Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગમાં ભાંડો ફૂટ્યો, મળી આવી આ ચીજ વસ્તુઓ

અહેવાલ - દિનેશ મકવાણા ભરૂચ  ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વરની જિલ્લા જેલ અને અંકલેશ્વરની જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતા ભરૂચ જિલ્લા સબજેલમાંથી હત્યાના ગુનામાં કાચા કામના કેદી પાસેથી મોબાઇલ અને સીમકાર્ડ મળી આવતા પોલીસે મોબાઈલ અને સીમકાર્ડ કબજે...
bharuch   સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગમાં ભાંડો ફૂટ્યો  મળી આવી આ ચીજ વસ્તુઓ
Advertisement
અહેવાલ - દિનેશ મકવાણા ભરૂચ 
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ભરૂચ અને અંકલેશ્વરની જિલ્લા જેલ અને અંકલેશ્વરની જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતા ભરૂચ જિલ્લા સબજેલમાંથી હત્યાના ગુનામાં કાચા કામના કેદી પાસેથી મોબાઇલ અને સીમકાર્ડ મળી આવતા પોલીસે મોબાઈલ અને સીમકાર્ડ કબજે લઈ કોને કોને ફોન કરવામાં આવ્યા છે અને કયા કામ માટે ફોન કરવામાં આવ્યા છે તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે.
ભરૂચ જિલ્લા પોલીસે જિલ્લા અને તાલુકાની જેલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું જેમાં અંકલેશ્વરની તાલુકા અને ભરૂચની જિલ્લા જેલ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું. જેમાં દશેરાની સાંજે જેલ સરપ્રાઈઝ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરના સુપરવિઝન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પેરોલ ફ્લો સ્કોર બોમ્બ ડિસ્પોસ્ટ ટીમ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ બનાવી ભરૂચ જિલ્લા જેલ તથા અંકલેશ્વર તાલુકા જેલ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.
જેમાં ભરૂચ જિલ્લા જેલમાં હાંસોટ પોલીસ સ્ટેશનની હદમાં હત્યાના ગુનામાં 2017 થી કાચા કામના કેદી સલીમ નસરુદ્દીન રાજ પાસેથી બિન અધિકૃત એપલ મોબાઇલ નંગ એક તથા સીમકાર્ડ મળી આવ્યો હતો જેના કારણે પોલીસે મોબાઈલ અને સીમકાર્ડનો કબજો લઈ કોને કોને ફોન કર્યા છે, કયા કામે ફોન કરીયા છે, મોબાઇલ સબજેલમાં કેવી રીતે ગયો, જેવી વિવિધ માહિતી મેળવવા માટેની કવાયત કરવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×