Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : GOOD BYE 2023, ચાલો આજે નજર કરીએ આ વર્ષમાં ભરૂચમાં બનેલ મહત્વની ઘટનાઓ ઉપર

અહેવાલ - દિનેશ મકવાણા    (1) ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે તેમજ કોરીડોરની યોજનામાં ખેડૂતોની જમીન સંપાદનમાં વળતરની માંગ સાથે ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે અને દિવાળી પૂર્ણ થતા રાજપૂત છાત્રાલય ખાતે 28 ગામના ખેડૂતોએ...
bharuch   good bye 2023  ચાલો આજે નજર કરીએ આ વર્ષમાં ભરૂચમાં બનેલ મહત્વની ઘટનાઓ ઉપર
Advertisement
અહેવાલ - દિનેશ મકવાણા 

(1) ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે તેમજ કોરીડોરની યોજનામાં ખેડૂતોની જમીન સંપાદનમાં વળતરની માંગ સાથે ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે અને દિવાળી પૂર્ણ થતા રાજપૂત છાત્રાલય ખાતે 28 ગામના ખેડૂતોએ હાજર થઈ 7,000 થી વધુ પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને સંબોધિત લખી વળતરની માંગ સાથે વિરોધ વ્યક્ત કરી પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે.
(2) ભરૂચ નગરપાલિકા દેવામાં હોવાના ચોકાવનારા અહેવાલો વચ્ચે નગરપાલિકાની રાજીવ આવાસ યોજના સંદતર નિષ્ફળ નિવડી છે. રાજીવ આવાસ યોજનાના 13 બ્લોક પૈકી માત્ર ચાર બ્લોકમાં જ લાભાર્થીઓ ઘરમાં ટપકતા મળ મૂત્ર વચ્ચે મજબૂરીમાં રહેવા મજબૂર થયા છે, અને સમગ્ર યોજના સદંતર નિષ્ફળ રહી હોય અને 12 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરની ચુકવી દેવાતા ભરૂચ નગરપાલિકાને જ મોટું નુકસાન થતા સમગ્ર રેલો નગર કમિશનર સુધી પહોંચે તેવા એંધાણો વર્તાય રહ્યા છે.
(3) ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ.પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આમોદના સુડી ગામના એકજ ફળિયાના ચાર યુવાનોના મોતને પગલે ગામમાં માતમ છવાયો હતો.
(4) ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ ત્રણ દિવસમાં જ મોતની છલાં લગાવવાનું સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવારે નદીમાં મોતની છલાંગ લગાવેલી યુવતીની શોધખોળ દરમિયાન એક યુવતીને બચાવી જ્યારે એકનો મૃતદેહ મળ્યો હતો પરંતુ શુક્રવારે કુદેલી યુવતીનો મૃતદેહ હજુ સુધી હાથે લાગ્યો નથી જેના કારણે નર્મદા મૈયા બ્રીજ સુસાઇડ પોઇન્ટ બની રહ્યો છે.
(5) સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થતા 2 લાખ 43 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, પરંતુ પૂરનું સંકટ રહેતું નથી અઢી લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં રહી શકે તેવી હાલની ગોલ્ડન બ્રિજની સપાટી છે અને કાંઠા વિસ્તારના લોકોને માત્ર સાવચેત રહેવા માટેનું સૂચન કરાયું છે.
(6) સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતા 18 લાખ દિવસે પાણીનો પ્રવાહ છોડવાના કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેના પગલે ભરૂચ અંકલેશ્વરના રહેણાંક વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળતાં લોકોને હાલાકી ભોગવી પડી રહી છે.  સાથે જ અંકલેશ્વર પંથકમાં એક શૈક્ષણિક શાળા અને સોસાયટી વિસ્તાર પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા જેના કેટલાક ડ્રોન દ્રશ્યો પણ સામે આવી રહ્યા હતા.
