Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : હાંસોટ-અલવા માર્ગ પર અકસ્માત, એક પરિવારના 4 સભ્યો સહિત 5ના મોત

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લાના હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ ચાલુ વર્ષે વધુ જોવા મળ્યું છે તેવામાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના હાંસોટ તાલુકામાંથી સામે...
bharuch   હાંસોટ અલવા માર્ગ પર અકસ્માત  એક પરિવારના 4 સભ્યો સહિત 5ના મોત
Advertisement

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લાના હાઇવે અને ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ ચાલુ વર્ષે વધુ જોવા મળ્યું છે તેવામાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના હાંસોટ તાલુકામાંથી સામે આવતા પંથકમાં ગમગીની સાથે શોકનો માહોલ છવાયો છે.

Advertisement

એક પરિવારના 4 સભ્યોના મોત

સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાંસોટ અને અલવા ગામ વચ્ચે આજે બપોરના સમયે બે કાર સામ સામે ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા તેમજ ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

પોલીસે કાફલો ઘટના સ્થળે

ઘટના અંગેની જાણ હાંસોટ પોલીસને થતા પોલીસનો કાફલો સ્થળ ઉપર રવાના થયો હતો તેમજ સમગ્ર મામલા અંગેની વધુ તપાસ હાથધરી હતી, હાલ પ્રાથમિક સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ભરૂચનાં મુસ્લિમ પરિવારને આ અકસ્માત નડ્યો હતો જે બાદ તેઓને હાંસોટ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : SURAT : શિરડી યાત્રા પર જઈ રહેલા મુસાફરોની બસને નડ્યો અકસ્માત

Tags :
Advertisement

.

×