Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : નવજાત બાળકીને ત્યજી દેનાર સગીરાને હોસ્પિટલમાંથી રજા અપાઈ, પોલીસ નિવેદન લેશે

ભરુચના આમોદ (Amod) માં અત્યંત ચકચારી એવા કુંવારી માતાના કિસ્સામાં સગીરાને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. હવે પોલીસ નિવેદન લેશે અને ડીએનએ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરશે. વાંચો વિગતવાર.
bharuch   નવજાત બાળકીને ત્યજી દેનાર સગીરાને હોસ્પિટલમાંથી રજા અપાઈ  પોલીસ નિવેદન લેશે
Advertisement
  • કુંવારી માતાના કિસ્સામાં Minor Girl ને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે
  • પોલીસ સગીરાનું નિવેદન લેશે અને ડીએનએ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરશે
  • સગીરાએ પોતાના ઘરમાં જ બાળકીને જન્મ આપ્યો હતો

Bharuch : આમોદ (Amod) પંથકમાં એક સગીરાએ ઘરમાં જ બાળકીનો જન્મ આપ્યો હતો. જન્મ બાદ આ નવજાત બાળકીને ઘરની પાસે ઉકરડામાં ત્યજી દેવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે સગીરા અને આ નવજાત બાળકીને સારવાર હેઠળ મોકલી આપ્યા હતા. આ કેસમાં હવે સગીરાને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. હવે પોલીસ આ સગીરાનું નિવેદન નોંધશે અને ડીએનએ ટેસ્ટ (DNA Test) જેવી કાયદેસર કાર્યવાહી હાથ ધરશે.

સમગ્ર ઘટનાક્રમ

આમોદ તાલુકાના એક વિસ્તારમાં 4 ઓગસ્ટ બપોરના 3 કલાકની આસપાસ કચરામાંથી નવજાત બાળકી જીવીત અવસ્થામાં મળી આવી હતી. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તપાસ આદરી હતી. જેમાં માલૂમ પડ્યું કે, આ વિસ્તારમાં જ રહેતા એક પરિવારની સગીરાએ જ પોતાના જ ઘરમાં બાળકીને જન્મ આપ્યો હતો. સગીરા કુવારી માતા બની હોવાથી પરિવારે નવજાત બાળકીને ત્યજી દીધી હતી. પોલીસે સગીરાને સિવિલ હોસ્પિટલમાં લાવી તેના વિવિધ મેડિકલ પરીક્ષણ કરાવી નવજાત બાળકીને પણ સારવાર અંતર્ગત દાખલ કરી હતી. હવે સગીરાની તબિયત સામાન્ય થતાં તેણીને સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

Advertisement

આ પણ વાંચોઃ Amreli: દિલીપ સંઘાણીનો વિરોધીઓને આપ્યો સણસણતો જવાબ

Advertisement

પોલીસ કાર્યવાહી

ભરુચના આમોદમાં અત્યંત ચકચારી એવા કુંવારી માતાના કિસ્સામાં સગીરાને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. હવે પોલીસ નિવેદન લેશે અને ડીએનએ ટેસ્ટની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. સમગ્ર મામલે આમોદ જંબુસર ડિવાયએસપી પી.એલ ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને સગીરાને સિવિલમાંથી રજા મળશે ત્યારે તેના નિવેદન સહિત તેની ફરિયાદ લેવાની કામગીરી કરવામાં આવશે.  આ મામલામાં આ તેણીને જેને પણ ગર્ભવતી બનાવી છે તેમને લાવી તેમના ડીએનએ ટેસ્ટ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Vadodara : અણખોલના પૂર્વ સરપંચ અને તલાટીએ રૂ. 1.62 કરોડ સેરવતા ફરિયાદ

Tags :
Advertisement

.

×