટપલીદાવ

આસો નવરાત્ર આ મંદિરમાં ધામધૂમથી ઉજવાય છે, જેથી દૂર દૂરથી ભક્તો દર્શન અને પૂજન માટે ઉમટી પડતા હોય છે. પૂજ્ય માન ગુરુ દ્વારા માતાજીની કુમકુમ બાવની ની રચના કરવામાં આવી છે. જેમાં 52 રેખાથી રચિત કુમકુમ બાવની લોકો ગાઈને માતાજીની આરાધના કરે છે. આ મંદિરે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. પાવાગઢ જેટલું જ આસ્થા અને મહત્વ ધરાવતું આ મંદિર છે અહીંયા મહાકાળી માતાજીના વીર એટલે બાબરવીરનું પણ મંદિર આવેલ છે જે મહિનાના છેલ્લા રવિવારે ભક્તો માટે ખુલ્લું રહે છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Kheda: ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી, આચાર્ય ઘરેથી કરે છે પ્રશ્નપત્રોનું વિતરણ

Tags :
Advertisement

.

×