Bharuch: લ્યો બોલો! સાયબર ઠગો ખુદ પોલીસને પણ છેતરી ગયા, બેંક કર્મીની ઓળખ આપી 5 લાખ ખંખેર્યા
- સાયબર ઠગે પોલીસ કર્મી પાસેથી 05,48,999 પડાવી લીધા
- ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલ બન્યા સાયબર ફ્રોડ શિકાર
- સાયબર ઠગો સામે પોલીસે કૉન્સેબલે નોંધાવી ઠગાઈની ફરિયાદ
Bharuch: દેશભરમાં અત્યારે સાયબર ફ્રોડની ઘટનાઓ ખુબ જ વધી રહ્યીં છે. સાયબર ઠગો અનેક પેતરાઓ અપનાવીને લોકો સાથે છેતરપિંડી આચરતા હોય છે. ભરૂચમાં પોલીસ કોન્સ્ટેબલ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ભેજાબાજોએ પોલીસ કૉન્સ્ટેબલને એક્સિસ બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપી તમામ આઈડી પાસવર્ડ મેળવી ભેજાબાજોએ પોલીસ કૉન્સ્ટેબલના ખાતામાંથી 05,48,999 સેરવી ગંભીર પ્રકારની છેતરપિંડી કરતા ભરૂચ સાયબર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
પોલીસે કૉન્સેબલે સાયબર ઠગો સામે નોંધાવી પોલીસ ફરિયાદ
ભરૂચના ઓસારા ગામના પટેલ ફળિયામાં રહેતા અને ભરૂચમાં આર્મ્સ પોલીસ કૉન્સ્ટેબલ તરીકે હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા યોગેશભાઈ ઠાકોરએ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે આક્ષેપ કર્યા છે કે, ફરિયાદીના મોબાઈલ પર અજાણયા મોબાઈલ નંબર પરથી એક્સિસ બેંકના કર્મચારીની ઓળખ આપી પોતાનું નામ રાહુલજી તરીકે જણાવી કેવાયસી ડિટેલ અપડેટ કરવાના બહાને પાનકાર્ડ અપડેટ કરવાના નામની એપ્લિકેશન લિંક મોકલી હતી.
આ પણ વાંચો: Political controversy: લ્યો બોલો, આ જિલ્લામાં ભાજપના જ નેતા પક્ષના નેતાને ધારાસભ્ય નથી માનતા
પાંચ લાખથી વધુની રકમ અલગ બેંકમાં ટ્રાન્સફર કરી દીધા
નોંધનીય છે કે, સાયબર ઠગોએ ફરિયાદીના પાનકાર્ડ, આધારકાર્ડ તથા ડેબિટ કાર્ડની ડીટેલ મેળવી અગાઉથી ચાલતી લોન નંબર ઉપર વધુ ટોપઅપ લોન લઈ તે લોનના જમા થયેલ રકમ 07,78,209 પૈકી 05,48,999 ની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. જેથી ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાનો અનુભવ થતા પોલીસ કૉન્સ્ટેબલે તાત્કાલિક સાયબર પોલીસ મથકે પહોંચી અજાણયા ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી હતી.અત્યારે પોલીસે બીએનએસ એક્ટ તથા સાયબર એક્ટ 2008 ના કાયદા મુજબ ગુનો દાખલ કરી અજાણયા ભેજાબાજોનું પગેરું મેળવવાના પ્રયાસો કર્યા છે.
આ પણ વાંચો: Ahmedabad : વિપક્ષ નેતા Shehzad Khan Pathan નો મોટો આરોપ! કહ્યું - 4 વર્ષમાં 100 કરોડ ચૂકવ્યાં છતાં..!
પોલીસે સાવચેત રહેવા માટે કરી લોકોને ખાસ અપીલ
કેવાયસી ડીટેલ અપડેટ કરવાના બહાને બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપી ભેજાબાજો સાયબર ફોર્ડ કરી રહ્યા છે. આવા સાયબર ફોર્ડથી બચવા કોઈપણ અજાણ્યા નંબર પરથી ફોન આવે અને કેવાયસી અપડેટના બહાને તમારા આધાર કાર્ડ, પાનકાર્ડ, એટીએમ કે ડેબિટ કાર્ડની ડીટેલ માંગે તો ચેતીને રહેજો. કારણ કે તમારા ડોક્યુમેન્ટ ઉપર લોન મેળવી સાયબર ફોર્ડ ભેજાબાજો કરી તમામ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી મોટી છેતરપિંડી કરી શકે છે. જેથી તમામ લોકો સાવચેત રહે તેવી સાયબર પોલીસ મથકના પીઆઈ વી બી બારડે અપીલ કરી છે.
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો: ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સ ક્રિકેટ મેચનું અમદાવાદ ખાતે આયોજન, હર્ષ સંઘવી બનશે મુખ્ય અતિથિ


