Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ફ્રીનું ફૂલેકૂ, બે ઝબ્બે

BHARUCH : ભરૂચ (BHARUCH) માં છેતરપિંડીના અનેક કિસ્સો સામે આવતા હોય છે.આવો જ એક કિસ્સો ભરૂચની સિવિલ હોસ્પિટલનું સંચાલન કરનાર ડૉ.કિરણ સી પટેલ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના ફ્રી અને હોસ્ટેલની ફ્રીની રકમ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરનારે ચેકોમાં અન્ય નામ તથા રોકડ...
bharuch   મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ફ્રીનું ફૂલેકૂ  બે ઝબ્બે
Advertisement

BHARUCH : ભરૂચ (BHARUCH) માં છેતરપિંડીના અનેક કિસ્સો સામે આવતા હોય છે.આવો જ એક કિસ્સો ભરૂચની સિવિલ હોસ્પિટલનું સંચાલન કરનાર ડૉ.કિરણ સી પટેલ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના ફ્રી અને હોસ્ટેલની ફ્રીની રકમ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરનારે ચેકોમાં અન્ય નામ તથા રોકડ મળી ૩૪ લાખની છેતરપિંડી કરતા છેલ્લા છ મહિનાની મહેનત બાદ સંપૂર્ણ પ્રકરણનો ભાંડો ફૂટી જતા મુખ્ય આરોપી સિવાય બેંક એકાઉન્ટ ખોલનાર અને અન્ય એક મળી બેની અટકાયત કરવામાં આવી છે.

એકાઉન્ટમાં નાંખી મોટી છેતરપિંડી ચાર વર્ષથી ચાલી રહી હતી

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં સિવિલ હોસ્પિટલનું સંચાલન કરનાર અને ડૉ.કિરણ સી પટેલ મેડિકલ કોલેજના ચીફ એડમીનીસ્ટ્રેટીવે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૪ દરમ્યાન મેડિકલ કોલેજમાં ઓફિસ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતા ધ્રુવરાજસિંહ રાજ નાઓએ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ફ્રીના ચેક નામ વગર મેળવી તેમજ રોકડ હોસ્ટેલની ફ્રી મેળવી હતી અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીની ફ્રીના ચેકમાં શ્રીજી સોલ્યુશન નામનું કરંટ એકાઉન્ટ વાગરાના વિલાયતના પટેલ ફળીયા પંચાયતની સામે રહેતા ચૈતન્ય ચંદ્રકાન્ત પટેલના કરંટ એકાઉન્ટમાં નાંખી મોટી છેતરપિંડી ચાર વર્ષથી ચાલી રહી હતી.પરંતુ વિદ્યાર્થીઓએ ફ્રી ચૂકવી હોય તેની રસીદો વિદ્યાર્થીઓ પાસેથી મળી આવતા વિદ્યાર્થીઓના ફ્રીના ચેક ક્યાં એકાઉન્ટમાં ગયા છે તેની તપાસ કરવામાં આવતા આખરે મેડિકલ કોલેજના ઓફિસ આસીસ્ટન્ટ ધ્રુવરાજસિંહ રાજ રહે.ઝાડેશ્વર તથા મક્તમપુરના સિદ્ધિ વિનાયક મંદિરની પાછળ રહેતા વિપુલ આંનદ સોલંકી તથા વાગરા વિલાયતના ચૈતન્ય ચંદ્રકાન્ત પટેલ નાઓએ મેડિકલ કોલેજ સાથે ૩૪ લાખ ઉપરાંત ની છેતરપિંડી કરી હોવાનો ભાંડો ફૂટતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

કૌભાંડ કરવા બેંક એકાઉન્ટ ખોલાવ્યું

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સમગ્ર પૂર્વ આયોજિત કાવતરું રચી વિદ્યાર્થીઓની ફ્રીના ચેક અને રોકડનું કૌભાંડ કરનાર મેડિકલ કોલેજના ઓફિસ આસીસટન્ટ નોકરી છોડી વિદેશ રફુ ચક્કર થયો છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા વિપુલ સોલંકી અને શ્રીજી સોલ્યુન્સનના કરંટ બેંક એકાઉન્ટના સંચાલક ચૈતન્ય ચંદ્રકાન્ત પટેલ કે જેને કૌભાંડ કરવા બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોય અને આ એકાઉન્ટ માંથી કોને કોને રૂપિયા ચુકવવામાં આવ્યા છે.જે સમગ્ર મામલો હાલ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે.

Advertisement

૩૪ લાખની છેતરપિંડીમાં કોના કોના હાથ કાળા?

શ્રીજી સોલ્યુશન નામનું કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ફ્રી પેટે મેળવેલા ચેક જમા કરાવી એક મોટી અનોખી છેતરપિંડી સામે આવી છે.જેમાં ઝાડેશ્વર ગામનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે અને ઝાડેશ્વર ગામનો મુખ્ય આરોપી હાલ વિદેશમાં રફુ ચક્કર થયો છે.પરંતુ અન્ય મક્તમપુરનો વિપુલ સોલંકી અને ચૈતન્ય પટેલ પોલીસના સંચાલક પોલીસના સકંજામાં આવી ગયા છે.

મુખ્ય આરોપીનો સંપર્ક ચૈતન્ય પટેલ સાથે કરાવનાર કોણ?

ઝાડેશ્વર ગામનો ધ્રુવરાજસિંહ રાજ મુખ્ય આરોપી છેતરપિંડીમાં હોય અને મુખ્ય આરોપી સાથે વાગરા વિલાયતના ચૈતન્ય પટેલ સાથે સંપર્ક કરાવનાર કોણ? જો આ પ્રકરણમાં જીણવટ ભરી તપાસ થાય તો વધુ છેતરપિંડીના કાવતરાઓ સામે આવી શકે તેમ છે.શું મુખ્ય આરોપી નો સંપર્ક બેંક એકાઉન્ટ ધરાવનાર સાથે સિવિલ હોસ્પિટલ માં કેવી રીતે થયો હતો જેની તપાસ પણ થવી જરૂરી છે.

ડૉ.ગોપિકા મેખીયા મેટરનિટી લીવ ઉપર જતા કૌભાંડીઓએ ખેલ કર્યો

કહેવાય છે કે કે તાત્કાલિક કરોડપતિ બનવું હોય તો સાહસ કરવું પડે આવું જ એક સાહસ મેડિકલ કોલેજના ડૉ.ગોપિકા મેખીયા મેટરનિટી લીવ ઉપર જતા ઓફિસ આસિસ્ટન્ટ તેના મળતીયાઓ સાથે જેને ખેલ કર્યો તે વિદેશ ભાગી ગયો પરંતુ આખરે વિદ્યાર્થીઓની ફ્રી ચાઉ કોણ કરી ગયું તેની તપાસ કરતા છ આઠ મહિનાની મહેનત બાદ સામે આવ્યું કે ફરિયાદી રજા ઉપર રહેતા 34 લાખની છેતરપિંડી કરી નાંખી અને એટલે જ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ગઈ.

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો --  VADODARA : ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી 19 ચોરીની બાઇકો સુધી દોરી ગઇ

Tags :
Advertisement

.

×