Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઝઘડિયા દુષકર્મ પીડિતાની તબિયત નાજુક, લોહી ચઢાવાયું

VADODARA : તેને બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. દર્દીને વિતેલા 48 કલાકમાં 3 યુનિટ બ્લડ ચઢાવવામાં આવ્યું છે. વેન્ટીલેટર પણ ચાલુ જ છે. - SSGH RMO
vadodara   ઝઘડિયા દુષકર્મ પીડિતાની તબિયત નાજુક  લોહી ચઢાવાયું
Advertisement

VADODARA : ઝઘડિયા દુષકર્મ પીડિતા (BHARUCH RAPE CASE VICTIM) વડોદરાની એસએસજી હોસ્પિટલ (VADODARA SSG HOSPITAL) માં સારવાર હેઠળ છે. તેની હાલત નાજુક હોવાનું તબિબો જણાવી રહ્યા છે. તેને જરૂરી તમામ સુવિધા-સપોર્ટ એસએસજી હોસ્પિટલના નિષ્ણાંત તબિબોની ટીમ દ્વારા આપવામાં આવી રહ્યો છે. વિતેલા 48 કલાકમાં તેને લોહીની જરૂરત હોવાથી તેને ત્રણ વખત લોહીના બોટલ ચઢાવવામાં આવ્યા હોવાનું આરએમઓ જણાવી રહ્યા છે. આ ઘટનાના પીડિત પરિવારોની અનેક રાજનેતાઓ મુલાકાત લઇને સાંત્વના પાઠવી ચુક્યા છે.

10 જેટલા અલગ અલગ નિષ્ણાંતો દિકરીની સારવારમાં જોતરાયા

ભરૂચના ઝઘડિયા જીઆઇડીસીમાં સગીરા ક્રૃરતાપૂર્ણ દુષકર્મનો ભોગ બની હતી. આ પીડિતાના ગુપ્તાંગમાં સળિયો નાંખીને નરાધમે પિશાચી આનંદ લીધો હતો. પીડિતાને પ્રથમ ભરૂચ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવી છે. હાલ હોસ્પિટલના 10 જેટલા અલગ અલગ નિષ્ણાંતો દ્વારા દિકરીને સારવાર આપવામાં આવી રહી છે. આ દરમિયાન અનેક દિગ્ગજો દ્વારા પીડિત પરિવારની મુલાકાત લઇને તેમને શાંત્વના પાઠવવામાં આવી છે.

Advertisement

Advertisement

જરૂર જણાય ત્યાં એક્સપર્ટ ઓપીનીયન લેવામાં આવે છે

વડોદરાની એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે. ઝઘડિયા ખાતેથી અત્રેના દવાખાને રીફર કરવામાં આવેલ દુષકર્મ પીડિતા બાળકીની હાલત અત્યાર ગંભીર જ છે. ડોક્ટર્સની ટીમ દ્વારા તેને સાજી કરવા માટે પુરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તે માટે તેને બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. દર્દીને વિતેલા 48 કલાકમાં 3 યુનિટ બ્લડ ચઢાવવામાં આવ્યું છે. વેન્ટીલેટર પણ ચાલુ જ છે. દર્દી ક્રિટીકલ હાલતમાં છે. 10 ડોક્ટર્સની ટીમ દ્વારા તેને સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં જરૂર જણાય ત્યાં એક્સપર્ટ ઓપીનીયન લેવામાં આવે છે. દિકરીને અન્યત્રે સારવાર માટે લઇ જવાના સવાલમાં તેમણે જણાવ્યું કે, હાલ તબક્કે જરૂરિયાત નથી. અમારા તરફથી પુરતી કોશિશ ચાલુ જ છે.

આ પણ વાંચો -- VADODARA : ગેરકાયદે જતી રેતી ભરેલી ટ્રક રોકતા કોંગી આગેવાનને ધમકી

Tags :
Advertisement

.

×