VADODARA : ભરૂચ દુષકર્મ કેસના આરોપીનું એન્કાઉન્ટર કરવા માગ
VADODARA : તાજેતરમાં ભરૂચના ઝઘડિયામાં (BHARUCH MINOR GIRL RAPE CASE) 10 વર્ષિય સગીરા પર ક્રૃરતાપૂર્ણ દુષકર્મની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં અતિગંભીર રીતે ઘાયલ થયેલી સગીરા 7 દિવસ સુધી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વેન્ટીલેટર પર સારવાર હેઠળ રહી હતી. દરમિયાન એક પછી એક બે કાર્ડિયાક અરેસ્ટ બાદ તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના આરોપીનું એન્કાઉન્ટર (ENCOUNTER RAPE CASE ACCUSED) કરવાની માગ સાથે શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે.
8 માં દિવસે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો
તાજેતરમાં ભરૂરના ઝઘડિયામાં મુળ ઝારખંડના પરિવારની 10 વર્ષિય સગીર દિકરી પર નરાધમે દુષકર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેણીના ગુપ્તાંગમાં સળિયો નાંખતા તે લોહીલુહાણ હાલતમાં ગંભીર ઇજાગ્રસ્ત થઇ હતી. આ ઘટનામાં પીડિતાને વધુ સારવાર અર્થે વડોદરામાં રીફર કરવામાં આવી હતી. ઘટના બાદથી જ પીડિતા વેન્ટીલેટર પર સારવાર લઇ રહી હતી. જેણે 8 માં દિવસે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. હવે આ મામલે દુષકર્મીનું એન્કાઉન્ટર કરવાની માગ ઉઠી છે.
કોંગ્રેસનો હોવા છતાં આવનારી પાલિકાની ચૂંટણીમાં ભાજપને વોટ આપીશ
વિનોદ શાહનું કહેવું છે કે, મારે સરકારને કહેવું છે કે, બાળકી પર પાશ્વી અને ધૃણાસ્પદ દુષકર્મ આચરવામાં આવ્યું છે. તેના માટે જે જગ્યા પર તેેણે દુષકર્મ આચર્યું છે, ત્યાં જઇને તેના કપાળ પર ગોળી મારીને તેનું એન્કાઉન્ટર કરો. તો જ તે બાળકીને ન્યાય મળ્યો કહેવાશે. જો સરકાર આરોપીનું એન્કાઉન્ટર કરશે, તો હું કોંગ્રેસનો હોવા છતાં આવનારી પાલિકાની ચૂંટણીમાં ભાજપને વોટ આપીશ. આરોપીના રિમાન્ડ પૂર્ણ થાય, ત્યારે તેનું અને તેને મદદ કરવાર તમામનું એન્કાઉન્ટર કરો. જે રીતે ગલ્ફ દેશોમાં આરોપીઓને કડક સજા આપવામાં આવે છે. તેવી જ રીતે અહિંયા પણ સજા આપવાનો સમય આવી ગયો છે. આ મનુષ્ય નથી, હિંસક પ્રાણી છે. તેને પશુ સમજીને તાત્કાલિક એન્કાઉન્ટર કરવામાં આવે. તો જ બધાય સલામત રહેશે.
17 વર્ષથી નીચેનાઓ માટે મોબાઇલ બંધ કરી દો
વધુ એક અપીલ કરતા જણાવ્યું કે, વિદેશમાં બાળકોને મોબાઇલ આપવામાં આવતો નથી. તેઓ સોશિયલ મીડિયામાં વીડિયો જોઇને, તેઓ ખોટું કામ કરે છે. આ બધુ બંધ કરાવવું જોઇએ. 17 વર્ષથી નીચેનાઓ માટે મોબાઇલ બંધ કરી દો.
ચમત્કારના વિકાસમાં બળાત્કાર ક્યાં સુધી
તો બીજી તરફ શહેરના વાસણા રોડ વિસ્તારમાં ક્રાંતિકારી સેનાના નેજા હેઠળ બેનર મારવામાં આવ્યા છે. જેમાં જણાવાયું છે કે, હે યુવા, સાંસદ ચમત્કારના વિકાસમાં બળાત્કાર ક્યાં સુધી. જો કે, આ અગાઉ પણ ક્રાંતિકારી સેનાના નેજા હેઠળ બેનરો મારવામાં આવ્યા હતા. વાસણા જંક્શન પર ઓવર બ્રિજની કામગીરીનો વિરોધ ચાલી રહ્યો છે. જે બાદથી અલગ અલગ મુદ્દાઓને લઇને સત્તાપક્ષ પર નિશાન તાકતા બેનરો લગાડવાનો સિલસિલો ચાલુ થયો છે.
આ પણ વાંચો -- VADODARA : શહેરમાંથી સૌ પ્રથમ વખત હાઇબ્રીડ ગાંજાનું વેચાણ કરતો પેડ્લર ઝડપાયો


