VADODARA : ક્રૂરતાપૂર્ણ દુષકર્મની ઘટનામાં પીડિતના પરિવારને ઝારખંડના મંત્રી મળ્યા
VADODARA : તાજેતરમાં ભરૂચના ઝઘડિયા જીઆઇડીસીમાં સગીર દિકરી પર ક્રૃરતાપૂર્ણ દુષકર્મ આચરવામાં આવ્યું (11-year old girl abducted, raped in Bharuch) હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પીડિત દિકરીને ગંભીર હાલતમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ જઘન્ય ઘટનામાં આરોપી વિજયને પોલીસે દબોચી લીધો છે. અને તેની સામે જલ્દીમાં જલ્દી ચાર્જશીટ ફાઇલ કરવાની દિશામાં તપાસ આગળ વધી રહી છે. ત્યારે પીડિતાનો પરિવાર મુળ ઝારખંડનો હોવાથી ઝારખંડ સરકારના મંત્રી વડોદરા દોડી આવ્યા છે. અને પીડિત પરિવારની મુલાકાત લઇને સ્થિતી જાણી છે. સાથે જ ઝારખંડ સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય રાશી પરિવારને સુપરત કરવામાં આવી છે.
હાઇજીન, સેફ્ટી-સિક્યોરીટીની શું સમસ્યાઓ છે
ઝારખંડ સરકારના ગ્રામ્ય વિકાસ તથા પંચાયતી રાજના મંત્રી દિપીકા પાંડે (Minister of Rural Development and Panchayati Raj, Government of Jharkhand - Deepika Pandey Singh) એ મીડિયાને જણાવ્યું કે, મારી સાથે સોશિયલ વેલ્ફેર ડિરેક્ટર તથા અન્ય આવ્યા છે. ઝારખંડની 9 વર્ષની દિકરી જોડે જઘન્ય ઘટના બની છે. તે બાદ ઝારખંડ સરકારના મુખ્યમંત્રી દ્વારા એક પ્રતિનિધી મંડળ વડોદરા મોકલ્યું છે. અમારી ચિંતા છે કે, બાળકીને જરૂરી તબિબિ સહાય મળવી જોઇએ. અમે તેને મળ્યા છીએ. ઝારખંડના મોટ ભાગના શ્રમિકો ગુજરાતમાં છે. આ પ્રકારના ગુનામાં કાયદેસરની કાર્યવાહી કેવી કરવામાં આવે છે, આ એક એક્સ્ટ્રીમ કેસ હતો. નાની-મોટી ગુનાખોરીમાં અમારા ત્યાંથી આવેલા ભોગ બનનાર લોકોને શું મદદ મળી રહી છે. સાથે સાથે અમારી તે પણ ચિંતા છે કે, અહિંયા બહારથી આવેલા શ્રમિકો તે વસ્તીઓમાં રહી રહ્યા છે, ત્યાં હાઇજીન, સેફ્ટી-સિક્યોરીટીની શું સમસ્યાઓ છે. જે કંપની તેમને લઇને આવે છે, તે તેમની વેલ્ફરે માટે શું કરી રહ્યા છે.
અન્યત્રે ખસેડવાની જરૂર જણાય તો, તે માટે ગુજરાત સરકાર અમને જાણ કરે
વધુમાં તેમણે જણાવ્યું કે, જે પરિવાર સાથે આ ઘટના થઇ છે, તેના ચાર સંતાનો છે. પતિ-પત્ની બંને કામ કરે છે. જેણે આ ઘટનાને અંજામ આપ્યો છે, તે તેમની જ વસ્તીમાં રહે છે. ચાર સંતાનો માટે કોઇ સુવિધા આપવામાં આવી હોત તો માતાએ તેમને મુકીને જવું પડ્યું ના હોત. અને આ પ્રકારની ઘટનાથી બચી શકાયું હોત. ઝારખંડના મુખ્યમંત્રીએ પીડિતાની ચિંતા વ્યક્ત કરતા તેની માટે સહયોગ અને ઇલાજ માટે રૂ. 4 લાખનો ચેક અને રૂ. 50 હજાર રોકડાની ઝારખંડ સરકાર તરફથી ત્વરિત સહાય મોકલાવી છે. સાથે સાથે અમે પદાધિકારી અને હોસ્પિટલના મેનેજમેન્ટ જણાવ્યું કે, પીડિતાને વધુ સારી સારવાર માટે અન્યત્રે ખસેડવાની જરૂર જણાય તો, તે માટે ગુજરાત સરકાર અમને જાણ કરે. આ બધા મુદ્દાઓ સાથે અમે અહિંયા પહોંચ્યા હતા.
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસના મંત્રીની મુલાકાતનો સમય માંગ્યો
વધુમાં તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓ ક્યારે, ક્યાં પણ ના થાય. રાજ્યોની સીમાપાર આ ઘટનામાં સામેલ આરોપીને કડક સજા થાય તેવી અમારી ચિંતા વ્યક્ત કરી છે. અમે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસના મંત્રીની મુલાકાતનો સમય માંગ્યો છે. તેમને સમય મળ્યો નથી. અમારા રાજ્યના અસંખ્ય લોકો અહિંયા કામ કરી રહ્યા છે. કોરોના સમયે આપણે જોયું કે અમે ટ્રેન ના ચલાવી હોત, તો તેમની દેખભાળ સારી થઇ રહી ન્હતી. સરકાર સક્રિયતાથી કામ કરે, અને રાજ્યમાં પોલીસી હોય જેથી બહારથી આવતા લોકો માટે સારી રીતે કાર્ય થઇ શકે. ગુનેગાર કોઇ રાજ્ય, જાતિ ધર્મનો નથી હતો, તે આરોપી જ છે. આવી ઘટના બીજી કોઇ 9 વર્ષની દિકરી સાથે ના થાય.
રાજનિતીથી ઉપર ઉઠીને આપણે કામ કરવું જોઇએ
આખરમાં તેમણે ઉમેર્યું કે, ઘટના અનુસાર દિકરીની હાલત ગંભીર છે. ઝારખંડ સરકાર તેને મદદ માટે પોતાનું દાયિત્વ સમજે છે. તેની સ્થિતી માટે ડોક્ટર્સ વધારે સારી રીતે કહેશે. પીડિતા પર સર્જરીની તૈયારીઓ ચાલી રહી છે. તેઓ તેના માતા-પિતા સાથે વાત કરી રહ્યા છે. 9 વર્ષની દિકરી સાથેની ઘટના ચિંતાનો વિષય તો છે જ. રાજનિતીથી ઉપર ઉઠીને આપણે કામ કરવું જોઇએ. ઝારખંડના લોકો અહિંયા આવીને કામ કરી રહ્યા છે, તેમના વેલ્ફેર માટે પણ સરકારે જવાબદારી ઉઠાવવી જોઇએ. કંપનીઓ દ્વારા બાળકોને શાળાઓ જવા સહિતની વ્યવસ્થાઓ આપવી જોઇએ. અમે રાજ્ય તરફથી મુદ્દો ઉઠાવ્યો છે, જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતમાં પણ અવાજ ઉઠશે, ઝારખંડમાં પણ અવાજ ઉઠશે, અને દિલ્હીમાં પણ અવાજ ઉઠશે.
આ પણ વાંચો -- Gujarat ને કલંકીત કરતી નિર્ભયા કરતા ભયાનક ઘટના, 11 વર્ષની બાળાના ગુપ્તાંગમાં સળીયો નાખીને...


