Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : ઝઘડિયા GIDC ની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી, અફરાતફરીનો માહોલ

આગની ઘટના અંગે જાણ થતાં ફાયરની વિવિધ ગાડીઓ બનાવ સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયો છે.
bharuch   ઝઘડિયા gidc ની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી  અફરાતફરીનો માહોલ
Advertisement
  1. Bharuch નાં ઝઘડિયા GIDC માં નવદીપ કેમિકલ કંપનીમાં આગ
  2. કંપનીમાં ભીષણ આગને પગલે કામદારોમાં અફરાતફરી
  3. આસપાસની કંપનીનાં સંચાલકોનાં જીવ તાળવે ચોંટ્યા
  4. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં વારંવાર આગનાં બનાવોથી ભય

Bharuch : ભરૂચનાં ઝઘડિયા GIDC માં આવેલ નવદીપ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. કંપનીમાં આગ લાગવાની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જ્યારે આસપાસની કંપનીના સંચાલકોના જીવ પણ તાળવે ચોંટ્યા છે. આગની ઘટના અંગે જાણ થતાં ફાયરની વિવિધ ગાડીઓ બનાવ સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયો છે.

આ પણ વાંચો - ગુજરાત સાયબર યુનિટે 804 કરોડનું આંતરરાષ્ટ્રીય Cyber ​​Scam ઝડપી પાડ્યું

Advertisement

Advertisement

Bharuch નાં ઝઘડિયા GIDC માં નવદીપ કેમિકલ કંપનીમાં આગ

ભરૂચનાં ઝઘડિયા GIDC માં આવેલી નવદીપ કેમિકલ કંપનીમાં ભયંકર આગ લાગી છે. કંપનીમાં અચાનક આગનું તાંડવ ઊભું થતાં કામદારોમાં ભયનો માહોલ છવાયો છે અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. આથી, ફાયર વિભાગની વિવિધ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.

આ પણ વાંચો - Surat : સાયબર ક્રાઈમ સેલની મોટી કાર્યવાહી, 20 કરોડના ફ્રોડનો પર્દાફાશ, 8 આરોપીઓની ધરપકડ

આજુબાજુની કંપનીનાં સંચાલકોના જીવ તાળવે ચોંટીયા

ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીમાં નવદીપ કેમિકલ કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં દેખાયા છે. કંપનીમાં ભયંકર આગ લાગતા આજુબાજુની કંપનીનાં સંચાલકોના જીવ તાળવે ચોંટીયા છે. જો કે, કેમિકલ કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, આગની ચપેટમાં આવતા કંપનીમાં રાખેલ તમામ માલ-સામાન બળીને ખાખ થયો છે. સદનસીબે હાલ કોઈ જાનહાનિનાં સમાચાર નથી. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં વારંવાર આગના બનાવોથી ભયનો માહોલ ઊભો થયો છે.

આ પણ વાંચો - Junagadh : પ્રેમગીરી અતિથિ ભવનનાં બાંધકામ અંગે MLA ના આકરા સવાલ

Tags :
Advertisement

.

×