(8) ભરૂચ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખના વડોદરાના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાના પ્રેમાલાપના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ સમગ્ર મામલો રાજકીય રંગે રંગાયો હતો જોકે પ્રેમિકા સાથેના પ્રેમાલાપના ફોટા વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવા માટે પ્રેમિકાએ સાઇબર ક્રાઇમમાં અરજી કરતા તપાસ દરમિયાન પ્રેમી એ જ પ્રેમિકાના ડ્રાઇવરના નામે સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બનાવી ફોટા વાયરલ કર્યો હોવાના ભાંડો ફોટા સાયબર ક્રાઇમ પોલીસે પ્રેમી આરોપીની ધરપકડ કરી હતી.
(9) જંબુસર પોલીસ મથકની હદમા આવેલ ભાણખેતર ગામ નજીકથી મળેલ બિનવારસી અજાણ્યા ઈસમની લાશનો ભેદ ઉકલાયો હોય જેમાં બનાસકાંઠાના થરાદ પોલીસ મથકના ચોટપા ગામનો શંકર પટેલની હોવાનુ તેમજ તેની ગળે ટુંપો આપી તેની પત્નીના પ્રેમીએ જ હત્યા કરી લાશને ૩૮૦ કિમી દુર ભરૂચ જિલ્લાના જંબુસરના ભાણખેતર પાસે ફેંકી દીધી હોવાનુ તપાસમાં બહાર આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
(10) ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી ઔધોગિક જીઆઈડીસી વિસ્તારમાં અવારનવાર આગ લાગવાની બાબતો સામે આવી રહી છે, તેવામાં વધુ એક ઘટના દહેજ જીઆઈડીસી માંથી સામે આવી હતી.
(11) ગુજરાતમાં બિપર જોય નામના વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી હતી, જેના પગલે દહેજ બંદર સહિત નદી અને દરિયા ન ખેડવા માછીમારોને સૂચનો આપ્યા હતા, સાથે જ દહેજ બંદરો ઉપર પણ વાવાઝોડાની અસર સાથે દરિયાના પાણીમાં મોજા ઉછળતા જોવા મળ્યા હતા, જેના કારણે ભરૂચ જિલ્લામાં પણ સંભવત વાવાઝોડાની અસર જોવા મળી રહી હતી.
(12) લગ્નના એક જ વર્ષમાં દીકરીનું શંકાસ્પદ મોત થાય તો અનેક શંકાઓ ઉપજાવે છે આવો જે કિસ્સો વાગરા તાલુકાના ખોજબલ ગામે બન્યો હતા, જ્યાં એક વર્ષ પહેલા હસતા મોઢે વિદાય કરાવેલી દિકરીનું હૃદય રોગના હુમલાથી મોત થયું હોવાની ઘટનામાં મૃતકના પિતાએ હત્યાની આશંકાઓ વ્યક્ત કરતા પોલીસ અને તંત્રની હાજરીમાં કબ્રસ્તાનમાં દફન કરાયેલા મૃતદેહને બહાર કાઢી તેનું પોસ્ટમોર્ટમ કરવાની કવાયત કરી હતી, જેમાં મૃતકના પતિએ હત્યા કરી હોવાનું સ્વીકારી લીધું હોવાની માહિતી સામે આવી રહી છે.
(13) પોતાના પ્રેમીને પામવા માતાએ વિધવા બનવા સૌપ્રથમ પોતાના જ દીકરાની બલી ચડાવવાનો ખેલ રચી નાખ્યો અને પોતાના પ્રેમી દિયરને બોલાવી દીકરાની હત્યા કરાવી પોતાના પતિનું પણ હત્યાનું કાવતરું રચ્યું હતું. પરંતુ ૪ સંતાનની માતા પોતાના પતિની હત્યા કરે તે પહેલા જ પોલીસે અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલી નાખી પ્રેમી પંખીડા માતા અને પિતરાઈ દિયરને જેલ ભેગા કરી નાખ્યા છે.
(14) બોલીવુડની ફિલ્મ ફીર હેરાફેરીમાં જેમ અભિનેતાઓ કરોડપતિ બનવા માટે હેરાફેરીમાં નકલી માલ પધરાવી અસલી માલ મેળવતા હોય તેમ હેરાફેરી કરતા તેવું જ કૌભાંડનું કારસ્તાન રચનાર ભરૂચ જિલ્લાની એક ગેંગને ભરૂચ એલસીબી પોલીસે રોકડ રૂપિયા ૩૫ લાખ અને ચિલ્ડ્રન નોટ ૧ કરોડ અને ૮૦ લાખની સાથે ઝડપી લઇ કેટલા વેપારીઓ સાથે ઠગાઈ કરી છે તેની માહિતી મેળવવા પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
(15) ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામના ગંધાર તરફ દરિયો કાંઠો આવેલો છે, જ્યાં પરિવારજનો ફરવા ગયા હતા તે દરમિયાન દરિયાની અંદર ભરતી આવી જતા પાણીમાં બાળકો તણાઈ રહ્યા હોવાના દ્રશ્યો જોઈ પરિવારજનો એકબીજાને બચાવવાના પ્રયાસ કર્યા હતા જોકે ભરતીના પાણી પૂર ઝડપે આવી જતા ડૂબી જવાના કારણે ૬ લોકોના મોત અને ૨ સારવાર હેઠળ હોવાના અહેવાલો મળ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.

×